SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૪) જીવનભરના વહેણમાં, તણાતાને તારે જ્ઞાન ૩૯૩ ૩૯૪ પ્રતિક્રમણ તમે તો બહુ પેટીમાં મૂકી રાખ્યા, નહીં ? જોજો ને, મહીં ડાઘ પડેલા હશે. પછી ફ્રેન્ડ સર્કલ (મિત્રવર્તુળ) પકડવું. પછી બીજું સર્કલ પકડવું. કામ તો બધું બહુ હોય છે. આવી ગોઠવણી મૂકી દઈએ કે અમુક જગ્યાએ આ રહી ગયું આટલું. અમુક જગ્યાએ આ બાકી રહી ગયું. એના પ્રતિક્રમણ કર્યા કરીએ. હા, નહીં તો મનને શું કામ આપવાનું ? આ પ્રતિક્રમણ કરે. એ સંસાર સંબંધ હેતુ માટે નથી. સંસાર સંબંધના હેતુ માટે તો વેપારીઓ છે તે પછી મનને ચલાવડાવે કે આવતી સાલ આમ કરીશું, પછી ત્યાં ગોડાઉન બાંધીશું, પછી એ કરીશું, એમાં બેચાર કલાક કાઢે. ‘અમે’ આમ કરેલું નિવારણ વિશ્વથી ચંદુભાઈમાં જે જે દોષો હોય તે બધા દેખાય. જો દોષો ના દેખાતા હોય તો આ જ્ઞાન કામનું શું ? એટલે કૃપાળુદેવે શું કહ્યું હતું ? હું તો દોષ અનંતનું, ભાજન છું કરુણાળ, દીઠા નહીં નિજ દોષ, તો તરીકે કોણ ઉપાય ?'' તે પોતાના દોષ દેખાય. દોષ છે તેનો વાંધો નથી. તે કોઈનામાં પચ્ચીસ હોય કે કોઈનામાં સો હોય, અમારામાં બે હોય. તેની કંઈ કિંમત નથી. ઉપયોગ જ રાખવાનો. ઉપયોગ રાખ્યો એટલે દોષ દેખાયા જ કરે. બીજું કશું કરવાનું નથી. ‘ચંદુભાઈ’ને ‘તમારે” એટલું કહેવું પડે કે પ્રતિક્રમણ કર્યા કરો. તમારા ઘરનાં બધાં જ માણસો જોડે, તમારે કંઈ ને કંઈ પહેલાં દુ:ખ થયેલું હોય, તેનાં તમારે પ્રતિક્રમણ કરવાનાં. સંખ્યાત કે અસંખ્યાત ભવોમાં જે રાગ-દ્વેષ, વિષય, કષાયથી દોષ કર્યા હોય તેની ક્ષમા માગું છું. એવું રોજ એક-એક માણસનું આવું ઘરનાં દરેક માણસને લઈ લઈને કરવું. પછી આજુબાજુનાં, આડોશી-પાડોશી બધાને લઈને ઉપયોગ મૂકી આ કર્યા કરવું જોઈએ. તમે કરશો ત્યાર પછી આ બોજો હલકો થઈ જશે. એમને એમ હલકો થાય નહીં. અમે આખા જગત જોડે આવી રીતે નિવારણ કરેલું. પહેલું આવું નિવારણ કરેલું, ત્યારે તો આ છૂટકો થયો. જ્યાં સુધી અમારો દોષ તમારા મનમાં છે, ત્યાં સુધી મને જંપ ના વળવા દે ! એટલે અમે જ્યારે આવું પ્રતિક્રમણ કરીએ ત્યારે ત્યાં આગળ ભૂંસાઈ જાય. એટલે આલોચના મારી રૂબરૂમાં નહીં કરવાની, પણ તમે શુદ્ધાત્મા છો તે વખતે તમારા શુદ્ધાત્માની રૂબરૂમાં ચંદુભાઈ આલોચના કરે. ચંદુભાઈને કહીએ, આલોચના કરી લો. પછી પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન કરાવડાવો. તે કલાકકલાક કરાવડાવો. ઘરનાં દરેક માણસના કરાવડાવો. જેની જોડે સંબંધ હોય તેનાંય કરવાં પડે. ઋણાનુબંધી ત્યાં જ ચીકણું નિરંતર પ્રતિક્રમણ કરીને રાગ-દ્વેષની ચીકાશને ધોઈ નાખી પાતળી કરી નખાય. સામો વાંકો છે એ આપણી ભૂલ છે, આપણે એ ધોયું નથી અને ધોયું છે તો બરોબર પુરુષાર્થ થયો નથી. નવરા પડીએ ત્યારે ચીકાશવાળો ઋણાનુબંધી હોય તેનું ધો ધો કરવાનું. એવા વધારે હોતા નથી, પાંચ કે દસ જોડે જ ચીકાશવાળા ઋણાનુબંધ હોય છે. તેમનું જ પ્રતિક્રમણ કરી નાખવાનું હોય છે, ચીકાશને જ ધો ધો કરવાની છે. કોણ કોણ લેવાદેવાવાળો છે તેમને ખોળી કાઢવાના છે. નવો ઊભો થશે તો તરત જ ખબર પડી જશે. પણ જે જૂના છે એને ખોળી કાઢવાના છે. જે જે નજીકના ઋણાનુબંધી હોય, ત્યાં જ ચીકાશ વધારે હોય. ફૂટી કયું નીકળે ? જે ચીકાશવાળું હોય તે જ ફૂટી નીકળે. બધું ચોખ્ખું થાય ત્યારે વાણી સારી નીકળે. નહીં તો વાણી સારી નીકળે નહીં. આ બધું ચોખ્ખું જ. બધી બાબત, જયાં જ્યાં ઓળખાણ માત્ર છે એ બધાનું જિલ્લાવાર કરવું જોઈએ. લત્તાવાર પ્રતિક્રમણ કરવું જોઈએ, આ વકીલ છે તે વકીલો, પછી જજો એટલે બધા જ જજો આવે. બીજા બધાં પ્રતિક્રમણ બહુ કરવાં પડે. રસ્તામાં આવતાં-જતાં,
SR No.008868
Book TitlePratikramana Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherMahavideh Foundation
Publication Year2008
Total Pages307
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size79 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy