SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ (૫) અક્રમ વિજ્ઞાનની રીતિ દાદાશ્રી : તમારે નવ કલમો બોલો એ જુદું છે અને આ દોષનાં પ્રતિક્રમણ કરો એ જુદું છે. જે દોષ થાય તેનાં પ્રતિક્રમણ તો રોજેય કરવાનાં. ૧૦૯ પ્રશ્નકર્તા : એ જે નવ કલમો આપી છે એ વિચાર, વાણી અને વર્તનની શુદ્ધતા માટે જ આપી છેને ? દાદાશ્રી : ના, ના. અક્રમ માર્ગમાં એવી શુદ્ધતાની જરૂર જ નથી. આ નવ કલમો તો તમારા હિસાબ બધા બંધાયેલા હોય, અનંત અવતારના બધાની જોડે એ હિસાબ છૂટી જવા માટે આપી છે, ચોપડા ચોખ્ખા કરવા માટે આપી છે. પ્રશ્નકર્તા : આ ચોપડા બધા વિચાર, વાણી ને વર્તનના જ છેને ? દાદાશ્રી : ના, એ વિચાર-વાણી-વર્તન એ જુદી વસ્તુ છે. એ શું કહેવા માગે છે કે ક્રમિક માર્ગમાં આજે જે આચાર પાળે છે, એ આચાર જો હું રાજીખુશી થઈને પાળતો હોઉં, તો એ બીજ પડશે. અને આવતા ભવનું પાછું તારું ચાલું થશે પણ આચાર જ ના પાળતો હોય એને ક્રમિક માર્ગ હોય નહીં અને અક્રમમાં તો આચાર-બાચારની જરૂર જ નહીં અને અક્રમમાં તો આર્તધ્યાન-રૌદ્રધ્યાન બંધ થઈ જવું જોઈએ. પ્રશ્નકર્તા : એટલે એનો અર્થ એ થયો કે અક્રમની અંદર જે જ્ઞાન લે છે, વિચાર, વાણી ને વર્તન ‘ડિસ્ચાર્જ’ રૂપે છે, એટલે એ પ્રશ્ન ઊભો થતો જ નથી. દાદાશ્રી: વિચાર, વાણી ને વર્તન ડિસ્ચાર્જ રૂપે જ છે ને એને લેવાદેવા શું છે ? આ તો અનંત અવતારથી લોકોની જોડે જ ખટપટ થયેલી હોય તે આ નવ કલમો બોલે એટલે બધા ઋણાનુબંધ છૂટી જાય, એ પ્રતિક્રમણ છે, એ બહુ મોટામાં મોટું પ્રતિક્રમણ છે. જબરજસ્ત પ્રતિક્રમણ છે એ. પ્રતિક્રમણ પ્રશ્નકર્તા : આ નવ કલમો છે, તો એ નવ કલમોમાં જેમ કહે છે એ જ પ્રમાણે અમારી ભાવના છે, ઇચ્છા છે, બધું છે, અભિપ્રાયથીય છે. ૧૧૦ દાદાશ્રી : એ બોલ્યા એટલે તમારા અત્યાર સુધી જે દોષ થઈ ગયેલાને એ બધા બોલવાથી ઢીલા થઈ જાય. અને આ તો પછી એનું ફળ તો આવે જ. બળેલી દોરી જેવા થઈ જાય, તે આમ હાથ કરીએને, એટલે એ પડી જાય. ܀
SR No.008868
Book TitlePratikramana Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherMahavideh Foundation
Publication Year2008
Total Pages307
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size79 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy