SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૪) જીવનભરના વહેણમાં, તણાતાને તારે જ્ઞાન 709 ૪૦૮ પ્રતિક્રમણ પ્રશ્નકર્તા : કર્યું હતું. દાદાશ્રી : ફરી કરવાની કોઈએ ના પાડી છે ખરી ? પ્રશ્નકર્તા : ના, હમણાં ફરી કરાતું હતું. એક દિવસ એ બધા બેઠા હતા. દાદાશ્રી : આ તો ઘરેય કરવું હોય તોય થાય આપણે. પ્રશ્નકર્તા: આજે પહેલીવાર સામાયિકમાં બેસાયું દાદા, ઘણો આનંદ થયો. દાદાશ્રી : એટલે બધાનાં પ્રતિક્રમણ કરે, ઘરવાળાનાં તો રોજેય, પછી આપણા નજીકના સગાંઓનાં, જેને તણછા વાગ્યા હોય એ બધાનાં પહેલાં પ્રતિક્રમણ કરી નાખવાં. યાદ આવે કે ના આવે ? પ્રશ્નકર્તા : આવે છે. રોજ સામાયિકમાં બેસીને કર્યા કરવાનું. દાદાશ્રી : આ પ્રતિક્રમણ કરવાથી તને એમ મહીં ખાત્રી થઈ કે હવે આ અનુભવ સારો થયો ? પ્રશ્નકર્તા : દાદા, પહેલાં કેવું હતું કે પ્રતિક્રમણ કરુંને, તો મને એમ જ થાય કે મારો દોષ નથી ને ખોટું-ખોટું શું પ્રતિક્રમણ કરવાનું? દાદાશ્રી : ના, પણ હવે ? પ્રશ્નકર્તા : હવે ખ્યાલ આવે. દાદાશ્રી : આજે આનંદ થયો ? પ્રશ્નકર્તા : હા, શું ભૂલ એ સમજાઈ, પહેલાં તો એ સમજાતું જ ન હતું. હવે થોડા વખતથી સમજાય છે. દાદાશ્રી : હજુ મૂળ ભૂલ સમજાશે ને ત્યારે બહુ આનંદ થશે પ્રતિક્રમણથી. હંમેશાં આનંદ ન થાય તે પ્રતિક્રમણ કરતાં આવડ્યું નથી. અતિક્રમણથી જો (પોતાને) દુઃખ ના થાય તો એ માણસ, માણસ નથી. પ્રશ્નકર્તા : મૂળ ભૂલ કઈ, દાદા ? દાદાશ્રી : પહેલાં ભૂલ જ દેખાતી ન હતીને ! હવે દેખાય છે. તે સ્થૂળ દેખાય છે. હજુ તો આગળ દેખાશે. પ્રશ્નકર્તા : સૂક્ષ્મ, સૂક્ષ્મતર.... દાદાશ્રી : ભૂલો દેખાતી જશે. આ તો જાડું ખાતું. ઉપરનો દેહ દેખાયો. મહીં કેવાં છે એ શું ખબર પડે ? આ બે બેની ઉપર ગોરાં ગપ જેવાં છે, મહીં કેવાં છે એ શું ખબર પડે ? એટલે મહીંનું જુએ ત્યારે મૂળ ભૂલ સમજાય, સમજાય છે તને ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : આ ઢીંગલી જેટલો દેહ, ચણા જેટલું આપણું નાક, પણ આ સમજણ જુઓને, કેટલી ભરેલી છે ! વિશાતી, જીવંત પ્રતિક્રમણ તણી આપણાં અહીં બે-ત્રણ કલાક પ્રતિક્રમણ કરે, તે બે-ત્રણ કલાક સુધી તો દોષો જ દેખાય. આને જીવતું પ્રતિક્રમણ કહેવાય. આ પ્રતિક્રમણ કરવા બેસે ને, તે ઘડીએ તો શુદ્ધાત્મા થઈ જ જાય. પ્રતિક્રમણ કરવા બેસે પછી તો પ્રતિક્રમણ થા થા કરે છે કે ? આપણે ના કરવા હોય તોય થયા કરે ? પ્રશ્નકર્તા : હા, પછી થયા કરે. દાદાશ્રી : મેં કહ્યું, ‘બંધ કરી દો હવે તો ?” પ્રશ્નકર્તા : તો ગરગડી ચાલુ જ રહે. દાદાશ્રી : કોણ ચલાવે છે એ ? ત્યારે કહે, ‘શુદ્ધાત્મા પ્રાપ્ત થયો છે, આ બધી ક્રિયા છે તે પ્રજ્ઞાની છે. પહેલાં “અજ્ઞા'ની ક્રિયા હતી. આ જે પેલા લોકો બધા શુદ્ધાત્મા બોલે છે તે ‘અજ્ઞા'ની ક્રિયા ચાલુ રહી છે, પ્રજ્ઞાની ક્રિયા ઉત્પન્ન થઈ નથી. શું થયું ? આપણે “અજ્ઞા'ની
SR No.008868
Book TitlePratikramana Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherMahavideh Foundation
Publication Year2008
Total Pages307
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size79 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy