SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિક્રમણ ૨૭ દાદાશ્રી : પણ એ પ્રતિક્રમણ જ ન હોયને ! એ તો બધાં તમે અણસમજણથી ઊભાં કરેલા પ્રતિક્રમણ ! પ્રતિક્રમણ એટલે તરત દોષ ઘટવો જોઈએ. એનું નામ પ્રતિક્રમણ કહેવાય. આપણે ઊંધા ગયેલા, તે પાછા ફર્યા એનું નામ પ્રતિક્રમણ કહેવાય. આ તો પાછા ફર્યા નહીં ને ત્યાં ને ત્યાં જ છે ! ત્યાંથી આગળ ગયા છે ઊલટાં !!! એટલે એને પ્રતિક્રમણ કહેવાય જ કેમ કરીને ? (૧૧૪) જ્યારે જ્યારે ગૂંચ પડવાની થાય ત્યારે ત્યારે દાદા અવશ્ય યાદ આવી જ જાય અને ગૂંચો પડે નહીં, અમે તો શું કહીએ કે આ ગૂંચો પાડીશ નહીં, અને ક્યારેક ગૂંચ પડી જાય તો પ્રતિક્રમણ કરજે. આ તો ગૂંચ શબ્દની તરત જ સમજણ પડે. આ લોકો ‘સત્ય, દયા, ચોરી નહીં કરો.' એ સાંભળી સાંભળીને તો થાકી ગયાં છે. ગૂંચ રાખીને સૂઈ ના જવું જોઈએ. ગૂંચ મહીં પડી હોય તો તે ગૂંચ રાખીને સૂઈ ના જવું જોઈએ. ગૂંચનો ઊકેલ લાવવો જોઈએ. છેવટે કશો ઊકેલ ના જડે તો ભગવાન પાસે માફી માગ માગ કરીએ, કે આની જોડે ગૂંચ પડી ગઈ છે તે બદલની માફી માગ માગ કરું છું, તો ય ઊકેલ આવે. માફી જ મોટામાં મોટું શસ્ત્ર છે. બાકી દોષો તો, નિરંતર દોષો જ થયા કરે છે. (૧૧૬) સામાને ઠપકો આપો છો તો તમને એમ ખ્યાલ નથી આવતો કે તમને ઠપકો આપે તો શું થાય ? એ ખ્યાલ રાખીને ઠપકો આપો. એનું નામ માનવ અહંકાર. સામાનો ખ્યાલ રાખીને દરેક કાર્ય કરવું એનું નામ માનવ અહંકાર, આપણો ખ્યાલ રાખીને દરેકની જોડે વર્તન કરવું અને ગોદા મારવા, તો એનું નામ શું કહેવાય ? પ્રશ્નકર્તા : પાશવી અહંકાર. (૧૧૬) દાદાશ્રી : એમ કોઈ કહે કે ‘તારી ભૂલ છે’ તો આપણે ય કહેવું, ‘ચંદુભાઈ તમારી ભૂલ થઈ હશે ત્યારે જ એ કહેતાં હશે ને ? નહીં તો એમ ને એમ તો કોઈ કહેતું હશે ? કારણ કે એમ ને એમ કોઈ કહે નહીં. કંઈકૈય ભૂલ હોવી ઘટે. એટલે આપણે એમાં કહેવામાં વાંધો શો ? ભઈ, તમારી કંઈક પ્રતિક્રમણ ભૂલ હશે માટે કહેતાં હશે. માટે માફી માગી લો, અને ‘ચંદુભાઈ’ કોઈને દુઃખ દેતાં હોય તો આપણે કહેવું કે પ્રતિક્રમણ કરી લો બા. કારણ કે આપણે મોક્ષે જવું છે. હવે ગમે તેમ એ કરવા જઈએ તે ચાલે નહીં. (૧૧૮) ૨૮ બીજાના દોષ જોવાનો અધિકાર જ નથી. એટલે એ દોષની માફી, ક્ષમા, પ્રતિક્રમણ કરવું. પરદોષ જોવાની તો પહેલેથી એમને હેબીટ (ટેવ) હતી જ ને, એમાં નવું છે જ નહીં. એ હેબીટ છૂટે નહીં એકદમ. એ તો આ પ્રતિક્રમણથી છૂટે પછી. જ્યાં દોષ દેખાયા ત્યાં પ્રતિક્રમણ કરો. શૂટ ઑન સાઈટ ! પ્રશ્નકર્તા : હજુ પ્રતિક્રમણ થવાં જોઈએ એ થતાં નથી. દાદાશ્રી : એ તો જે કરવું હોય ને ?! એનો નિશ્ચય કરવો પડે. પ્રશ્નકર્તા : નિશ્ચય કરવો એટલે એમાં કરવાનો અહંકાર આવ્યોને પાછો ? એ શું વસ્તુ છે ? એ સમજાવો. દાદાશ્રી : કહેવા માટે છે, કહેવા માત્ર છે. પ્રશ્નકર્તા : ઘણાં લોકો એમ સમજે છે, મહાત્માઓમાં કે, આપણે કંઈ કરવાનું જ નહીં, નિશ્ચયે નહીં કરવાનો. દાદાશ્રી : ના, મને પૂછે તો હું એને કહું કે, એ નિશ્ચય એટલે શું કે ડિસાઈડેડપૂર્વક કરવું. ડિસાઈડડ એટલે શું ? આ નહીં ને, ‘આ’ બસ. આમ નહીં ને આમ હોવું જોઈએ. (૧૧૯) પ્રશ્નકર્તા : મહીં ઉત્પાત્ત થયો હોય, ત્યારે ‘શૂટ ઑન સાઈટ' એનો નિકાલ કરતાં ના આવડે પણ સાંજે દસ-બાર કલાક પછી એમ વિચાર આવે કે આ બધું ખોટું થયું તો એનો નિકાલ થઈ જાય ખરું ? મોડેથી થાય તો ? દાદાશ્રી : હા. મોડેથી થાય તો એનું પ્રતિક્રમણ કરવું જોઈએ. ખોટું થયા પછી પ્રતિક્રમણ કરવું કે આ મારી ભૂલ થઈ હવે ફરી નહીં કરું. હે દાદા ભગવાન ! મારી ભૂલ થઈ. હવે ફરી નહીં કરું. તરત ના થાય તો બે કલાક પછી કરો. અરે, રાત્રે કરો, રાત્રે યાદ કરીને
SR No.008869
Book TitlePratikramana Sankshipt
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year2002
Total Pages52
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size82 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy