SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૪) જીવનભરના વહેણમાં તણાતાને તારે જ્ઞાન પ્રશ્નકર્તા : આ ભવ, અસંખ્યાત ભવથી જે કંઈ રાગ-દ્વેષ થયા છે તે બધાનું ? ૩૯૯ દાદાશ્રી : રાગ-દ્વેષ, અજ્ઞાનતાથી જે જે દોષ થયા હોય, અગર આક્ષેપો કર્યા હોય, અહંકાર ભગ્ન કર્યા હોય, એ બધું બોલવું પડે. એ બોલી રહ્યા, એટલે એક ફાઈલ પતી, પછી બીજી ફાઈલ, જેમ ડૉક્ટરો પેશન્ટ (દર્દી)ને કાઢે છેને ? અમે તો ગામવાળા જોડેય ચોખ્ખું કરી નાખ્યું. ગામમાંય અમારી ખડકીમાં ખોળી ખોળીને કર્યું. અણસમજણથી કરેલા દોષો જ બાંધેલા હોય. તમે બાંધેલા કે નહીં બાંધેલા કોઈ દહાડો ? પ્રશ્નકર્તા : ઘણાં. પોતાની પડીકી પેસાડાય નહીં પ્રશ્નકર્તા : મેં ચોપડીમાં વાંચેલું છે કે સંખ્યાત-અસંખ્યાત ભવોનાં પ્રતિક્રમણ કરીએ તો ચોખ્ખું થઈ જ જાય છે. આગલા ભવમાં દોષો થઈ ગયેલા હોય તેનું ? દાદાશ્રી : કંઈક આગલા થયેલા હોય તો અડસટ્ટો ના હોય. એ તો મહીં ક્લેઈમ (દાવો) લેતો આવેલો હોય. કંઈક ક્લેઈમ લઈને આવે, કાગળ લઈને આવે એટલે સમજી જવાનું કે આ પેલો હિસાબ છે. અત્યારનું આ વખતનું નથી લાગતું ને પહેલાનું લાગે છે. પ્રશ્નકર્તા : હા, પણ ક્લેઈમ લઈને આવે જ નહીં એટલા માટે આપણે આગળથી જ પ્રતિક્રમણ કરી નાખવાં હોય કે જે એકદમ શુદ્ધ જ થઈ જાય ને જલદી બધાં પ્રતિક્રમણ થઈ જાય આપણાં, તો એવી રીતે ક્લેઈમ લઈને ન આવેલાં દોષોનું પણ પ્રતિક્રમણ કરવું હોય તો આવી રીતે બોલીએ તો એનું પ્રતિક્રમણ થાય ? દાદાશ્રી : ક્લેઈમ લેતો આવે તો જ થાય. ક્લેઈમ ના લેતો હોય તેને કશું લેવાદેવા નહીં. ક્લેઈમ હોય તેનું પ્રતિક્રમણ થાય. પ્રતિક્રમણ પ્રશ્નકર્તા : તો પછી એક-એક, એક-એક દોષ ક્લેઈમ લે ત્યાં સુધી છૂટાય જ નહીંને ? સંખ્યાત-અસંખ્યાત ભવોના દોષો જે જે કર્યા હોય તેનું પેલું બાધેભારનું પ્રતિક્રમણ છેને ? દાદાશ્રી : હા. પ્રશ્નકર્તા : તેની માફી માગું છું, પ્રતિક્રમણ કરું છું તો એનું કેવી રીતે પ્રતિક્રમણ કરવાનું ? ४०० દાદાશ્રી : એ તો એટલું જ બોલવાની જરૂર. બીજું કશું બોલવાનું નહીં. બીજું પ્રતિક્રમણ કરવામાં એમાં પોતાનો હિસાબ નહીં કરવાનો. આમ ને આમ લખ્યું હોય તે જ કરવાનું. બીજું એટેક લઈને આવ્યો હોય એટલાનું જ કરવાનું. બીજું કંઈ નહીં. જ્ઞાનમાં કહ્યું એટલું બાધેભારેનું કરવાનું. પ્રશ્નકર્તા : પણ દાદા, જેવું એટેક હોય એવું જ વારે વારે લાગતું હોય તો પ્રતિક્રમણ શૂટ ઑન સાઈટ તો કરીએ પણ... દાદાશ્રી: અમે કહીએ છીએ એટલું જ કરવાનું, વધારે બીજું કરવાનું નહીં. પ્રશ્નકર્તા ઃ ના, પણ બીજે જે ફાજલ સમય હોય તો કલાકોના કલાકો સુધી એ જ બોલ્યા કરીએ તો ચાલે ? દાદાશ્રી : અમે કહ્યું છે, એ જ પ્રમાણે કરવાનું. ફાજલ સમય હોય તોય કે આ ભવમાં કર્યું તે, સંખ્યાત-અસંખ્યાત ભવમાં, બધુંય... બીજું પોતાનું ડહાપણ નખાય નહીં. ઘરની પડીકી ન નખાય એમાં. અર્ધું પોઇઝન થઈ જાય. અને ક્લેઈમ લઈને આવ્યો તેના પૂરતું. નવું નહીં, નવું ના બોલવું. જે છે એ પ્રમાણે કર્યા કરવું. બુદ્ધિ અવળું ચીતરી આવે. મારી નાખે એ. આમ કરીએ તો શું વાંધો છે ? એવું દેખાડે. હંમેશાં રાગ ક્યારે ઉત્પન્ન થાય છે ? દ્વેષમાંથી ઉત્પન્ન થયેલો હોય અને પછી રાગમાંથી પાછો દ્વેષ ઉત્પન્ન થાય. એટલે બધા દોષ જ છે. દોષ હોય ત્યાં રાગ-દ્વેષ હોય, એ ચીકણી ફાઈલ કહેવાય !
SR No.008868
Book TitlePratikramana Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherMahavideh Foundation
Publication Year2008
Total Pages307
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size79 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy