SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧ ૫૨. કે પ્રેમમાં “ઈમોશતલપણું નથી ! પ્રશ્નકર્તા : આ પ્રેમ સ્વરૂપ જે છે એ પણ કહેવાય છે કે હૃદયમાંથી આવે છે અને ઈમોશનલપણું પણ હૃદયમાંથી જ આવે છે ને ? દાદાશ્રી : ના, એ પ્રેમ ન હોય. પ્રેમ તો શુદ્ધ પ્રેમ હોવો જોઈએ. આ ટ્રેનમાં બધા માણસો બેઠાં છે અને ટ્રેન ઈમોશનલ થાય તો શું થાય ? પ્રશ્નકર્તા : ગરબડ થઈ જાય. એક્સિડન્ટ થઈ જાય. દાદાશ્રી : લોક મરી જાય. એવી રીતે આ માણસ ઈમોશનલ થાય છે ત્યારે મહીં એટલી બધી જીવાત મરી જાય છે અને એની જવાબદારી પોતાને માથે આવે છે. અનેક જાતની આવી જવાબદારીઓ આવે છે, ઈમોશનલ થઈ જવાથી ? પ્રશ્નકર્તા : ‘ઈમોશન’ વગરનો માણસ પથ્થર જેવો ના થઈ જાય ? દાદાશ્રી : હું ‘ઈમોશન’ વગરનો છું, તે પથ્થર જેવો લાગું છું? બિલકુલ ‘ઈમોશન” નથી મારામાં. ઈમોશનવાળો મિકેનિકલ થઈ જાય. પણ મોશનવાળો તો મિકેનિકલ થાય નહીં ને ! પ્રશ્નકર્તા : પણ જો પોતાનું ‘સેલ્ફ રિયલાઈઝ' ના થયું હોય તો પછી આ ‘ઈમોશન’ વગરનો માણસ પથ્થર જેવો જ લાગે ને ? દાદાશ્રી : એ હોય જ નહીં. એવું બને જ નહીં ને ! એવું કોઈ દહાડો બનતું જ નથી. નહીં તો પછી એને મેન્ટલમાં લઈ જાય છે. પણ એ મેન્ટલો ય બધા ઈમોશનલ જ હોય છે. આખું જગત જ ઈમોશનલ દાદાશ્રી : શું થાય છે એ જોવાનું. પ્રશ્નકર્તા : દાખલા તરીકે છોકરો બહારગામ ભણવા ગયો. અને એરપોર્ટ ઉપર મા ને બાપ બન્ને ગયાં, અને માની આંખમાંથી આંસુ પડ્યા અને બાપ રડ્યો નહીં. એટલે તું કઠણ પથ્થર જેવો છું, કહે છે. દાદાશ્રી : ના, હોય નહીં, લાગણી આવી. બહારગામ જતો હોય તો શું? એના આંખમાં આંસુ પડે તો એને વઢવી જોઈએ કે ઢીલી આવી કંઈ સુધી રહીશ, મોક્ષે જવું છે તો. પ્રશ્નકર્તા: ના, એટલે એમ કે એ જો લાગણી ના હોય, તો એટલો માણસ છે તો કઠોર થઈ જાય છે. એ લાગણી વગરનો માણસ બહુ કઠોર હોય છે. દાદાશ્રી : લાગણી તો જેને આંખમાં આંસુ નથી આવતાં તેની સાચી છે અને તમારી ખોટી લાગણી છે. તમારી દેખાવની લાગણી છે અને એની સાચી લાગણી છે. સાચી લાગણી હાર્ટિલી હોય. એ બધું ખોટુંઊંધું માની બેઠેલું. લાગણી કંઈ જબરજસ્તી થાય નહીં. એ તો નેચરલ ગિફટ છે. એવું કહેતા હોય કે કઠણ પથ્થર જેવો છું, તો લાગણી ઉત્પન્ન થતી હોય તોય બંધ થઈ જાય. એ કંઈ રડવું અને પછી તરત ભૂલી જવું એ લાગણી કહેવાય નહીં. લાગણી તો રડવુંય નહીં અને યાદ રહેવું, એનું નામ લાગણી કહેવાય. લાગણીવાળા તો અમેય, કોઈ દહાડોય ૨ડીએ નહીં, પણ છતાંય બધાંને માટે લાગણી કાયમની. કારણ કે જેટલાં વધુ મળે એટલાં તો રોજ અમારા જ્ઞાનમાં આવતાં જ હોય બધાં. પ્રશ્નકર્તા: મા-બાપ પોતાના બાળકો માટે જે રીતે લાગણી બતાવે છે, તો ઘણી વખત લાગે છે કે ખૂબ બતાવતાં હોય છે. દાદાશ્રી : એ ઈમોશનલ જ છે બધું. ઓછી બતાવનારેય ઈમોશનલ કહેવાય. નોર્મલ જોઈએ. નોર્મલ એટલે ખાલી ડ્રામેટિક ! ડ્રામાની સ્ત્રી જોડે ડ્રામા કરવાનો તે અસલ, એક્કેક્ટ. લોકો એમ સમજે કે સહેજ ભૂલ નથી કરી. પણ બહાર નીકળતી વખતે એને કહીએ, હેંડ મારી જોડે, તો અશ્રુથી વ્યક્ત એ તહીં ખરી લાગણી ! પ્રશ્નકર્તા : સંસારમાં રહેવા માટે લાગણીની જરૂર છે. લાગણી પ્રદર્શિત કરવી જ પડે. લાગણી પ્રદર્શિત ન કરો, તો મૂઢ કહે છે. હવે જ્ઞાન આવે, જ્ઞાનની સમજ ઉતરે, પછી લાગણી એટલી પ્રદર્શિત નથી થતી. હવે કરવી જોઈએ, વ્યવહારમાં ?
SR No.008870
Book TitlePrem
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year2005
Total Pages37
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size335 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy