SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૧ પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર આંખમાં કડકાઈ દેખે અને એક આંખમાં પૂજ્યતા દેખે, તો બધી સ્ત્રીઓ માથે ઓઢીને બેસે અને આમતેમ ટાઈટ થઈ જાય બધી, અને હીરાબા તો મહીં, ઘરમાં પેસતાં પહેલાં ભડકે. બૂટ ખખડ્યો કે ભડકાટ પેસી જાય. એક આંખમાં કડક, એકમાં નરમ. એના વગર સ્ત્રી રહે જ નહીં. તેથી હીરાબા કહે, ‘દાદા કેવા છે ?” પ્રશ્નકર્તા: તીખા ભમરા જેવા. દાદાશ્રી : તીખા ભમરા જેવા છે એવું કાયમ રાખીએ. એમ સહેજે થથરાવાનું નહીં. ઘરમાં પેસીએ.... કે ચૂપ, બધું ઠંડુંગાર જેવું થઈ જાય, બૂટ ખખડે કે તરત ! કડકાઈ શાથી કે એ ઠોકર ના ખઈ જાય એટલા માટે કડકાઈ રાખજે. એટલા માટે એક આંખમાં કડકાઈ અને એક આંખમાં પ્રેમ રાખવો. પ્રશ્નકર્તા એટલે સંસ્કૃતમાં મૂક્યું, “યત્ર નાર્યસ્તુ પૂયંતે રમંતે તત્ર દેવતા !” દાદાશ્રી : હા, બસ ! એટલે હું જ્યારે આવું બોલું છું, ત્યારે બધાં મને લોકો કહે છે કે દાદા, તમે સ્ત્રીઓનાં તરફી છો, પક્ષપાતી છો ? હવે હું શું કહ્યું કે, સ્ત્રીઓને પૂજો, એનો અર્થ એવો નહીં કે સવારમાં જઈને આરતી ઉતારજો, એવું કરીશ તો એ તારું તેલ કાઢી નાખશે. એનાં અર્થમાં શું છે ? એક આંખમાં પ્રેમ અને એક આંખમાં કડકાઈ રાખજે. એટલે પૂજા ના કરીશ, એવી લાયકાત નથી. એટલે મનથી પૂજા કરજે. (૩૪૩). એટલે વહુને કહેજો કે, ‘તારે જેટલું લઢવું હોય એટલું લઢજે. મને તો દાદાએ લઢવાની ના પાડી છે. દાદાએ મને આજ્ઞા કરી છે. હું આ બેઠો છું, તારે જે કંઈ બોલવું હોય તે બોલ હવે.’ એવું એને કહી દેવું. પ્રશ્નકર્તા : પણ એ બોલે જ નહીં ને પછી. દાદાશ્રી : દાદાનું નામ આવે કે ચૂપ જ થઈ જાય. બીજાં કોઈ હથિયાર ના વાપરીશ. આ જ હથિયાર વાપરજે. (૩૫૦) પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર એક બહેને તો મને કહ્યું હતું, ‘પણી ત્યારે એ બહુ લાંટ (જબરા) હતા.’ કહ્યું, ‘હવે ?!' ત્યારે કહે, ‘દાદા, તમે બધું સ્ત્રી ચારિત્ર બધું સમજો છો, મારી પાસે શું કહેવડાવો છો !મારી પાસે કોઈ સુખ જોઈતું હોય એમને, ત્યારે હું એને કહ્યું, “ભઈસા'બ કહો.” એટલે ભઈસા'બ કહેવડાવું ત્યારે ! એમાં મારો શું વાંક ? પહેલા એ મને ભઈસા'બ કહેવડાવતા હતા અને હવે હું ભઈસા'બ કહેવડાવું છું. સમજાય છે ? (૩૫૧) આ અમલદારો ય ઑફિસેથી અકળાઈને ઘેર આવેને, ત્યારે બઈ સાહેબ શું કહેશે કે “દોઢ કલાક લેટ થયા? ક્યાં ગયા હતા ?” લે !! એની બઈ છે તે એક ફેરો એમને ડફળાવતી'તી, ત્યારે આવો સિંહ જેવો માણસ જેનાથી આખું ગુજરાત ભડકે, એને ય ભડકાવે છે, જુઓને ! આખું ગુજરાતમાં કોઈ નામ ના દે, પણ એની બઈ ગાંઠતી જ નથી અને એને હઉ ટેડકાવી નાખતી હતી ! પછી મેં એને એક દહાડો કહ્યું, ‘બેન, આ ધણી છે તે તને એકલી મૂકીને દસ-બાર-પંદર દહાડા બહારગામ જાય તો ? ત્યારે કહે, “મને તો બીક લાગે.’ હવે શેની બીક લાગે ? ત્યારે કહે છે, “મહીં બીજા રૂમમાં પ્યાલો ખખડેને તો ય મારા મનમાં એમ લાગે કે ભૂત આવ્યું હશે !' એક ઊંદરડી પ્યાલો ખખડાવે તો ય બીક લાગે. અને આ ધણી આટલો ! ધણીને લીધે તને બીક નહીં લાગતી. એ ધણીને પાછો તું ટૈડકાવ ટૈડકાવ કરું છું. વાઘ જેવા ધણીનું તેલ કાઢી નાખે ! (૩૫૫) એક માણસ ત્રણ હજાર રૂપિયાની ઘોડી લાવ્યો હતો. રોજ તો આમ ઘોડી ઉપર બાપ બેસતો હતો. એને છોકરો ચોવીસ વર્ષનો હતો. એક દહાડો છોકરો ઘોડી ઉપર બેઠો અને તળાવ ઉપર લઈ ગયો. પેલી ઘોડીને જરાક સળી કરી ! હવે ઘોડી ત્રણ હજાર રૂપિયાની, એને સળી કરવા લાયક હોય (!) એને સળી કરાય નહીં, એની ચાલમાં જ ચાલવા દેવી પડે. તે પેલાએ તો સળી કરી, તે ઘોડી હડહડાટ ઊભી થઈ ગઈ. ઘોડી ઊભી થઈ કે પેલો પડી ગયો ! પોટલું નીચે પડ્યું ! એ પોટલું ઘેર આવીને શું બોલવા માંડ્યું કે “આ ઘોડી વેચી દો, ઘોડી ખરાબ છે.” એને બેસતાં નથી આવડતું ને ઘોડીનું નામ દે છે ?! એનું નામ ધણી ! આ બધાં ધણી !! પછી મેં કહ્યું, ‘હોવે, એ ઘોડી ખરાબ હતી (ત્રણ) હજારની ઘોડી ! અલ્યા, તને બેસતા નથી આવડતું, એમાં ઘોડીને શું કરવા વગોવે છે ?” બેસતા ના આવડવું
SR No.008867
Book TitlePati Patni No Divya Vyavahar Sankshipt
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year2003
Total Pages61
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size129 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy