SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૨) છૂટે વ્યસનો, જ્ઞાની રીતે પ્રશ્નકર્તા : એ તો એમાં પૂરતું પ્રતિક્રમણ થયું. પણ શરીરની વેદનામાં મનમાં ભાવોનું પરિવર્તન બહુ આવે છે. એ વખતે એમ સમજોને કે, એ આર્તધ્યાન, રૌદ્રધ્યાન જેવું જ પરિવર્તન આવે છે. ૨૧૭ દાદાશ્રી : આ જ્ઞાન જ એવું છે કે આર્તધ્યાન-રૌદ્રધ્યાન થાય જ નહીં. પણ તે આર્તધ્યાન-રૌદ્રધ્યાન થાય છે તે બાહ્ય વિભાગમાં થાય છે. એટલે તે ખરેખર ચોંટતું નથી. આર્તધ્યાન-રૌદ્રધ્યાન તો કોને કહેવાય ? કે હિંસકભાવ હોય, હિંસક્ભાવ તો તમારામાં દેખાતો નથી. પ્રશ્નકર્તા : અશાતાવેદનીય કર્મ ઉદય આવ્યા, એ કર્મ ભોગવવાં પડે છે. એ ભોગવતી વખતે, અરેરે ! મરી ગયો, મરી ગયો એમ કરે. મેં કોઈ ખરાબ કામ કર્યું નથી. મને આ કર્મ ઉદયમાં કેમ આવ્યું ? તો આવા સંજોગોની અંદર એ વ્યક્તિએ કઈ ભાવના ભાવવી જોઈએ ? દાદાશ્રી : આનાથી હું છૂટો છું. એવી ભાવના ભાવે તો હલકું લાગે. અને મને થઈ જાય છે' કહે તો વધારે લાગે. પ્રશ્નકર્તા : એટલે એ જ્યારે વેદનાથી ઉદ્વેગ ભોગવે છે ત્યારે એ આર્તધ્યાનથી છે કે રૌદ્રધ્યાનથી છે ? દાદાશ્રી : આર્તધ્યાનથી. એમાં ધ્યાનનો સવાલ જ નથી. એ જો ‘જ્ઞાન’માં હોય ને તો આ વેદના ભોગવે છે તે કોણ ભોગવે છે તે આપણે જાણવું જોઈએ અને આપણે કોણ છીએ, એ જાણવું જોઈએ. એટલે આપણે એમ કહેવું કે ‘ભઈ, ચંદુભાઈ તમે જ ભોગવો બા. હવે તમારાં કરેલાં છે તે ભોગવો.' તેમાં આપણે છૂટા રહીએ તો છૂટાપણાનો લાભ થાય. નહીં તો ‘મને બહુ દુ:ખ પડ્યું’ કહીએ તો ખૂબ પડશે જબરજસ્ત, અનેકગણું થઈને પડશે. પ્રશ્નકર્તા : એ વાત આપણે મહાત્માઓની કરી. જેણે દાદાનું જ્ઞાન લીધું છે તેની, એ સિવાયના જે લોકો ભોગવતા હોય એ ભોગવે એમાં એ આર્તધ્યાન થયું કહેવાયને ? દાદાશ્રી : એ આર્તધ્યાન જ થાય, દુ:ખમય પરિણામ જ હોય. ૨૧૮ પ્રતિક્રમણ દુઃખમય પરિણામ એટલે આર્તધ્યાન. પ્રશ્નકર્તા : અને એ પછી સામા પર ચીડાયા કરે. તો રૌદ્રધ્યાને ય થાયને ? દાદાશ્રી : તો રૌદ્રધ્યાન. નિર્દોષ જગતમાં દોષિત ના દેખાવો જોઈએ. જગત બિલકુલ નિર્દોષ છે. એટલે જે દેખાય છે તે આપણી દૃષ્ટિ દોષને લીધે દેખાય છે. પ્રશ્નકર્તા : વેદનીય કર્મ અતિચારથી બંધાય કે અતિક્રમણથી ? દાદાશ્રી : અતિક્રમણથી બંધાય. અમારે અશાતા ઓછી હોય. અમારે જોને, મહિનો એવો આવ્યો, તે દાદાને એક્સિડન્ટના જેવો ટાઈમ થયો. પછી જે આ આવ્યું, જાણે આ દીવો હોલવાઈ જવાનો થાય, એવું થઈ ગયું. પ્રશ્નકર્તા : એવું કંઈ થવાનું નથી, દાદા. દાદાશ્રી : ના, એમ નહીં, ‘હીરાબા’ ગયાં તો, ‘આ’ ના જવાનું થાય ? એ તો વેદનીય કયું આવ્યું ? પ્રશ્નકર્તા : અશાતા વેદનીય. દાદાશ્રી : લોકો સમજે છે કે અમને વેદનીય એ છે, પણ અમને વેદનીય અડે નહીં, તીર્થંકરોને અડે નહીં, અમને હીરાબાની પાછળ ખેદ નથી. અમને અસરેય ના હોય કોઈ, લોકોને એમ લાગે કે, અમને વેદનીય આવ્યું, અશાતા વેદનીય આવ્યું. પણ અમને તો એક મિનિટ, એક સેકન્ડેય અશાતા અડી નથી, આ વીસ વર્ષથી ! અને એ જ વિજ્ઞાન મેં તમને આપ્યું છે. અને તમે કાચા પડો તો તમારું ગયું. સમજણથી કાચા પડાય જ નહીંને, કોઈ દહાડો ? એક મિનિટ નહીં ? પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : ત્યારે ખરો.
SR No.008868
Book TitlePratikramana Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherMahavideh Foundation
Publication Year2008
Total Pages307
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size79 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy