SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૬ પ્રતિક્રમણ પૂરું થયું. પ્રશ્નકર્તા : તોય પણ દસ અવતાર સુધી ચાલ્યું એટલે કંઈ ઓછું કહેવાય ? દાદાશ્રી : આ દસ અવતાર છે એ કેટલા અવતારના આધારે દસ અવતાર છે. એ જાણું છું તું ? પ્રશ્નકર્તા : એ કશી ખબર નહીં. દાદાશ્રી : આ એક વાળ બરાબર. દસ અવતાર એક વાળેય નહીં. (૧૬) વસમી વેરની વસુલાત ૨૯૫ વેરવી પ્રત્યે ત અવળો એક વિચાર એ વાંકું કરે, અપમાન કરે તોય અમે રક્ષણ મૂકીએ. એક ભાઈ મારી જોડે સામા થઈ ગયેલા. મેં બધાને કહ્યું, એક અક્ષર અવળો વિચારવો નહીં. અને અવળો વિચાર આવે તો પ્રતિક્રમણ કરજો. એ સારા માણસ છે પણ એ લોકો શેના આધીન છે ? કષાયના આધીન છે, આત્માના આધીન નથી આ. આત્માના આધીન જ હોય તે આવું સામું બોલે નહીં. એટલે કષાયના આધીન થયેલો માણસ કોઈપણ જાતનો ગુનો કરે તે માફ કરવા જેવો. એ પોતાના આધીન જ નથી બિચારો ! એ કષાય કરે તે ઘડીએ આપણે દોરો શાંત મૂકી દેવો જોઈએ. નહીં તો, તે ઘડીએ બધું ઊંધું જ કરી નાખે. કષાયને આધીન એટલે ઉદયકર્મને આધીન. જે ઉદય આવ્યો, એવું ફરે. સમત્વયોગ, પાર્શ્વનાથનો પ્રશ્નકર્તા: હવે વાત કેવી રીતે નીકળી'તી કે પાર્શ્વનાથ ભગવાનને તો ખબરેય નહોતી અને પેલાએ વેર બાંધ્યું અને એ વેરમાં પેલા હંમેશાં આની જોડે ભેગા થાય, એટલે કંઈને કંઈ આનું નુકસાન કર્યા કરે, તો કહે, આવું બને ને ? પોતાને ખબરેય ના હોય, પેલો વેર બાંધ્યા કરતો હોય અને પછી એ દસ ભવ સુધી ચાલ્યું. દાદાશ્રી : એ તો જેટલું નુકસાન કર્યું હોય એટલું કરે. માટે હજુ નુકસાન કરશો નહીં કોઈને. પ્રશ્નકર્તા : એમાં પાર્શ્વનાથ ભગવાનને ખબરેય નહોતી ને ? દાદાશ્રી : એ બધાને ખબર કેવી રીતે હોય તે ? એ શેનું ફળ આપે છે ? એટલે આપણે આપેલું તે જ આપે છે એ નક્કી છે. પાર્શ્વનાથ ભગવાનને એટલી તો ખબર પડે ને કે મારું આપેલું છે તે જ આપે છે એ લોકો. તેની મહીં ઉશ્કેરાટ વધતો જાય, એટલે ટાઈમ વધતો જાય, મુદત પૂરી થવામાં. પાર્શ્વનાથ ભગવાનને ઉશ્કેરાટ વધ્યો નથી એટલે દસ અવતારમાં પ્રશ્નકર્તા : ઓહો ! અનંત અવતારની સામે કશું જ ના કહેવાય. એટલે એમણે દરેક અવતારમાં પેલી સમતા રાખ્યા જ કરી'તી. - દાદાશ્રી : ત્યારે પૂરું થયું. પહેલા બે-ત્રણ અવતાર સુધી જરા કાચું પડી જાય, ચિઢાઈ જાય, એટલે થોડું વધતું જાય. એકદમ સમતા રહે એવું આ જગત નથી. જ્ઞાનીઓથી ના રહે. આ તો “અક્રમ વિજ્ઞાન’ જુદી જાતનું છે, તેથી રહી શકે.
SR No.008868
Book TitlePratikramana Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherMahavideh Foundation
Publication Year2008
Total Pages307
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size79 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy