SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિક્રમણ પ્રતિક્રમણ દાદાશ્રી : ઓહોહો ! હા. પ્રશ્નકર્તા : એની જ વાત છે. દાદાશ્રી : એટલે “ચા” તો હું પીતો નથી. છતાં પીવાના સંજોગ બાઝે છે. અને ફરજીયાત ઊભું થાય છે. ત્યારે શું કરવું પડે ? જો કદી પ્રત્યાખ્યાન કર્યા સિવાય, જો પીઉં તો “એ” ચોંટી પડે. એટલે તેલ ચોપડીને રંગવાળું પાણી રેડવાનું. પણ તેલ ચોપડીને. હા. પ્રત્યાખ્યાનરૂપી અમે તેલ ચોપડીએ પછી પાણી લીલા રંગવાળું રેડે, પણ મહીં ચોંટે નહીં. એટલે પ્રત્યાખ્યાન કરીને પછી ચા પીધી મેં ! આ એટલું સમજવા જેવું છે. પ્રત્યાખ્યાન કરીને કરો આ બધું. પ્રતિક્રમણ તો જ્યારે અતિક્રમણ થાય ત્યારે કરો. આ ચા પીવી એ અતિક્રમણ ના કહેવાય. ચા ફરજીયાત પીવી પડે. એ અતિક્રમણ ના કહેવાય. એ તો પ્રત્યાખ્યાન ના કરો તો, તેલ ના ચોપડો, તો થોડુંક ચોંટી જાય. હવે તેલ ચોપડીને કરજો ને (૧૮૭) અમારે અશાતા ઓછી હોય. અમારે જોને મહિનો, મહિનો એવો આવ્યો તે દાદાને એક્સિડન્ટના જેવો ટાઈમ થયો. પછી જે આ આવ્યું, જાણે દીવો હોલવાઈ જવાનો થાય એવું થઈ ગયું. પ્રશ્નકર્તા : એવું કંઈ થવાનું નથી, દાદા. દાદાશ્રી : ના. એમ નહીં, ‘હીરાબા' ગયા તો, ‘આ’ ના જવાનું થાય ? એ તો કયું વેદનીય કર્મ આવ્યું ? પ્રશ્નકર્તા : અશાતા વેદનીય. દાદાશ્રી : લોકો સમજે છે કે અમને વેદનીય એ છે, પણ અમને વેદનીય અડે નહીં, તીર્થંકરોને અડે નહીં, અમને હીરાબાની પાછળ ખેદ નથી. અમને અસરે ય ના હોય કોઈ, લોકોને એમ લાગે કે, અમને વેદનીય આવ્યું, અશાતા વેદનીય આવ્યું. પણ અમને તો એક મિનિટ, એક સેકન્ડેય અશાતા અડી નથી, આ વીસ વર્ષથી ! અને એ જ વિજ્ઞાન મેં તમને આપ્યું છે. અને તમે કાચા પડો તો તમારું ગયું. સમજણથી કાચા પડાય જ નહીંને, કોઈ દહાડો ?' પ્રશ્નકર્તા: અંબાલાલભાઈને તો અડેને ? ‘દાદા ભગવાનને’ તો વેદનીય કર્મ ના અડે. દાદાશ્રી : ના. કોઈનેય અડે નહીં. એવું આ વિજ્ઞાન છે. અડતું હોય તો ગાંડા જ થઈ જાયને ? આ તો અણસમજણથી દુ:ખ છે. સમજણ હોય તો આ ફાઈલને ના અડે. કોઈનેય અડે નહીં. જે દુ:ખ છે તે અણસમજણનું જ છે. આ જ્ઞાનને જો સમજી લેને, તો દુઃખ જ હોય કેમ કરીને ? અશાતા યુ ના હોય ને શાતા ય ના હોય.. ' (૧૯૮) ૧૩. વિમુક્તિ આર્ત-રૌદ્ર ધ્યાત થકી ! પ્રશ્નકર્તા : કહેવાય છે કે આર્તધ્યાન ને રૌદ્રધ્યાન ક્ષણે ક્ષણે થયાં જ કરતાં હોય છે. તો આર્તધ્યાન કોને કહેવું ને રૌદ્રધ્યાન કોને કહેવું એ જરા સ્પષ્ટીકરણ કરી આપો. દાદાશ્રી : આર્તધ્યાન છે તે પોતે પોતાને જ. કોઈનેય વચ્ચે લાવે નહીં. કોઈના ઉપર ગોળી વાગે નહીં. એવી રીતે સાચવી અને પોતે પોતાની મેળે દુઃખ વેઠયા કરે અને કોકના ઉપર ગોળી છોડી દે એ રૌદ્રધ્યાન. આર્તધ્યાન તો પોતાને જ્ઞાન ના હોય અને ‘હું ચંદુલાલ છું’ એમ થઈ જાય, અને મને આમ થાય કે આમ થયું તો શું થઈ જશે ? છોડીઓ તું પૈણાવાનો હતો ? ૨૪ વરસની થાય ત્યારે પૈણાવાની. આ પાંચ વર્ષની હોય ત્યારથી ચિંતા કરે, એ આર્તધ્યાન કર્યું કહેવાય. સમજ પડીને ? (૧૯૮) પોતાને માટે અવળું વિચારવું, અવળું કરવું, પોતાની ગાડી ચાલશે કે નહીં ચાલે. માંદા થયા ને મરી જવાય તો શું થાય ? એ આર્તધ્યાન કહેવાય. રૌદ્રધ્યાન તો આપણે બીજાને માટે કલ્પના કરીએ કે આણે મારું નુકસાન કર્યું. એ બધું રૌદ્રધ્યાન કહેવાય. અને બીજાના નિમિત્તે વિચાર કરે, બીજાને કંઈપણ નુકસાન થાય એવો વિચાર આવ્યો, તો એ રૌદ્રધ્યાન થયું કહેવાય. મનમાં વિચાર આવ્યો કે, કાપડ ખેંચીને આપજો. તેં ખેંચીને આપજો કહ્યું, ત્યારથી જ ઘરાકોના હાથમાં કાપડ
SR No.008869
Book TitlePratikramana Sankshipt
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year2002
Total Pages52
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size82 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy