SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્ન : મધુરસવત્ત્વ ખત્નત્વમ્ લક્ષણની શર્કરાદિ પૃથ્વીમાં અતિવ્યાપ્તિ થશે, કેમકે શર્કરા પણ મધુર રસવાળી છે. ઉત્તર : ના, ‘તિસવવવૃત્તિમાલવવૃત્તિદ્રવ્યવસાક્ષાત્વ્યાપ્યઽતિમત્ત્વમ્ ખત્તત્વમ્' એમ લક્ષણનો પરિષ્કાર કરીશું, એટલે હવે તે અતિવ્યાપ્તિ દોષ આવશે નહિ. મધુર રસ પૃથ્વી અને જલ બેમાં છે, એટલે મધુરવવૃત્તિ જાતિ પૃથ્વીત્વ-જલત્વ બે બને, પણ તેમાં તિક્તરસવદવૃત્તિ તો જલત્વ જાતિ જ બને, કેમકે પૃથ્વીત્વ જાતિ તો તિક્તરસવદ્ પૃથ્વીમાં વૃત્તિ જાતિ છે. એટલે તિક્તરસવમાં ન રહેનારી અને મધુરવમાં રહેનારી દ્રવ્યત્વસાક્ષાત્માષ્યજાતિ તો જલત્વ જ બને. તે વાળા બધા જલ બને અને શર્કરાદિ ન બને માટે અતિવ્યાપ્તિ નહિ થાય. પ્રશ્ન : જલનો શીત સ્પર્શ કહીને તમે શીતસ્પર્શવત્ત્વમ્ એવું જલનું લક્ષણ કર્યું, પણ ઉત્પત્તિકાલીન જલ સ્પર્શાદિ ગુણશૂન્ય હોવાથી આ લક્ષણ તે ઉત્પત્તિકાલીન જલમાં અવ્યાપ્ત થશે. ઉત્તર : તો હવે અમે ‘શીતસ્પર્શવત્ત્વ'નો પરિષ્કાર કરીશું : ‘શીતેતસ્પર્શવવૃત્તિસ્પર્શવવૃત્તિવ્વ્યવસાક્ષાત્ત્વાવ્યનતિમત્ત્વમ્' પૃથ્યાદિ ચાર સ્પર્શવદ્ છે માટે સ્પર્શવવૃત્તિ જાતિ પૃથ્વીત્વાદિ ચાર બને. પણ તેમાં શીતેતર સ્પર્શ એટલે અનુષ્કાશીત, ઉષ્ણ વગેરે જે સ્પર્શ, તે વાળા પૃથ્વી, તેજ અને વાયુ છે. (પૃથ્વી-વાયુનો અનુષ્ણાશીત અને તેજનો ઉષ્ણ સ્પર્શ છે.) એટલે શીતેતરસ્પર્શવવૃત્તિ તો પૃથ્વીત્વાદિ ચારમાંથી જલત્વ જાતિ જ બને. તે વાળું ઉત્પત્તિકાલીન જલ પણ છે જ માટે તેમાં અવ્યાપ્તિ નહિ આવે. मुक्तावली : ननु शुक्लरूपमेवेति कुतः, कालिन्दीजलादौ नीलिमोपलब्धेरिति चेत् ? न, नीलजनकतावच्छेदिकायाः पृथिवीत्वजातेरभावाज्जले नीलरूपासम्भवात् । कालिन्दीजले नीलत्वप्रतीतिस्त्वाश्रयौपाधिकी, अत एव वियति विक्षेपे धवलिमोपलब्धिः । મુક્તાવલી : પ્રશ્ન : જલનું રૂપ શુક્લ જ હોય એ વાતમાં કોઈ પ્રમાણ નથી. યમુનાનું કે નવા મેઘ વગેરેનું જલ કાળું પ્રત્યક્ષસિદ્ધ છે. ઉત્તર : સમવાયેન નીલકાર્ય પ્રતિ તાદાત્મ્યન પૃથ્વી જ કારણ છે, અર્થાત્ નીલની ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧) (૧૪૦)
SR No.008881
Book TitleNyaya Siddhanta Muktavali Part 1
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2006
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size75 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy