SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ (૩) પતિ-પત્નીમાં મતભેદ ! ૪૫ પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર મત મને અહીં સોંપી દે. પ્રશ્નકર્તા : આપી દીધા, દાદા. દાદાશ્રી : હં... સોંપી દે ને ! પ્રશ્નકર્તા ઃ લઈ લો તમે. એટલે મત જ નહીં રાખવો ? દાદાશ્રી : મત જ નહીં રાખવો જોઈએ. વળી બન્નેએ શાદી કરી પછી મત જુદો કેવો ? બન્નેએ શાદી કરી પછી મત જુદો રખાતો હશે ? પ્રશ્નકર્તા : રખાય નહીં પણ રહે. દાદાશ્રી : તે આપણે કાઢી નાખવાનો. જુદો મત રખાતો હશે ? નહીં તો શાદી નહોતી કરવી, શાદી કરી તો એક થઈ જાવ. પ્રશ્નકર્તા ઃ મત ના રાખીએ તો દુનિયામાં આપણને ગાંડા ગણે. બુદ્ધિ ઓછી છે એવું કહે. દાદાશ્રી : ભલે ગાંડા કહે, દુનિયા ગમે તે કહે, પણ આપણે ઘેર તો શાંતિ રહે. દુનિયાને તો એમ કરીને ઝઘડા કરાવવા છે. મત ૨ખાવડાવા છે. ગાંડા કહે, નહીં ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : બીજા ગાંડા હશે નહીં આ દુનિયામાં ? આખું વર્લ્ડ મેન્ટલ હોસ્પિટલ જ છે. મતભેદ પડે એટલે બહુ મજા આવે, નહીં ? તે ઘડીએ ? પછી જાણે નાસ્તો કર્યો હોય એવું લાગે ! કે ના ગમે ? તું કહેતી નથી, બોલતી નથી કંઈ ? પ્રશ્નકર્તા : મતભેદ કોઈને ના ગમે. દાદાશ્રી : તો પછી બંધ કરી દેવા જોઈએ. એવું છે, એમાં સરકારનો અધિકાર નથી આપણી પર દબાણ નથી. જો સરકારનું દબાણ હોય તો ના જાય, પણ આ તો આપણે આપણી પોતાની મેળે કાઢી નાખવાના છે. એટલે બંધ કરી દેવા એને. ના ગમતા હોય તો બંધ કરી દેવામાં વાંધો શો છે ? ક્યારે બંધ કરી દેશો હવે ? પ્રશ્નકર્તા : એમને જ પૂછો. દાદાશ્રી : હા. પ્રશ્નકર્તા: અહીંયાં જ પહેલાં મતભેદ થઈ ગયા. હું કરું કે એ બંધ કરે ? દાદાશ્રી : હા. એટલે મતભેદ કરીને શું કામ છે, આપણે ભેગું રહેવું, વહેંચવું નથી, વહેંચવું હોય તો વહેંચી નાખો આ ડૉલર કે ભઈ, આટલા ડૉલર તમારા ને આટલા ડોલર મારા, પણ મતભેદ ના કરવા. પ્રશ્નકર્તા : મતભેદ વગર તો જીવન અશક્ય જ હોય. દાદાશ્રી : એવું આપણે તો અશક્ય કેમ કહેવાય તે ? કોઈને મતભેદ ના પણ હોય. પ્રશ્નકર્તા : અપવાદ નથી માન્યામાં આવતું. દાદાશ્રી : તમને (મહાત્માઓને) મતભેદ છે? કોઈ જાતનો નહીં ? આમને મતભેદ નહીં હોય ? મતભેદ નથી, કહે છે. ખરી વાત કહે છે. તમને માન્યામાં આવે ? પ્રશ્નકર્તા : નિકાલી મતભેદ હોય, નિકાલી ! દાદાશ્રી : પણ એને મતભેદ જ ના કહેવાયને, નિકાલી એ વસ્તુ મતભેદ જ ના કહેવાય. તે મતભેદ જોયેલો. અહીં સત્સંગમાં આવ્યા ત્યારથી ? પ્રશ્નકર્તા : નથી જોયો. દાદાશ્રી : મેંય નથી જોયો આટલા વર્ષોમાં, કોઈ થોડોકેય મતભેદ પડ્યો હોય એવું ! મતભેદ પડે તો કામનું જ શું લાઈફમાં?
SR No.008866
Book TitlePati Patni No Divya Vyavahar Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherMahavideh Foundation
Publication Year2007
Total Pages293
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size80 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy