SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર ક્યા ગુણને માટે આપણે ટકોર કરવી પડે કે જેની એને સમજણ ના હોય ! તે આપણે એને સમજણ આપવી જોઈએ. એને પોતાની સમજણ છે, તેને આપણે કહીએ એટલે એનો ઈગોઈઝમ ઘવાય પછી. અને પછી એ તમારે માટે લાગ જુએ, કે મારા ભાગમાં આવવા દોને એક દહાડો. લાગની રાહ જુએ. તે આવું શા માટે કરવાની જરૂર ? એટલે એ જે જેમાં સમજી શકે એવું છે ત્યાં આગળ આપણે ટકોર મારવાની જરૂર ના હોય. (૧૨) વધારે કડવું હોય તો આપણે એકલાએ પી જવું. પણ સ્ત્રીઓને કેમ પીવા દેવાય ? કારણ કે આફટર ઑલ આપણે મહાદેવજી છીએ. ન હોય મહાદેવજી આપણે ? પુરુષો મહાદેવજી જેવા હોય. વધારે પડતું કડવું હોય તો કહીએ, ‘તું તારી મેળે સૂઈ જા, હું પી જઈશ.’ બેનો ય મહીં સંસારમાં સહકાર નથી આપતી બિચારી ? પછી એની જોડે કેમ ડખલ થાય ? એને કંઈક દુ:ખ અપાઈ ગયું હોય તો આપણે પશ્ચાતાપ કરવો જોઈએ ખાનગીમાં કે હવે નહીં દુઃખ આપું કહીએ. મારી ભૂલ થઈ આ. ઘરમાં કયા પ્રકારના દુઃખો થાય છે ? કયા પ્રકારના ઝઘડા થાય છે ? કયા પ્રકારના મતભેદ થાય છે ? એ જો બન્ને જણ લખી લાવતા હોયને તો એને એક કલાકમાં જ બધાનો નિવેડો લાવી આપું. અણસમજણથી જ ઊભાં થાય છે ? બીજું કશું નહીં. (૧૨૩) આપણા ઘરની વાત ઘરમાં રહે એવું ફેમિલી તરીકે જીવન જીવવું જોઈએ. એટલું ફેરફાર કરો તો બહુ સારું કહેવાય. ક્લેશ તો હોવો જ ના જોઈએ. આપણે જેટલા ડૉલર આવે એટલામાં સમાવેશ કરી લેવાનો. અને તમારે છે તે પૈસાની સગવડ ના હોય તો સાડીઓ માટે ઉતાવળ નહીં કરવી જોઈએ. તમારેય વિચાર કરવો જોઈએ કે ધણીને અડચણમાં, મુશ્કેલીમાં નહીં મૂકવો જોઈએ. છૂટ હોય તો વાપરવા. (૭) ગાડી'તો ગમ મૂડ આ તો રાત્રે કોઈ વખત ધણીને ઘેર આવતાં મોડું થઈ જાય, કોઈક સંજોગોમાં, હં... આટલું બધું મોડું અવાતું હશે ? તો એ નથી જાણતા. એ મોડું થાય છે ? એમને મહીં ચૂન ચૂન થતું હોય, બહું મોડું થયું, બહુ મોડું થયું. તેમાં પાછાં આ વાઈફ એવું ગાય કે આટલું બધું મોડું અવાતું હશે ! ૩૪ પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર બિચારા ! આ મિનિંગલેસ વાતો બધી આવી કરવી ! તને સમજાય છે એવું? એટલે આપણે એ આ મોડા આવેને, તે દહાડે આપણે જોઈ લેવું કે મૂડ કેમનો છે ! એટલે પછી તરત જ કહેવું કે પહેલી ચા-બા પીને પછી જમવા બેસો એટલે મૂડમાં આવે પછી. મૂડ અવળો હોય તો આપણે જરા એમને ચા-પાણી કરીને ખુશ કરીએ. જેમ પોલીસવાળો આવ્યો હોય, આપણે મૂડ ના હોય તો ય ચા-પાણી નથી કરતા ? આ તો પોતાનો એટલે ખુશ નહીં કરવાનો ? પોતાનો એટલે ખુશ કરવો પડે ! ઘણાં ખરાં તમને બધાને ખબર હશે, કદાચ ગાડી મૂડમાં નથી હોતી એવું નથી બનતું ? ગરમ થઈ ગયેલી. તો આપણે એને લાકડી માર માર કરીએ તો ! એને મૂડમાં લાવવા માટે ઠંડી મૂકી દેવાની જરા, એ રેડિએટર ફેરવવાનું, પંખો ફેરવવાનો. ના કરાય ? (૧૩) પ્રશ્નકર્તા : બ્રાન્ડી બંધ કરાવવી કેવી રીતના ? દાદાશ્રી : તમારા ઘરમાં પ્રેમ દેખે એટલે બધું ય છોડી દે. પ્રેમની ખાતર દરેક વસ્તુ છોડી દેવા તૈયાર છે. આ પ્રેમ ના દેખે એટલે બ્રાન્ડી જોડે પ્રેમ કરે, ફલાણા જોડે પ્રેમ કરે, નહીં તો બીચ ઉપર ફર્યા કરે. ‘અલ્યા મૂઆ, અહીં શું તારા બાપે દાઢ્યું છે, ઘરમાં જાને !' ત્યારે કહે, ‘ઘેર તો મને ગમતું જ નથી.” (૧૩૧) (૮) સુધારવું કે સુધરવું ? એટલે આ સગાઈ રિલેટિવ છે. એટલે ઘણા માણસો શું કરે છે કે બૈરીને સુધારવા માટે એટલા બધા જક્કે ચઢે છે કે તે પ્રેમની દોર તુટી જાય ત્યાં સુધી જક્કે ચઢે છે. એ શું જાણે છે કે આ મારે સુધારવી જ જોઈએ અને, અલ્યા મૂઆ, તું સુધરને ! તું સુધર એકવાર. અને આ તો રિયલ નથી, રિલેટિવ છે ! છૂટું થઈ જશે. માટે આપણે જૂઠું તો જૂઠું પણ એની ગાડી પાટા પર ચઢાવી દે ને ! અહીંથી પાટે ચઢી ગઈ એટલે સ્ટેશને પહોંચી જશે, હડહડાટ. એટલે આ રિલેટિવ છે અને સાચવીને-મનાવીને આમ ઉકેલ લાવી દેવાનો. (૧૩૬) પ્રશ્નકર્તા : પ્રકૃતિ ના સુધરે, પણ વ્યવહાર તો સુધારવો જોઈએને ? (૧૨૬)
SR No.008867
Book TitlePati Patni No Divya Vyavahar Sankshipt
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year2003
Total Pages61
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size129 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy