SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ ‘ઉપદેશપદ' શાસ્ત્ર શું કહે છે ? : (૨૦) જુઓ શ્રી હરિભદ્રસૂરિજી મહારાજ ‘ઉપદેશપદ’ શાસ્ત્રમાં શ્લોક ૯૪૯માં મતાન્તરથી ધર્માનુષ્ઠાનનું નિરૂપણ કરતાં કહે છે કે - સતતાભ્યાસ, વિષયાભ્યાસ અને ભાવાભ્યાસ, ત્રણ પ્રકારના ધર્માનુષ્ઠાન છે, જે ઉત્તરોત્તર પ્રધાન છે. એની વ્યાખ્યામાં કહ્યું છે કે, - (૧) સતતાભ્યાસ એટલે લોકોત્તર ગુણપ્રાપ્તિની યોગ્યતા મેળવી આપનારું માતાપિતાદિ પ્રત્યે વિનયાદિ ભરેલું વર્તન, કે જે હરહંમેશ ઉપાદેય છે. (૨) વિષયાભ્યાસ એટલે પૂજાના ઉત્કૃષ્ટ વિષયરૂપ જે મોક્ષમાર્ગના સ્વામી અરિહંત છે, તેમને વિષે પૂજાદિ કરવારૂપ જે અભ્યાસ. | (૩) ભાવાભ્યાસ એટલે ભવના ઘણા જ ઉદ્વેગપૂર્વક સમ્યગુદર્શનાદિ ભાવોનો અભ્યાસ. હવે એ પછીના ૯૫૦મા શ્લોક અને ટીકામાં ગ્રન્થકારશ્રી પોતાની મીમાંસા જણાવે છે કે નિશ્ચયનયના અભિપ્રાયથી પહેલા બે અનુષ્ઠાન કે જે સમ્યગ્દર્શનાદિની સાક્ષાત્ આરાધનારૂપ નથી, ને ભવવૈરાગ્યાદિ ભાવથી રહિત છે, તે “ધર્માનુષ્ઠાન' રૂપ કઈ રીતે? અર્થાત્ એનિશ્ચયનયથી ધર્મરૂપ નથી. એક માત્ર ત્રીજું ભાવાભ્યાસ અનુષ્ઠાન જ પરમાર્થોપયોગરૂપ હોવાથી ધર્માનુષ્ઠાનરૂપ છે. આ તો થઈ નિશ્ચયનયની વાત. હવે વ્યવહારનયને આશ્રયીને એ શાસ્ત્રકાર વિસ્તારથી શી મીમાંસા કરે છે તે ધ્યાનપૂર્વક વિચારો... ગ્લો૦ ૯૫૧ માં કહે છે. વ્યવહારનયને આધારે એ સતતાભ્યાસ આદિ ધર્માનુષ્ઠાનરૂપ હોવાની વાત વિષયભેદે અપુનર્બન્ધક વગેરે માટે બરાબર યોગ્ય છે. અપુનર્બન્ધક વગેરે.... એટલે માર્ગાભિમુખ, માર્ગપતિત અને અવિરત સમ્યદૃષ્ટિ આદિ સમજવાના છે. ગ્લો૦૯૫૧ પછી આ વાતનું સમર્થન કરવા માટે વિસ્તારથી જે ઉદાહરણો આપે છે એમાં ગ્લો૦૯૭૦માં કહે છે કે પોપટ અને મેના વિષયાભ્યાસયોગથી (૧૪૮) ભગવાનનું ભાખેલું છે' એવા ઉલ્લેખપૂર્વકના પ્રશસ્ત બહુમાન બહુમાન વડે બાધિત થતું (એટલે કે ક્રમશઃ કામનાશૂન્ય બનતું) હોવાથી પારમાર્થિક પચ્ચખાણનું કારણ છે. (૨) અથવા (પ્રશસ્ત બહુમાનમાં ‘આ ભગવાનનું ભાખેલું છે? તેવો કર્તાના ચિત્તમાં ઉલ્લેખ ભલે ન હોય છતાં પણ) આ દ્રવ્ય પચ્ચકખાણ ભગવાનનું ભાખેલું છે એટલે જ (ઈતર મિથ્યાદર્શનનાં પચ્ચકખાણ ન આદરતાં આ ચિનોક્ત પચ્ચકખાણ જ આદરે છે એમાં આ જિનોક્ત પચ્ચખાણ પર પ્રશસ્ત બહુમાન છે; ને એવાં) પ્રશસ્ત બહુમાન વડે અપેક્ષાબાધિત થઈને ભાવપચ્ચકખાણનું નિમિત્ત બને છે. આગળ એ જ શ્લોકની વૃત્તિમાં સ્પષ્ટતા કરતાં કહે છે કે ભગવાનનું ભાખેલું માનવાની સભક્તિ છે; ને એ ભક્તિ દ્રવ્ય પચ્ચક્ખાણના હેતુભૂત અપેક્ષાદિ ભાવોની વિરોધી છે એટલે તે જ્યાં હોય ત્યાં અપેક્ષાદિની નિવૃત્તિ થતી રહેવાથી અંતે તે ભાવપચ્ચકખાણ બને છે, પણ બધું જ નહિ. આ સંદર્ભથી એ સ્પષ્ટ તરી આવે છે કે જે લોકો “આ મારા જિનેશ્વરદેવનું ભાખેલું છે.' - એવી સદ્ભક્તિથી અપેક્ષાદિપૂર્વક પણ પચ્ચક્ખાણ કરે છે તેઓની ભાવપચ્ચકખાણમાં પ્રગતિ થાય છે, અધોગતિ નહીં. તથા બીજા અર્થ પ્રમાણે આ જિનેશ્વરદેવનું ભાખેલું છે તેવો ખ્યાલ કર્તાને એ વખતે ન હોય તો પણ તે પ્રશસ્ત ભક્તિથી અપેક્ષાદિપૂર્વક પચ્ચખાણ કરતો હોય તો તેની ભાવમાર્ગમાં પ્રગતિ થાય છે; કારણ કે એ જે પચ્ચકખાણ કરી રહ્યો છે તે જિનેશ્વરદેવનું ભાખેલું છે, પણ કોઈ સરાગીદેવનું ભાખેલું નથી. પ્રશસ્તભક્તિ અપેક્ષાદિ ભાવોની વિરોધી હોવાથી કોઈને ધીમે ધીમે, તો કોઈને ઝડપથી, અપેક્ષાની નિવૃત્તિ થયા વિના રહેવાની નથી. પ્રશસ્ત ભક્તિને બદલે જો અનાદર વગેરે પૂર્વક કરે તો એને લાભ થાય એવું તો કોઈ કહેતું નથી. પૂજ્યપાદ શ્રી હરિભદ્રસૂરિજી મહારાજ અને તેમના અષ્ટક પ્રકરણના વૃત્તિકાર શ્રી જિનેશ્વરસૂરિજી મહારાજે આ છેલ્લા શ્લોકમાં જે માર્ગદર્શન આપ્યું છે કે જેના હૈયામાં વસ્યું હશે તે અર્થની કામનાને જરૂર વખોડશે પણ પ્રશસ્ત (૧૫)
SR No.008878
Book TitleIshtafal Siddhi Prakaranam
Original Sutra AuthorN/A
AuthorPadmasenvijay
PublisherMehul Jain Mitra Mandal Ahmedabad
Publication Year2008
Total Pages91
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy