SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપચારથી માર્ગ કહીને એનું સમર્થન કર્યું, પણ વિષાદિ-અનુષ્ઠાન કહીને ત્યાજ્ય હોવાનું ન કહ્યું, એ કેટલું બધું માર્ગદર્શક છે ! કોઈની પણ મતિ શુદ્ધ કરવા પૂરતું છે.) સર્વાંગસુંદર આદિ તપ એ નિયાણું નથી : વળી આગળ આ બધા સર્વાંગસુંદર તપો સનિદાન હોવાની કોઈએ શંકા કરી તો એના નિવારણ માટે અને આ તપોની પ્રવૃતિ પણ નિર્નિદાન છે એ દેખાડવા માટે શ્લો. ૪૧ ની ટીકામાં કહ્યું કે “આ બધી તપ:ક્રિયા ધર્મબહુમાનગર્ભિત હોવાથી નિર્નિદાન છે, બોધિબીજરહિત જીવોને બોધિબીજ-સંપાદક છે,...યાવતુ ભવવિરાગાદિનું નિમિત્ત છે.” સમગ્ર આ સંદર્ભ શાંતચિત્તે પૂર્વગ્રહ મુક્તપણે વાંચી જનારને ખાતરી થશે કે સામાન્યતઃ મોક્ષના અ-દ્વેષી સર્વલોકથી, વિશેષતઃ મુગ્ધલોકોથી જીવનમાં ધર્મ જ એક શરણ્ય માની સાંસારિક પ્રયોજનવશ કરાતો ધર્મ અહિત કરનાર નથી, કારણકે ચરમાવર્નમાં આવી ગયા હોય તેઓને ચારિત્ર, યાવતું મોક્ષ સુધીના લાભોનું કારણ છે. જો સાંસારિક પ્રયોજનના આશયથી તપાદિ ધર્મ કરવાનું વિધાન માત્ર મુગ્ધ જીવોને જ ઉદ્દેશીને હોત તો શું શ્રી પુષ્પમાલાના રચયિતાને તથા શ્રી શ્રાદ્ધવિધિકારને એ ખબર ન હતી ? કે જેથી એમણે સર્વ શ્રાવકોને ઉદ્દેશીને ધંધો કરવા જતી વેળા સમુચિત ઈષ્ટ લાભના પ્રયોજક શ્રી પંચપરમેષ્ઠી સ્મરણાદિ કરવાનું વિધાન કર્યું ? શું એમને ખબર ન હતી કે સાંસારિક કાર્યોની લાલસા મારનારી છે? શું એમને ખબર ન હતી કે જ્ઞાનીઓએ વિષાનુષ્ઠાન - ગરાનુષ્ઠાન અને અનનુષ્ઠાનને “અસ અનુષ્ઠાનો’ તરીકે જણાવીને તેનો નિષેધ કર્યો છે? શું એમને ખબર ન હતી કે અર્થકામ પરમાર્થથી અનર્થભૂત છે, એમ જ્ઞાનીઓએ કહ્યું છે ? આ બધી ખબર હોવા છતાં તેઓએ શ્રાવકોને ઉદ્દેશીને ધંધામાં લાભ મેળવવા જતાં વગેરેમાં શ્રી પંચપરમેષ્ઠી ભગંવતનું સ્મરણ કરવા કેમ જણાવ્યું ? જ્ઞાનીઓએ કરેલા જુદા જુદા નયને અનુસરતાં વિધાનો પ્રત્યે જ્ઞાનીઓએ આપેલાં દ્રષ્ટાંતોને ઉદ્દેશીને ‘કોઈ ઝેર ખાઈને બચી જાય એટલે ઝેર ખાવાનું (૧૦૩) કહેવાય ?’ આવા આવા કુતર્કોનો ઉપયોગ કરવામાં શાસ્ત્રો અને શાસકારોની અવગણના થાય માટે એવા કુતર્કોનો ઉપયોગ નહિ કરવો જોઈએ. પૂજ્યપાદગુરુદેવશ્રીની નિશ્રામાં રહેવાથી આવી સુંદર જાણવા મળેલી શાસ્ત્રલક્ષી વાતો ખરેખર પૂજય ગુરુવર્યશ્રીની સર્વનયોની સંમત વસ્તુ પ્રતિપાદન કરવાની કુશળતા તરફ લક્ષ દોરી જાય છે. આ યોગદૃષ્ટિ સમુચ્ચય ગ્રન્થના પ્રારમ્ભાશ વ્યાખ્યાનોમાં તથા તે પછી પ્રગટ થનારા બીજા ભાગોમાં જિજ્ઞાસુ મુમુક્ષુઓને સ્વધ્યાયની સુંદર સામગ્રી મળશે, તેમજ મોક્ષમાર્ગે પ્રગતિ કરવા માટે નયગર્ભિત ઉત્તમોત્તમ પ્રેરણાઓ પ્રાપ્ત થશે, તેમાં કોઈ શંકા નથી. પ્રાન્ત એકવાત પૂજય ઉપાધ્યાયજી મહારાજના શબ્દોમાં કહીએ તો (જુઓ નયરહસ્ય પૃષ્ઠ ૨૩૪) “દુર્બુદ્ધિઓની વાસના શાસ્ત્રમાંથી દૂષણો શોધી કાઢવામાં તત્પર બને છે, જ્યારે સદબુદ્ધિવાળા વાચક ઐદત્પર્યના જાણકાર હોઈ (ગ્રન્થ વાંચનથી) આનંદિત થાય છે. તેવા જે કોઈ હોય તેઓને અમારા નમસ્કાર.” શાસ્ત્રકારોનો એવો આમ્નાય છે કે ઉપદેશ કર્યા પછી તેમાં કદાચ કાંઈક અનાભોગથી કે ગેરસમજથી પણ જિનાજ્ઞા-વિપરીત કથન થઈ ગયું હોય તો છેલ્લે જરૂર મિચ્છામિ દુક્કડમ્ દઈ દેવો. સ્વ. પૂજયપાદ પરમ ગુરુદેવ આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબ પણ આ હકીકત ઉપર અવારનવાર ખૂબ ભાર આપતા કહેતા હતા કે પ્રરૂપણાશુદ્ધિ માટે એ પરમ આવશ્યક છે. હવે જો બોલું કે લખું છું અને એમાં કાંઈક વૈપરીત્ય હોય તે માટે બીજા મિચ્છામિ દુક્કડમ્ દે તો એનાથી મને કોઈ લાભ નથી. *- એ માટે તો મારે જ મિચ્છામિ દુક્કડમ્ માગવો જોઈએ. એટલે, આ પ્રસ્તાવનાદિના આલેખનમાં જિનાજ્ઞા વિપરીત મારાથી કાંઈ પણ લખાયું હોય- વિચારાયું હોય, તો તે બદલ મિચ્છામિ દુક્કડ દેવા સાથે સજજનોને પ્રાર્થના કે એમાં જે કાંઈ વૈપરીત્ય હોય તે સૂક્ષ્મબુદ્ધિથી તપાસીને તેનું પરિમાર્જન કરે. * વ્યાખ્યાનના અંતે સ્વયં મિચ્છામિ દુક્કમ દેવાને બદલે પોતાનું વ્યાખ્યાન છપાવનાર એ માટે મિ.દુ.દે એવી ગલત પરમ્પરા ક્યાંક છેલ્લા ૫૦-૬૦ વર્ષથી શરૂ થવાનું જાણવા મળેલ છે. (૧૦)
SR No.008878
Book TitleIshtafal Siddhi Prakaranam
Original Sutra AuthorN/A
AuthorPadmasenvijay
PublisherMehul Jain Mitra Mandal Ahmedabad
Publication Year2008
Total Pages91
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy