SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિક્રમણ ૩૨ પ્રતિક્રમણ બને ત્યાં સુધી ‘શૂટ ઑન સાઈટ' રાખવું. થઈ ગયું ને તરત જ પ્રતિક્રમણ કરવું. અને ના બને તો સાંજે ભેગા કરીને કરવું. પણ ભેગાં રહી જશે બે-ચાર. એ ક્યાં રાખવાં જોઈએ ?! અને કોણ રાખે એને ? એ તો “શૂટ ઑન સાઈટનો આપણો ધંધો છે !!! (૧૨૪) જ્યારથી દોષ દેખાતો થયો, ત્યારથી જાણવું કે, મોક્ષમાં જવાની ટિકિટ આવી ગઈ. પોતાનો દોષ કોઈને દેખાય નહીં. મોટા-મોટા સાધુ-આચાર્યોને પણ ! પોતાનો દોષ એમને ના દેખાય. મૂળમાં મોટામાં મોટી ખામી આ. અને આ વિજ્ઞાન એવું છે કે, આ વિજ્ઞાન જ તમને નિષ્પક્ષપાત રીતે જજમેન્ટ આપે છે. પોતાના બધા જ દોષ ખુલ્લા કરી આપે. થઈ ગયા પછી કરી આપે, પણ ખુલ્લા કરી આપે છેને ? હમણે થઈ ગયું. તે થઈ ગયું !! એ તો જુદું છે, ગાડીની સ્પીડ (ઝડપ) ભારે હોય તો કપાઈ જાયને ? પણ ત્યારે ખબર પડીને ? (૧૨૭) ૭. થાય ચોખ્ખો વ્યાપાર! પ્રશ્નકર્તા ઃ તમે એ રીતે ચંદુભાઈને છૂટા મૂકી દો તો એ તો ગમે તે કરે ? દાદાશ્રી : ના. એ તેથી જ મેં વ્યવસ્થિત કહેલું કે, એક વાળ ફેરફાર કરવાનો અધિકાર એક જિંદગી માટે નથી. ‘વન લાઈફ' માટે હું !! જે લાઈફમાં હું વ્યવસ્થિત આપું છું. એ વ્યવસ્થિતમાં ફેરફાર થઈ શકે એમ નથી. ત્યારે જ હું તમને છૂટા મૂકી દઉં છું. એટલે હું જોઈને કહું છું, ને તેથી મારે વઢવું ય ના પડે, કે બૈરી જોડે કેમ ફરતા'તા ? ને કેમ આમ તેમ ?! મારે કશું વઢવું ના પડે. બીજી લાઈફ માટે નહીં, પણ આ એક લાઈફ માટે, યુ આર નોટ રિસ્પોન્સિબલ એટ ઓલ ! (બિલકુલ) એટલું બધું કહ્યું છે પાછું. પ્રશ્નકર્તા : વ્યાજ ખવાય કે ના ખવાય ? દાદાશ્રી : વ્યાજ ચંદુલાલને ખાવું હોય તો ખાય, પણ એને કહેવું કે પ્રતિક્રમણ કરજો પછી. (૧૩૦) આ પ્રતિક્રમણથી સામા ઉપર અસર પડે, અને એ પૈસા પાછા આપે. સામાને એવી સદ્બુદ્ધિ ઉત્પન્ન થાય. પ્રતિક્રમણથી આમ સવળી અસર થાય છે. તો આપણા લોકો ઘેર જઈને ઊઘરાણીવાળાને ગાળો આપે તો તેની અવળી અસર થાય કે ના થાય ? ઊલટું લોકો વધારે ને વધારે ગૂંચવે છે. બધું અસરવાળું જગત છે. પ્રશ્નકર્તા : આપણે કોઈ લેણદારનું પ્રતિક્રમણ કરીએ તોય એ માગતો તો રહેને ? દાદાશ્રી : માગવા-ના માગવાનો સવાલ નથી. રાગ-દ્વેષ ના થવા જોઈએ. લેણું તો રહેય ખરું ! (૧૩૧) એક જણ કહે, ‘મને ધર્મ નથી જોઈતો. ભૌતિક સુખો જોઈએ છે.” તેને હું કહીશ, ‘પ્રમાણિક રહેજે, નીતિ પાળજે.’ મંદિરમાં જવાનું નહીં કહું. બીજાને તું આપું છું એ દેવધર્મ છે. પણ બીજાનું, અણહક્કનું લેતો નથી એ માનવધર્મ છે. એટલે પ્રમાણિકપણું એ મોટામાં મોટો ધર્મ છે. ‘ડીસ ઑનેસ્ટી ઈઝ ધી બેસ્ટ ફૂલીશનેસ !!!! ઑનેસ્ટ થવાતું નથી, તો મારે શું દરિયામાં પડવું? મારા દાદા’ શીખવાડે છે કે, ડીસઑનેસ્ટ થાઉં તેનું પ્રતિક્રમણ કર. આવતો ભવ તારો ઉજળો થઈ જશે. ડીસઑનેસ્ટીને, ડીસઑનેસ્ટી જાણ ને તેનો પશ્ચાત્તાપ કર. પશ્ચાત્તાપ કરનાર માણસ ઑનેસ્ટ છે એ નક્કી છે. હમણાં ભાગીદાર જોડે મતભેદ પડી જાય, તો તરત તમને ખબર પડી જાય કે, ‘આ વધારે પડતું બોલી જવાયું. એટલે તરત એના નામનું પ્રતિક્રમણ કરવું. આપણું પ્રતિક્રમણ કેશ પેમેન્ટનું (રોકડું) હોવું જોઈએ. આ બેંકે ય કેશ કહેવાય છે. અને પેમેન્ટ ય કેશ કહેવાય છે. (૧૩૪) ઑફિસમાં પરમીટ (પરવાનો) લેવા ગયા, પણ સાહેબ ના આપી તો મનમાં થાય કે ‘સાહેબ નાલાયક છે, આમ છે, તેમ છે', હવે આનું ફળ શું આવશે તે જાણતો નથી. માટે આ ભાવ ફેરવી નાખવો, પ્રતિક્રમણ કરી નાખવું. એને અમે જાગૃતિ કહીએ છીએ. આ સંસારમાં અંતરાય કેવી રીતે પડે છે તે તમને સમજાવું. તમે જે
SR No.008869
Book TitlePratikramana Sankshipt
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year2002
Total Pages52
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size82 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy