SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ શારીરિક થાય વેદનાને, માત્ર જુદું “જો” ને “જાણ; અહિંસક ભાવ, જુદાપણું, નહીં આર્ત ને રૌદ્રધ્યાન ! કર્મ બંધાય અતિક્રમણે, નહીં કે બંધ અતિચારે; નથી અડ્યું “અંબાલાલ'ને, વેદનીય ક્ષણ, ‘વિજ્ઞાને' ! આર્ત ને રૌદ્રધ્યાન, ક્ષણે ક્ષણે પજવે; આર્તધ્યાનનું ફળ તિર્યંચ, રૌદ્રથી જાય નરકે ! પોતે પોતાને જ પડે, અગ્રશોચ એ આર્તધ્યાન; ગોળી અન્યને વાગે નહીં, પત્નીને ન જાણ ! ગોળી લગાવે અન્યને, પરને દુઃખ વિચારેય; રૌદ્રધ્યાન તેને કહીએ, અસર પહોંચી કોઈનેય ! આર્તધ્યાન-રૌદ્રધ્યાન, વિચાર થતાં ફેરવે; મારા કર્મનો ઉદય છે, સામાને નિમિત્ત દેખે ! એને કહ્યું છે ધર્મધ્યાન, જગ નિર્દોષ દેખે; પ્રતિક્રમણ કરી ધોઈ લે, ધર્મધ્યાન જ્ઞાની લેખે ! એક ફેર પસ્તાવો કરે તો, રૌદ્રનું થાય આર્ત; ફરી એનાં જ પ્રતિક્રમણ, આર્તનું થાય ધર્મ ! તમે થયા શુદ્ધાત્મા, પુદ્ગલ કરે આર્ત-રૌદ્ર; પુદ્ગલ કરે પ્રતિક્રમણ, રહે ત્યાં ધ્યાન-ધર્મ ! શુદ્ધાત્માનું શુક્લધ્યાન, ધર્મધ્યાન છે પુદ્ગલનું; એમ થાય ત્યારે અંત, શુદ્ધ વિશ્રસા પરમાણું ! અક્રમ જ્ઞાનમાં કદિ, થાય ન આર્ત-રૌદ્ર ધ્યાન; અંદર ‘શુક્લ’ બહાર “ધર્મ', કારણ છે મડદાલ અહં ! અપ્રતિક્રમણ દોષોથી, દોષો હાલમાં જે થાય; યથાર્થ પ્રતિક્રમણ કર્યું, તે દોષોથી છૂટી જવાય ! દોષને જાણ્યો એ ધર્મધ્યાન, આત્મધ્યાન તે શુક્લધ્યાન; અંદર ‘શુક્લ’ બહાર “ધર્મ', એકાવતારી પદ તું જાણ ! અક્રમ માર્ગે જઈ શકાય, આ કાળે એકાવતાર; અંદર બહાર ‘શુકલ’ તો, તે જ ભવે મોક્ષ થનાર ! ‘મોડી રાતે મહેમાન આવે”, જોતાં મન બગડી જાય; અત્યારે કંઈથી મૂઆ,' સહેજે શબ્દ સરે મન માંહ્ય ! મોઢે કહે, ‘પધારો આવો, ચા લેશો કે જરી જરી?”; મહેમાન માંગે ખીચડી-શાક, નહીં તો કહેશે, ‘કઢી જરી’ ! તેલ રેડાય બૈરીમાં, ‘ક્યારે જશે’ પૂછે પતિદેવ; બૈરી કહે, ‘હું શું જાણું’, મિત્રો તમારા, પાડી તમે ટેવ ! અતિથિ દેવો ભવ, છતાં આર્ત-રૌદ્ર ધ્યાન; તેનું ખપે પ્રતિક્રમણ, નહીંતર ખોટની ખોદી ખાણ ! ભાવ ન ફરે સમકિતીને, પ્રતિક્રમણ કરવાથી; દોષ છૂટે કાયમનો, પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાનથી ! પ્રતિક્રમણ જો ના થયું, તો રહે દોષ પંડીંગ; એક-બે ભવ જાય વધી, કેશ કર્યો મોક્ષે લેંડીંગ ! ઝઘડો મોંઢે કરી દે, તે તો છૂટે છે આજ; મનથી કરે તે તો, બાંધે આવતા ભવ કાજ ! કર વૈષનું પ્રતિક્રમણ, કારણ કે થતો એટેક; રાગ તો ડિસ્ચાર્જ છે, જ્ઞાનીનાં હોય ફોડ છેક ! જો જાગૃતિ ના રહી, ન રહ્યો આજ્ઞામાંય; તો રાગનુંય કરવું પડે, નહીંતર પછી લપસી જાય ! તાંતો ને હિંસકભાવ બે, હોય તો કષાય કહેવાય; એ નહીં તો કષાય નહીં, એ ડિસ્ચાર્જ માત્ર થાય ! 26 27
SR No.008868
Book TitlePratikramana Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherMahavideh Foundation
Publication Year2008
Total Pages307
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size79 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy