SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ અનુભવ હજારો લોકોએ કરેલો છે. ૧૯૫૮માં તેઓશ્રીને ‘આત્મજ્ઞાન' સુરત સ્ટેશનના બાંકડા પર બેઠેલા ત્યારે થયેલું. તેઓશ્રીનો દેહવિલય ૧૯૮૮માં થયેલ, પણ તેમનું બોધેલું અક્રમ વિજ્ઞાન આજે પણ હજારો લોકોને આત્મધર્મ તરફ વાળે છે. દાદાશ્રી હંમેશાં કહેતાં કે જેને ‘શુદ્ધાત્મા’નું લક્ષ બેઠેલું હોય, તે અહીં ભરત ક્ષેત્રમાં રહી શકે જ નહીં, તે મહાવિદેહ ક્ષેત્રમાં પહોંચી જાય અને ત્યાં એક કે બે અવતારમાં તીર્થંકરનાં દર્શન કરીને મોક્ષે ચાલ્યો જાય, એવો નિયમ છે. વર્તમાનકાળના જ્ઞાની પુરુષ શ્રી દાદા ભગવાને હજારો લોકોના હૃદયના તાર શ્રી સીમંધર સ્વામીની સાથે હંમેશ માટે જોડી આપીને તેમની સંસ્કૃતિ જગાવી આપી છે ! પૂજ્ય દાદાનું મંદિર બાંધવા માટે તેમના ભક્તો વારંવાર તેમને વિનવે છે, પણ દાદા હસીને બધાંને આ એક જ જવાબ આપે છે, “મંદિર તો શ્રી સીમંધર સ્વામીનું બંધાવું જોઈએ. મારી મૂર્તિ કે ફોટા ક્યાંય મૂકશો નહિ. મારું સ્થાન તો શ્રી સીમંધર સ્વામીના ચરણોમાં જ છે, પણ મારા મર્યા પછી લોકો મા૨ી મૂર્તિ મૂક્યા વિના નહિ રહે, જેમ શ્રીમદ્ રાજચંદ્રનું થયું છે તેમ ! શ્રીમદ્ રાજચંદ્રે પોતાની મૂર્તિ મૂકવાની ચોખ્ખી ના પાડેલી, પણ સાંભળે કોણ ? મારો ફોટો તમારા ઘેર નહિ લટકાવો તો ચાલશે, પણ શ્રી સીમંધર સ્વામીના ફોટા ઘેર ઘેર મૂકાવા જોઈએ. આમ થશે તો જ દુનિયાનું ભલું થશે અને શાંતિનું સામ્રાજ્ય સ્થપાશે.’ શ્રી સીમંધર સ્વામીની નમસ્કારવિધિ તેમનાં ચાલીસ-પચાસ હજાર ભક્તોમાં દ૨૨ોજ ભાવપૂર્વક બોલાય છે. આનાથી શ્રી સીમંધર સ્વામીનું અખંડ સાતત્ય અનુભવાય છે. - જય સચ્ચિદાનંદ 28 (‘દાદા ભગવાન' કોણ? પ્રગટયા ‘દાદા ભગવાન' ૧૯૫૮માં જૂન ઓગણીસ્સો અઠ્ઠાવનની એ સમી સાંજનો છએક વાગ્યાનો સમય, મીડમાં ધમધમતું સુરતનું સ્ટેશન, પ્લેટફોર્મ નં: ૩ પરનાં રેલ્વેનાં બાંકડા પર બેઠેલા અંબાલાલ મૂળજીભાઈ પટેલ રૂપી મંદિરમાં કુદરતી ક્રમે અક્રમ સ્વરૂપે કંઈક જન્મોથી વ્યક્ત થવા મથતા ‘દાદા ભગવાન’ સંપૂર્ણપણે પ્રગટ થયા! અને કુદરતે એ સમયે સર્યું અધ્યાત્મનું અદ્ભુત આશ્ચર્ય! એક કલાકમાં વિશ્વદર્શન લાધ્યું! જગત શું છે? કેવી રીતે ચાલે છે? આપણે કોણ? ભગવાન કોણ? જગત કોણ ચલાવે છે? કર્મ શું? મુક્તિ શું? વિ.વિ. જગતનાં તમામ આધ્યાત્મિક પ્રશ્નોનાં સંપૂર્ણ ફોડ પડ્યા! આમ કુદરતે, જગતને ચરણે એક અજોડ પૂર્ણ દર્શન ધર્યું અને તેનું માધ્યમ બન્યા શ્રી અંબાલાલ મૂળજીભાઈ પટેલ, ચરોતરનાં ભાદરણ ગામનાં પાટીદાર, કંટ્રાકટનો ધંધો કરનાર, છતાં પૂર્ણ વીતરાગ પુરૂષ! અક્રમમાર્ગની અદ્ભુત કુદરતની ભેટ ! એમને પ્રાપ્તિ થઈ તે જ રીતે માત્ર બે જ કલાકમાં, અન્યને પણ પ્રાપ્તિ કરાવી આપતાં, એમના અદ્ભૂત સિધ્ધ થયેલા જ્ઞાનપ્રયોગથી! એને અક્રમ માર્ગ કહ્યો. અક્રમ એટલે ક્રમ વિનાનો અને ક્રમ એટલે પગથિયે પગચિયે, ક્રમે ક્રમે ઊંચે ચઢવાનો! અક્રમ એટલે લિફટ માર્ગ! શોર્ટકટ! દાદા ભગવાન કોણ ? તેઓશ્રી સ્વયં પ્રત્યેકને દાદા ભગવાન કોણ નો ફોડ પાડતા કહેતાં, ‘‘આ દેખાય છે તે ‘દાદા ભગવાન' ન્હોય. દાદા ભગવાન તો ચૌદલોકના નાથ છે, એ તમારામાં ય છે, બધામાં ય છે. પણ તમારામાં પ્રગટ નથી થયેલા, તમારામાં અવ્યક્તરૂપે રહેલા છે ને ‘અહીં ’ સંપૂર્ણપણે વ્યક્ત થયેલા છે! હું પોતે ભગવાન નથી. મારી અંદર પ્રગટ થયેલા દાદા ભગવાનને હું નમસ્કાર કરૂં છું.'' ‘હું’ કોણ છું ? અનંત અવતારથી ‘પોતે’ પોતાથી જ ગુપ્ત રહેલો છે! પોતે કોણ છે એ જાણવા માટે આ અવતાર છે. એ જાણવાની શું મેયડ? હું કોણ? મારૂં શું? |એ વસ્તુ સ્વરૂપ છે ને My સંયોગ સ્વરૂપ છે. I એ ભગવાન ને My એ માયા. My name sett. Body My body. My mind, My speech, My ego, My intellect, My wife, My children, My money, My house કહેવાય. પણ I am house કહેવાય? જગતમાં જે જે છે એ બધું My માં જાય છે. । માં શું આવે છે? બીજું કંઈ જ નહિ. | એકલો જ છે. Absolute છે. એ | આ૫ણે પોતે જ છીએ, રીયલ છીએ, 29
SR No.008877
Book TitleVartaman Tirthankar Shri Simandhar Swami
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1197
Total Pages81
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size53 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy