SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૮) વિષય જીતે તે રાજાઓનો રાજા ! ૩૨૧ ૩૨૨ પ્રતિક્રમણ જોઈ શકે છે. એટલે એ પ્રતિક્રમણ કરતા જ હશે, તમારે તો સમજી જવું કે ‘મારે તો આ જ બરાબર છે, છો મારી પર કાગળો આવે.” કાગળ લખે એ એમની પ્રકૃતિ છે અને એ પ્રતિક્રમણ કરે છે એ આત્મા છે. જો અત્યારેય કાગળો લખે જાય છે. એ જ પ્રકૃતિ છે, અને પાછા પોતે પ્રતિક્રમણ કરે છે ત્યાં આત્માનો ભાગ છે ! અતિક્રમણની અંતિમ પરાકાષ્ટા પ્રશ્નકર્તા : અતિક્રમણની અંતિમ પરાકાષ્ટા કઈ ? દાદાશ્રી : અતિક્રમણની પરાકાષ્ટા તો વાસુદેવો ને પ્રતિવાસુદેવોને હોય. એથી આગળ કોઈ બીજો ના કરી શકે. અને એવી નર્કેય કોઈ ભોગવે નહીં, સાતમી નર્ક ! છેલ્લામાં છેલ્લું અતિક્રમણ, આમ બાળી મૂકો ને મારી નાખો ને બધું સર્વસ્વ નાશ કરો. તે બીજા લોકોને તો એવું હોય જ નહીંને ! છે ને, તે ભૂલ છે હજી. એ તો ભૂલ બધી કાઢવાની. ખબર પડે છે ને પછી ? પ્રશ્નકર્તા : હા, તરત ખબર પડી જાય. દાદાશ્રી : પછી તો ખ્યાલ આવે. પ્રતિક્રમણ કર કર કરે. આપણે આખી રાત એમાં જાય. ‘એ છે પ્રગતિનો પંથ પ્રશ્નકર્તા : છેલ્લા આમ બાર મહિના-બે વર્ષથી આમ આપણને થોડું ઓછું લાગે કે પહેલાં કરતાં, પહેલાં જે કરવું પડતું'તું, પ્રતિક્રમણ કરવાં પડતાં, એના કરતાં ઘણાં ઓછાં કરવાં પડે છે. દાદાશ્રી : પહેલાં તો ખબર જ નહોતી પડતી. પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : એ તો પ્રતિક્રમણ કરતા જ નહોતાને અને તમે એમ જ જાણતા'તા કે આ એની જ ભૂલ છે. પ્રશ્નકર્તા : પછી બે-ત્રણ વર્ષ પ્રતિક્રમણનું ચાલ્યું. આ છેલ્લા બાર મહિના, દોઢ વર્ષથી આ પ્રમાણ ઓછું થતું ગયું છે. પ્રમાણ ઓછું થતું ગયું છે, છતાંય ભૂલ થાય તો પ્રતિક્રમણ કરવું પડે ? દાદાશ્રી : હા, એ તો થવાની જ, ઠેઠ સુધી. આ દેહ જ ભૂલવાળો છે. પ્રશ્નકર્તા ઃ આ લેવલ ઓછું થતું જાય છે એમ. દાદાશ્રી : આપણે જોવાનું ને જાણવાનું. ભૂલ જેમ જેમ ઓછી થાય ને તે આપણને જાગૃતિ આવે કે આ ભૂલ થઈ. તે આખી રાત પ્રતિક્રમણ કરીએ. પછી એના પર દોષ ના નાખીએ. પાછા ફરી જઈએ. પહેલાં પાછા ફરતા નહોતા. હવે તો તમારે આ જ્ઞાનથી જોયું કે, એમના આ બધા કાગળો તમારી પર આવે છે, પણ પછી એ એમની ભૂલો ટૂંકા વાક્યથી કામ લેવું કે, કોઈ દુશ્મનના તરફ પણ ભાવ ન બગડે. અને બગાડ્યો હોય તો પ્રતિક્રમણથી સુધારી લો. બગડી જવો એ વસ્તુ નબળાઈને લીધે બગડી જાય. તો એને પ્રતિક્રમણથી સુધારી લો. એમ કરતાં કરતાં એ વસ્તુ સિદ્ધ થશે.
SR No.008868
Book TitlePratikramana Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherMahavideh Foundation
Publication Year2008
Total Pages307
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size79 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy