SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ શેષ સામાન્ય ગુણ છે. कारिकावली : स्पर्शादयोऽष्टौ वेगश्च गुरुत्वं च द्रवत्वकम् । रूपं रसस्तथा स्नेहो वारिण्येते चतुर्दश ॥ ३१ ॥ મુક્તાવલી : સ્પર્શ, સંખ્યા, પરિમાણ, પૃથકત્વ, સંયોગ, વિભાગ, પરત્વ, અપરત્વ, વેગ, સાંસિદ્ધિકદ્રવત્વ, ગુરુત્વ, રૂપ, રસ, સ્નેહ - આ ચૌદ જલના ગુણ છે. તેમાં સ્પર્શ, સાંસિદ્ધિકદ્રવત્વ, રૂપ, રસ, સ્નેહ એ વિશેષગુણો છે, શેષ સામાન્ય ગુણો છે. कारिकावली : स्नेहहीना गन्धयुताः क्षितावेते चतुर्दश । बुद्ध्यादिषट्कं संख्यादिपञ्चकं भावना तथा ॥३२॥ धर्माधर्मौ गुणा ते ह्यात्मनः स्युश्चतुर्दश । सङ्ख्यादिपञ्चकं कालदिशोः शब्दश्च ते च खे ॥३३॥ मुक्तावली : ते च खे આજાશે ॥ મુક્તાવલી : સ્પર્શ, સંખ્યા, પરિમાણ, પૃથક્ત્વ, સંયોગ, વિભાગ, પરત્વ, અપરત્વ, વેગ, નૈમિત્તિકદ્રવત્વ, ગુરુત્વ, રૂપ, રસ, ગન્ધ - આ ચૌદ પૃથ્વીના ગુણ છે. તેમાં રૂપ, રસ, ગંધ, સ્પર્શ એ વિશેષગુણો છે, શેષ સામાન્ય ગુણો છે. બુદ્ધિ, સુખ, દુ:ખ, ઈચ્છા, દ્વેષ, પ્રયત્ન, સંખ્યા, પરિમાણ, પૃથક્ત્વ, સંયોગ, વિભાગ, ભાવના, ધર્મ, અધર્મ - આ ચૌદ આત્માના ગુણ છે. તેમાં બુદ્ધિ, સુખ, દુ:ખ, ઈચ્છા, દ્વેષ, પ્રયત્ન, ભાવના, ધર્મ, અધર્મ એ વિશેષગુણ છે, શેષ સામાન્યગુણ છે. સંખ્યા, પરિમાણ, પૃથક્ત્વ, સંયોગ, વિભાગ- આ પાંચ કાળ અને દિશાના ગુણ છે. આ સામાન્ય ગુણ છે. સંખ્યા, પરિમાણ, પૃથક્ત્વ, સંયોગ, વિભાગ, શબ્દ - આ છ આકાશના ગુણ છે. તેમાં શબ્દ વિશેષગુણ છે, શેષ સામાન્યગુણ છે. कारिकावली : संख्यादयः पञ्च बुद्धिरिच्छा यत्नोऽपि चेश्वरे । परापरत्वे सङ्ख्याद्याः पञ्च वेगश्च मानसे ॥३४॥ ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧ ૭ (૧૧૨)
SR No.008881
Book TitleNyaya Siddhanta Muktavali Part 1
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2006
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size75 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy