SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦ પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર માઈન્ડ ફ્રેક્યર થઈ ગયું છે, બૉડી ફેક્ટર થઈ ગઈ છે, બધું ફ્રેક્ટર થઈ ગયેલું છે આ તો. માઈન્ડ કેવું થઈ ગયેલું છે કે ડૉલર જતો રહે તો જાણે મરી ગયો પોતે એવું લાગે. ના લાગે એવું ? એ મન ફ્રેક્યર થઈ ગયું પ્રશ્નકર્તા : પણ હવે બારસો ડૉલર ભાડું ભરવાનું હોય તો લાગે જ ને ! (૩) પતિ-પત્નીમાં મતભેદ ! જેવું દેખાય એવું બોલે બિચારા, એમાં એનો શો ગુનો, કહો ? દૃષ્ટિ આગળની બંધ થઈ જાય એટલે પછી મતભેદ થાય અને મતભેદ થાય અને સંસ્કાર જ ના કહેવાય ને ? સંસ્કારીને ત્યાં મતભેદ ના હોય. મારે જ્ઞાન નહોતું થયું તે વખતે બે-ચાર જણની જોડે મતભેદ પડ્યો હશે, પણ ‘આ’ જ્ઞાન થયા પછી તો કોઈની જોડે મતભેદ જ નથી પડ્યો. મતભેદ શેને માટે ? આ તો પોતાને આગળ ના દેખાય એટલે મતભેદ ઊભો થાય, મતભેદ શેનાથી થાય છે? એ દૃષ્ટિ આગળની બંધ થઈ જાય એટલે. મતભેદ એટલે અથડામણ છે એક જાતની, એવું આપને સમજાયું ? મારે તો કોઈની જોડે મતભેદ પડ્યો જ નથી અત્યાર સુધી, તો પછી મનભેદ તો હોય જ નહીંને? મતભેદ ના હોય તો મનભેદ હોય જ નહીં. અમે તો પ્રેમસ્વરૂપ ! બધું મારું પોતાનું જ છે, એ પ્રેમથી જ બધું આ છે. પ્રશ્નકર્તા : અમારે ઘરમાં પણ મતભેદ તો ઘણા છે ! દાદાશ્રી : હા, ઘણા હોય, પણ તોય વિચારશીલ માણસ ધીમે રહીને વિચાર કરીને મતભેદ કાઢી નાખે. મતભેદથી તો આ જગત બધું ઊભું રહ્યું છે. એટલે મતભેદ એ ફાયદાકારક નથી અને ધીમે ધીમે એ કમી કરવા, જેવી ચીજ છે. આપને કેમ લાગે છે ? વિચારશીલ માણસ હંમેશાંય મતભેદ ન પડવા દે. હીરાબા જોડે ત કો' મતભેદ, ત્રીસી સુધી જ ધણીપણાતો મેદ ! પિસ્તાળીસ વર્ષથી વર્લ્ડમાં કોઈની જોડે મારે મતભેદ નથી. ઘરમાં તો નહીં તે નહીં પણ કોઈની જોડે બહારેય નહીં. પ્રશ્નકર્તા: તમારી પાસે એવું શું સિક્રેટ (રહસ્ય) છે કે મતભેદ ના થાય ? દાદાશ્રી : એ જ સિક્રેટ (રહસ્ય) આપવા માગું છું તમને. આ તો દાદાશ્રી : આ લાગવાથી એ ભાડું ભરી દીધું હશે ખરું? લાગવાથી એ થઈ જતું હશે ખરું ? પ્રશ્નકર્તા : ના, પણ નેચરલ ... દાદાશ્રી : ના, એ નબળાઈ છે, વીકનેસો બધી ! આ માઈન્ડ ફ્રેક્ટર થઈ ગયેલું છે. એ ફ્રેક્ટર ના થવું જોઈએ. અમારે તો ઘેર મારા વાઈફ છે, હીરાબા છે તે આજ કેટલાંય વર્ષોથી અમારામાં મતભેદ નહીં, કોઈ દહાડો એ નાખી દેતા હોય રૂપિયા તોય હું એમ ના કહું કે.... પ્રશ્નકર્તા : જ્ઞાન પહેલાં પણ હીરાબા સાથે મતભેદ નહોતા કોઈ દિવસ ? દાદાશ્રી : હા, પહેલાં થતો. છેલ્લા પિસ્તાળીસ વર્ષથી તે બધા આજુબાજુ વાળાય જાણે કે આમને કશો કોઈ દહાડોય મતભેદ નથી. રોજ જોડે રહેવાનું તોય મતભેદ નહીં, એ લાઈફ કહેવાય. કશો મતભેદ જ નહીં એવા વ્યવહારની લાઈફ કેવી સુંદર કહેવાય ! આજે અમારા ઘરમાં વાઈફ હજુ છે, જીવે છે. એમની જોડે મતભેદ નથી પડ્યો. પાડોશી જોડે મતભેદ નહીં. પાડોશીઓનેય લાગે કે ભગવાન જેવા છે. કંઈ મનુષ્યપણું હોવું જોઈએ કે ના હોવું જોઈએ ? તમારો શો મત છે ? પ્રશ્નકર્તા : એ તો હોવું જ જોઈએ.
SR No.008866
Book TitlePati Patni No Divya Vyavahar Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherMahavideh Foundation
Publication Year2007
Total Pages293
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size80 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy