SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ જ નહિ, તેથી તે જાતિ ન બને. વાચસ્પતિ મિશ્રના આ મતને લક્ષ્યમાં રાખીને મુક્તાવલીકાર કહે છે કે પરમમહત્ત્વત્વને જો જાતિ માનવામાં અરુચિ હોય તો તે અખંડ ઉપાધિરૂપ છે, અર્થાત્ अपकर्षअनाश्रयपरिमाणवत्त्वं परममहत्त्वत्त्वम् । પ્રશ્ન : અપર્ણ-અનાશ્રયીમાળવત્ત્વમ્ કહેવા કરતાં કર્ણાશ્રયીમાળવાં કેમ ન કહ્યું ? ઉત્તર : જે અપરમ (પરમભિન્ન) મહરિમાણ છે એ પણ અન્યની અપેક્ષાએ ઉત્કૃષ્ટ તો છે જ, માટે તેને પણ પરમમહરિમાણ કહેવું પડે. જેમકે ઘટ, પટ એ બદરની અપેક્ષાએ ઉત્કૃષ્ટત્વાશ્રયપરિમાણવાળા છે તો તે પણ પરમમહત્ થઈ જવાની આપત્તિ આવશે, માટે નિષેધરૂપ વાક્ય (અપકર્ષઅનાશ્રય...) કહ્યું છે. એટલે હવે તે જ ઘટ મકાનની અપેક્ષાએ અપકર્ષ-આશ્રયપરિમાણવાળો છે. માટે અપકર્ષ-અનાશ્રયપરિમાણવત્ત્વ કહેવાથી ઘટમાં પરમમહત્પરિમાણવત્ત્વની આપત્તિ નહિ આવે. આકાશાદિથી વધુ કોઈ મોટા હોત તો જરૂર આકાશ આદિ તેની અપેક્ષાએ અપકર્ષ-આશ્રયપરિમાણવાળા થાત, પણ તેવું તો છે નહિ. માટે આકાશ આદિનું પરિમાણ હંમેશા અપકર્ષઅનાશ્રયપરિમાણ સ્વરૂપ છે. માટે પરમમહત્ત્વત્વ અપકર્ષઅનાશ્રયપરિમાણવત્ત્વ રૂપ અખંડ ઉપાધિ છે એમ કહેવું તે તદ્દન સમુચિત છે. મુક્તાવલી : પૃથ્વી, અપ્, તેજ, વાયુ, આકાશનું સાધર્મ્સ ભૂતત્વ છે. ભૂતત્વ વહિરિન્દ્રિયગ્રાહ્યવિશેષનુ ળવત્ત્વમ્ । બાહ્મેન્દ્રિય શ્રોત્ર, ત્વમ્, ચક્ષુ, રસના અને ઘ્રાણ એમ પાંચ છે. તેનાથી ગ્રાહ્ય વિશેષ ગુણો અનુક્રમે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ એ પાંચ છે. આ વિશેષ ગુણવાળા અનુક્રમે આકાશ, વાયુ, અગ્નિ, જલ અને પૃથ્વી છે. માટે બહિરિન્દ્રિયથી ગ્રાહ્ય વિશેષ ગુણવાળાપણું ભૂતત્વ એ આ પાંચનું સાધર્મ છે. અહીં વિિન્દ્રિયગ્રાહ્યવિશેષનુાવત્ત્વમ્ નું પદકૃત્ય કરીએ. વહિઃ પદ : જો હર્ પદ મૂકવામાં ન આવે તો આત્મામાં ભૂતત્વની અતિવ્યાપ્તિ થાય, કેમકે મનરૂપી આંતર ઇન્દ્રિયથી ગ્રાહ્ય વિશેષ જ્ઞાન ગુણવાળો તો આત્મા પણ છે જ. = વિશેષ પદ : જો વિશેષ પદ ન કહીને વાઘેન્દ્રિયગ્રા'મુળવત્ત્વમ્ એટલું જ કહેવામાં આવે તો કાળમાં અતિવ્યાપ્તિ થાય, અર્થાત્ કાળ પણ ભૂત થઈ જવાની આપત્તિ આવે, કેમકે બાહ્યેન્દ્રિયથી ગ્રાહ્ય જે ઘટ-ભૂતલાદિસંયોગ ગુણ, તે વાળો તો કાળ પણ છે. ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧ ૭ (૯૫)
SR No.008881
Book TitleNyaya Siddhanta Muktavali Part 1
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2006
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size75 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy