SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ વળી એ જ યોગશાસ્ત્રકાર ત્રિષષ્ઠિશલાકા પુરુષચરિત્રમાં ધર્મોપાર્જન કરવામાં તત્પર એવા પુરુષોને શિરોમણિ ભાવે ગણાવે છે. પણ નહિ કે મોક્ષને મુખ્ય પુરુષાર્થ માની ધર્મમાં નિરુદ્યમી રહેનારને. તદુપરાંત, ત્રિષષ્ઠિ વગેરે અનેક ગ્રન્થોમાં પૂર્વાચાર્ય ભગવંતોએ જ્યાં જ્યાં કોઈ ભગવાન કે મુનિની દેશનાની વાતો લખી છે, ત્યાં બધે જ પ્રાયઃ ધર્મપુરુષાર્થને જ પેટ ભરી ભરીને વખાણ્યો છે, તેમજ કલ્પવૃક્ષ વગેરે બધી સારી સારી સેંકડો ઉપમાઓ ધર્મને લગાડીને એને ખૂબ ખૂબ ઉત્તમ કહ્યો છે. એ દેશનાઓમાં શિવસુખ કે મોક્ષ વગેરેના ઉલ્લેખો ય છે, પણ તે છતાં ૧૦૦એ ૯૦ ટકા જેટલી પૂર્વાચાર્ય મહાપુરુષોની ધર્મદેશનામાં ધર્મપુરુષાર્થના જેટલા ગુણગાન દેખાશે એટલા વિસ્તારથી નામોલ્લેખપૂર્વક મોક્ષપુરુષાર્થના નહીં દેખાય. આનું કારણ શું? એ જ કે અર્થ-કામ અને મોક્ષ ત્રણેયનું પ્રબળ અને અનન્ય કારણ ધર્મ જ છે. શરબત પીવાનું કહીએ એટલે સામો ભલે એને કદાચ સ્વાદ માટે પીતો હોય પણ પ્રાયઃ એની તરસ પણ મટવાની જ છે. એ રીતે ધર્મપુરુષાર્થને પ્રાધાન્ય આપી ધર્મ કરવાનું કહીએ એટલે એમાં મોક્ષફળની પ્રાપ્તિનો ઉપદેશ તો સમાઇ જ જાય છે, વધુમાં એ લાભ થાય છે કે અર્થ-કામના પ્રેમી જીવો પણ ધર્મપુરુષાર્થના માર્ગે આવી, ભારેકર્મી હોય તો પણ ધર્મના ક્રિયામાર્ગે આવી શુલપાક્ષિક થઈને પછી લઘુકર્મી બની ક્રમશઃ મુક્તિમાર્ગે પ્રયાણ કરનારા થાય છે. ‘માત્ર મોક્ષપ્રેમી જ હોય તે જ ધર્મશ્રવણને લાયક' એવું કોઇ શાસ્ત્રકારે કહ્યું નથી. ચરમાવર્તમાં આવેલા મુક્તિના અષવાળા અર્થ-કામપ્રેમી જીવોને પણ ધર્મશ્રવણ માટે યોગ્ય ગણ્યા છે. એ શ્રી ઉપમિતિ-ભવ-પ્રપંચકથા વગેરે ધર્મગ્રંથોમાં સ્પષ્ટ જોઇ શકાય છે. ત્યારે દુઃખની વાત એ છે કે આ પ્રબળ વિદ્વાન પૂર્વ-પ્રતિષ્ઠિત સુવિહિત આચાર્યોની આચરિત ધર્મદેશના પધ્ધતિની સુંદર પ્રણાલિકાને બાજુ પર હડસેલી દઈને વજસ્વામી ભગવંતની દેશના જેવી કોઈ એકાદ દેશનામાં આવતા કોઇ એકાદ શ્લોકનો અર્થ બરાબર સમજ્યા વિના જ જેમણે ધર્મને ‘ભંડો-ભંડો’ કહીને મોક્ષપુરુષાર્થ પર એકાન્તવાદમાં તાણી જાય એવો ભાર મૂકી દીધો છે, અને વર્ષોથી એ રીતે ટેવાઈ ગયા છે, આમ ભાવનાશાની મહાત્માઓ સમજે છે કે ‘જીવોને જીવનમાં એકવાર ધર્મને મુખ્ય કરવા દો, એમાં મોક્ષના આશયથી પણ ધર્મ કરે છે તો કદાચ સાંસારિક વસ્તુની સિદ્ધિ માટે પણ ધર્મ કરે છે. એમ જીવનમાં ધર્મને પ્રધાન-પ્રધાન કરતો રહેશે એટલે એ કર્મલઘુ યાને લઘુકર્મી બનીને મોક્ષના આશયને જ મુખ્ય કરનારો ઉત્તમ પુરુષ બનશે. એટલે જ, પંચાશક શાસ્ત્ર શું કહે છે?: (૧) ભાવનાજ્ઞાની મહાત્માઓ ધર્મના વ્યવહારોનું ખૂબ પાલન કરાવવા માટે ભાવ-પ્રધાન નહિ કિન્તુ વ્યવહાર પ્રધાન દેશના આપે છે; અને વચમાં વચમાં શ્રોતાઓની યોગ્યતા પ્રમાણે ભાવ તરફ-નિશ્ચય તરફ ધ્યાન દોરતા હોય છે. આ દેશના સર્વજીવ-હિતકારી નિશ્ચય-પ્રાપક વ્યવહારનય-મુખ્યતાવાળી હોઇને જિનાજ્ઞા વિહિત દેશના છે, - દા.ત. પંચાશક શાસ્ત્રમાં (૧૯૨૭) વ્યાખ્યાકાર શ્રી અભયદેવસૂરિજી મહારાજ પણ જણાવે છે કે “મુગ્ધ લોકો (ઉત્તમ કક્ષાએ નહીં પહોંચેલો જીવો) રોહિણી આદિ દેવતાના ઉદેશથી શરૂઆતમાં એ રીતે પ્રવૃત્ત થયેલા અભ્યાસાદિ દ્વારા કર્મક્ષયના ઉદેશથી પણ પ્રવૃત્ત થાય છે, પણ શરૂઆતથી જ એ કાંઇ કર્મક્ષયના ઉદ્દેશથી પ્રવર્તી શકે તેમ હોતા નથી.” આ હકીક્ત હોવાથી જો બાલાદિ તમામ જીવોને મોક્ષ માટે જ ધર્મ થાય એવો એકાન્ત એક સરખો ઉપદેશ, એકાંત ગર્ભિત ઉપદેશ આપીએ તો એ પંચાશક શાસ્ત્રના કથન સાથે સંગત થાય? કે શાસ્ત્રથી વિરૂદ્ધ પડે ? એ વિચારવું જોઈએ. આપણા સર્વ જીવોના હિતૈષી કોઈ પૂર્વાચાર્ય મહર્ષિએ એવા એકાન્તવાક્યોનું ઉચ્ચારણ કર્યું નથી. તેઓએ જેમ ઉત્તમ જીવોને મોક્ષ માટે ધર્મ કરવાનો ઉપદેશ કર્યો છે, તેમ બાલાદિ બધા જીવોની સભામાં ભાવમાં તેઓ મોક્ષાર્થી બને એ હેતુથી આલોક પરલોક સુધરે એ માટે પણ ધર્મ કરવાનો સ્પષ્ટ દીવા જેવો ઉપદેશ આપ્યો જ છે. દા.ત. શ્રી ‘સિરિવાલકહા’શાસ્ત્ર શું કહે છે ? : (૨) શ્રીપાલ કથામાં જયારે ચારણમુનિ શ્રીપાલનો પરિચય મદનમંજુષાના પિતાને આપતા પહેલાં ધર્મોપદેશ આપે છે ત્યારે સૌ પ્રથમ જ કહે છે(ગ્લો. ૫૫૯) (૧૨૭) (૧૬)
SR No.008878
Book TitleIshtafal Siddhi Prakaranam
Original Sutra AuthorN/A
AuthorPadmasenvijay
PublisherMehul Jain Mitra Mandal Ahmedabad
Publication Year2008
Total Pages91
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy