SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ (૬) સામાની ભૂલ કાઢવાની ટેવ ! દાદાશ્રી : ના, ભૂલ કઢાય જ નહીં. દુઃખ તો થાય જ હંમેશાં. ભૂલ કાઢવી એટલે દુ:ખ થાય જ. એ કાઢવી જ નહીં. એનું અપમાન કર્યા બરાબર છે એ તો. એ તો એની પર તમને વેર છે એક જાતનું. અગર તો ધણીપણું બજાવો છો. હું છું ! આ મોટા ધણી આવ્યા ! ૧૧૭ પ્રશ્નકર્તા : ભૂલ કાઢીએ તો ખરાબ લાગે એને અને ના કાઢે તોય ખરાબ લાગે. દાદાશ્રી : ના, ના, ના, ખરાબ ના લાગે. આપણે ભૂલ ના કાઢીએ, તો એ કહેશે, ‘કઢી ખારી થઈ તોય બોલ્યા નહીં !' ત્યારે કહીએ, તમને ખબર પડશે ને, મારે શું કરવા કહેવું. પણ આ તો કઢી ખારી થઈ ગઈ હોય તો મોઢું બગાડે, કઢું ખારું થયું છે. મૂઆ, આ કઈ જાતના માણસો છે ! આને ધણી તરીકે કેમ રખાય તે ? કાઢી મેલવો જોઈએ ધણીને તો ! આવા નબળા ધણીઓ ? અલ્યા, એ બઈ નથી સમજતી. તે તું વળી કહ્યું છું ? માથાફોડ કરું છું ? એ તો એમને છાતીએ ઘા ના લાગે બળ્યું ! મનમાં ? કહેશે, ‘આ કંઈ હું ન હતી સમજતી ? આ તો મને બાણ મારે છે મૂઓ. આ કાળમૂખો રોજ મારી ભૂલો જ કાઢ કાઢ કરે છે.’ તો આપણા લોકો જાણીજોઈને આ ભૂલો કાઢે છે. તેથી આ સંસાર વધારે બગડતો જાય છે. તમને કેમ લાગે છે ? એટલે થોડું આપણે વિચાર કરીએ તો શું વાંધો છે ? પ્રશ્નકર્તા : વિચાર કરતા હોય તો તો વાંધો જ નથીને, નથી કરતા તેની જ આ મોંકાણ છે ને ! દાદાશ્રી : ના, પણ એમ નહીં. વિચાર કરવામાં એટલો જ વિચાર કરવાનો છે કે જે ભૂલને એ જાણી શકે છે, એ સમજી શકે છે એ ભૂલ આપણે કાઢવાની શી જરૂર ? એમને સમજણ પડે, ખારી ના સમજણ પડે બેન, તમે ખાવ એટલે ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : એટલે પછી તમારે કહેવાની જરૂર નહીં. ૧૧૮ પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર થાયને ? સામો જાણે તે ભૂલ કેમ કઢાય ? ભૂલ કાઢ જે ઉપકાર મતાય ! પ્રશ્નકર્તા : આવી ભૂલ કાઢીએ તો પછી એનાથી ફરીથી ભૂલ ના હું, તે દાદાશ્રી : ઓહોહો ! એટલે ઉપદેશનું કારણ થાય એટલા માટેને ! ભૂલ કાઢવાનો વાંધો નથી, હું તમને શું કહું છું, ભૂલ કાઢો પણ એ પોતે ઉપકાર માને તો ભૂલ કાઢો, કે તમે સારું થયું આ મને ભૂલ દેખાડી, મને તો ખબર જ નહીં. તે ઉપકાર માનો છો ? બેન, તું એમનો ઉપકાર માનું છું ? પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : તો પછી એનો અર્થ શું કાઢવાનો ? જે ભૂલ એ જાણતી હોય તેને તમારે કાઢવાનો અર્થ શું છે ? એને કાળમુખા કહે છે સ્ત્રીઓ, કે મૂઓ કાળમૂખો જ્યારે ત્યારે બોલીને ઊભો રહે છે. એ જે જાણતી હોય ભૂલ એ આપણાથી કઢાય નહીં. બીજું કંઈ પણ થયું હોય કે કઢી ખારી થઈ હોય પછી શાક બગડી ગયું હોય, તો એ ખાય તો એ જાણે કે ના જાણે ? માટે આપણે કહેવાની જરૂર ના હોય ! પણ ભૂલ એ ના જાણતી હોય, તે આપણે કહીએ તો એ ઉપકાર માને. બાકી એ જાણતી હોય તે ભૂલ કાઢવી એ તો ગુનો છે. આપણા લોકો ઇન્ડિયનો જ કાઢે છે. પ્રશ્નકર્તા : એવું હોય કે ભૂલ ખબર ના હોય અને આપણે કાઢીએ અને સામો ઉપકાર ના માને તો શું કરવું આપણે ? દાદાશ્રી : ઉપકાર ના માને તોય વાંધો નહીં, પણ એને ઉપદેશ થશે ને ! ઉપદેશનું કારણ તો થાય ને. પેલું ઉપદેશનું કારણ નથી, પેલું તો ખાલી તેને છે તે એ થયા કરશે. પ્રશ્નકર્તા : એની ભૂલ કાઢે પણ એને એનું ખોટું લાગે તો કાઢવી કે નહીં ? દાદાશ્રી : ખોટું લાગેને બધું. મનમાં એ રાહ જુએ કે ફરી એમની
SR No.008866
Book TitlePati Patni No Divya Vyavahar Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherMahavideh Foundation
Publication Year2007
Total Pages293
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size80 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy