SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૨) છૂટે વ્યસનો, જ્ઞાની રીતે ૨૧૩ ૨ ૧૪ પ્રતિક્રમણ શાસ્ત્રકારોએ વાંધો ઉઠાવ્યો કે પ્રતિક્રમણ આમાં કેમ રાખો છો ? પણ એ એમને ખબર ના પડે કે આ અક્રમ માર્ગ છે. અને લોકોનો અભિપ્રાય એ રહી જશે. એક તો મહીં દારૂ પીધો તે પીધો, પછી પ્રતિક્રમણ ના કરે એટલે એ જ અભિપ્રાય રહ્યો. અમે હઉ પ્રતિક્રમણ કરીએને અભિપ્રાયથી મુક્ત થવું જ જોઈએ. પ્રતિક્રમણનો વાંધો નહીં, અભિપ્રાય રહી જાય તેનો વાંધો છે. એટલે આ સાયટિફિક રીતે જરૂર નથી પણ અત્યારે તમને ટેકનિકલી જરૂર છે. પ્રશ્નકર્તા: અને એમાં નુકસાનેય શું છે ? પ્રતિક્રમણ કર્યા હોય તેમાં નુકસાન શું ? દાદાશ્રી : નુકસાનનો સવાલ નહીં. પ્રશ્નકર્તા : તો ? દાદાશ્રી : એવું નુકસાન શું ને નુકસાન શું નથી, એના માટે આ નથી રાખેલું. એક્ઝક્ટનેસ માટે રાખેલું છે. શું નુકસાન એવું તો બોલાય નહીં. શું નુકસાન ક્યાં બોલાય ? કે આપણા સાધારણ વ્યાપારોમાં બોલાય. પ્રતિક્રમણ કરે તો એ માણસ ઉત્તમમાં ઉત્તમ વસ્તુને પામ્યો. એટલે આ ટેકનિકલી છે, સાયન્ટિફિકલી એમાં જરૂર રહેતી નથી પણ ટેકનિકલી જરૂર છે. પ્રશ્નકર્તા : સાયન્ટિફિકલી કેવી રીતે ? દાદાશ્રી : સાયન્ટિફિકલી એનું પછી એ ડિસ્ચાર્જ છે, પછી એને જરૂર જ શું છે ? કારણ કે તમે જુદા છો ને એ જુદા છે. એટલી બધી શક્તિઓ નથી એ લોકોની, પ્રતિક્રમણ ના કરો એટલે પેલો અભિપ્રાય રહી જાય. અને તમે પ્રતિક્રમણ કરો એટલે અભિપ્રાયથી જુદા પડ્યા, એ વાત ચોક્કસ ને ? કારણ કે અભિપ્રાય જેટલો રહે, એટલું મન રહી જાય. કારણ કે મન અભિપ્રાયથી બંધાયેલું છે. એટલું આગળપાછળ વિચારવું રહે છતાં રહી જાય છે, તો પછી થોડું બનશેય ખરુંને ! પણ પેલું ફળ નહીં આવે હવે. એ આપણને આજથી જ સમજાય કે ભઈ, જો આ જ આવું છે, તો પેલું આના કરતાં.. પ્રશ્નકર્તા : તો એનો અર્થ એવો થયો કે ‘ચંદુલાલ' અને ‘ચંદુલાલ'ના પરમાણુ ડિસ્ચાર્જ છે. હવે પ્રતિક્રમણ ના કરે તો એટલા બાકી રહી ગયા ? દાદાશ્રી : એટલું મન આપણને પજવે. દારૂ પીધો હોય તો કેવો લાગે ? પ્રશ્નકર્તા : એટલે કૉઝિઝરૂપે આવતા ભવ માટે બાકી રહે ? દાદાશ્રી : હંઅ. અભિપ્રાયથી મન બંધાય છે અને અભિપ્રાય બાકી રહ્યો એટલે મન એટલું બાકી રહ્યું. પ્રશ્નકર્તા: પણ દાદા, જ્ઞાન મળતાં પહેલાં જે થયું હોય તે ? દાદાશ્રી : તેનો સવાલ જ નહીં. એ તો ઘણુંખરું આ જ્ઞાનથી જ ઊડી ગયેલું હોય છે. અને થોડુંઘણું હશે તે આવતે ભવે એનો કશો વાંધો નહીં આવે. પ્રશ્નકર્તા ઃ એટલે જ્ઞાન લીધા પછી પણ થોડું-ઘણું બાકી રહે દાદાશ્રી : રહે તો ખરું, આપણો ઉકેલ આપણે જ લાવવાનો છે. પ્રતિક્રમણ ના કર્યો, આળસ કરી તો એટલું બાકી રહ્યું. પુરુષાર્થ તો કરવો જ જોઈએ ને ? પુરુષ થયા પછી પુરુષાર્થ ના કરે તે ચાલતું હશે ? ચંદુભાઈના કોઈ કાર્ય જોડે તમારે લેવા દેવા નથી, પણ તમારે ચંદુભાઈનું ધ્યાન રાખવું જોઈએ. શું કરે છે ? કેટલી બીડી પીવે છે?
SR No.008868
Book TitlePratikramana Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherMahavideh Foundation
Publication Year2008
Total Pages307
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size79 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy