SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૪) જીવનભરના વહેણમાં તણાતાને તારે જ્ઞાન ૪૩૩ ૪૩૮ પ્રતિક્રમણ ની , દાદાશ્રી : દોષ દેખાય છે, એટલે એ દોષ જતા રહેવાના. દોષ તો દેખાય જ ને ! દોષ દેખાય તો આત્મા થયો. શુદ્ધ થાય તો જ દોષ દેખાય ને ! પ્રશ્નકર્તા : પણ આખો દિવસ ? હરેક ક્ષણે ? દાદાશ્રી : હા, તે દોષ દેખાય તો સારું ઊલટું. તપ એટલા માટે કરવાનાં કહ્યાં છે કે પોતાના દોષ દેખાય, એ જાગૃતિ આવે. એ જાગૃતિ જ દોષ દેખાડે. પૈણતી વેળાતાંય પ્રતિક્રમણ પ્રશ્નકર્તા : કેટલું કેટલું ધો ધો કરીએ છીએ પણ હજુ કેટલાં ચીકણાં કર્મો છે ? દાદાશ્રી : સંસાર એટલે અતિક્રમણ અને પ્રતિક્રમણથી ધોઈ નાખવાનું. નિયમિત ખાઓ છો, પીઓ છો, હવા આખો દહાડો લો છો ને ? એવું એ પ્રતિક્રમણેય આખો દહાડો રહે. ફૂમતું ઘાલી પૈણ્યા'તા, તે ઘડીએ શરમ નહોતી આવતી ? આમ ફૂમતું ઘાલીને પૈણેલાને બધા ? હવે તે ઘડીએ વિચાર નહોતો કર્યો કે આ બધાં પ્રતિક્રમણ કરવા પડશે. હવે ભેગાં પ્રતિક્રમણ કરવાં પડે છે તે વસમાં લાગે છે ! દોષ છે તો જોતારોય છે પ્રશ્નકર્તા : દાદા, દોષ દેખાતા બંધ થઈ જાય એવું કરો. દાદાશ્રી : ના, એ દોષો તો દેખાય, બળ્યા ! દોષો દેખાય છે તેથી તો આત્મા છે ને પેલું શેય છે. પ્રશ્નકર્તા : પણ દેખાય નહીં એવું ન થાય ? દાદાશ્રી : ના, ના દેખાય તો તો આત્મા જતો રહે. આત્મા છે તો દોષ દેખાય છે. પણ હવે એ દોષો નથી, એ જોય છે ને તમે જ્ઞાતા પસ્તાવો કરે ચંદુ પ્રશ્નકર્તા : કોઈ ભૂલ કરીએ, એનું આપણે પ્રતિક્રમણ કરીએ છતાંય એ પ્રતિક્રમણ કરીને શુદ્ધ કેમ ના થઈ જવાય ? મનનો ભાવ આનંદિત કે નોર્મલ કેમ ના થાય ? એ તો એકાદ દિવસ સુધી કેમ વળગેલો રહે ? દાદાશ્રી : તેમાં શું વાંધો છે ? જો પસ્તાવો વધારે તો ફરી ભૂલ થાય નહીં. જાગૃતિ રહે એટલે નુકસાનકારક નહીં. છોને વળગતું હશે, ફરી ભૂલ ના થાય. પ્રશ્નકર્તા : પસ્તાવો થાય એટલે પછી આપણે બીજા ધ્યાનમાંથી છૂટીને એમાં રહ્યા કરીએને ? દાદાશ્રી : જેમ જેમ પસ્તાવો થાય તેમ તેમ સારું. તમારે પસ્તાવાની જરૂર નહીં. તમારે તો આ ચંદુલાલ પસ્તાય. આપણે કર્યું નથી. અધવચ્ચે ફિલ્મ બંધ કરાય ? પ્રશ્નકર્તા હવે આ જિંદગીનો ડ્રામા જલદી પૂરો થયા તો સારું. દાદાશ્રી : આવું કેમ બોલ્યા ? તો આ બંગડીઓ કોણ પહેરશે? પ્રશ્નકર્તા : નથી પહેરવી હવે. છો. અતિક્રમણોથી ટાળો હવે પ્રશ્નકર્તા : આજે બધી ફાઈલો છે ને, એટલે આખો દિવસ એટલા બધા દોષો દેખાય છે કે હવે મને મારાથી ખૂબ કંટાળો આવે દાદાશ્રી : એ તો આવે જ. પ્રશ્નકર્તા : આખો દિવસ દોષ એટલા બધા દેખાય છે ક્ષણે ક્ષણે.
SR No.008868
Book TitlePratikramana Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherMahavideh Foundation
Publication Year2008
Total Pages307
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size79 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy