SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૩) વિષય બંધ ત્યાં પ્રેમ સંબંધ હક્કનું ભોગવે ! બીજે અણહક્ક પર દૃષ્ટિ જ કેમ જાય ? પોતાને જે પરણેલી છે તે સિવાય બીજે બધે આખી જિંદગી દૃષ્ટિ બગડવી જ ના જોઈએ. હક્કનું છોડીને બીજી જગ્યાએ ‘પ્રસંગ’ થાય, તો એ સ્ત્રી જ્યાં જાય ત્યાં આપણે અવતાર લેવો પડે, એ અધોગતિમાં જાય તો આપણે ત્યાં જવું પડે. આજકાલ બહાર તો બધે એવું જ થાય છે. ક્યાં અવતાર થશે તેનું ઠેકાણું જ નથી. અણહક્કના વિષય જેણે ભોગવ્યા તેને તો ભયંકર યાતનાઓ ભોગવવી પડે. તેની છોડી પણ એકાદ અવતારમાં ચારિત્રહીન થાય. નિયમ કેવો છે કે જેની જોડે અણહક્કનાં વિષય ભોગવ્યા હોય તે જ પછી મા થાય કે છોડી થાય. અણહક્કનું લીધું ત્યારથી જ મનુષ્યપણું જાય. અણહક્કનો વિષય એ તો ભયંકર દોષ કહેવાય. પોતે બીજાનું ભોગવે તો પોતાની છોડીઓ લોકો ભોગવે. આપણે કો’કનું ભોગવી લઈએ એટલે પોતાની છોડીઓ કો’ક ભોગવે, તેની ચિંતા જ નથી ને ! એનો અર્થ એ જ થયો ને ! અને એવું જ થાય છે ને ? પોતાની છોડીઓ લોકો ભોગવે જ છે ને ! આ બહુ નાલાયકી કહેવાય, ‘ટોપમોસ્ટ' નાલાયકી કહેવાય. પોતાને ઘેર છોડીઓ હોય તો પણ બીજાની છોડીઓ જુએ છે ? શરમ નથી આવતી ? મારે ઘેર પણ છોડીઓ છે એવું ભાન રહેવું જોઈએ કે ના રહેવું જોઈએ ? આપણે ચોરી કરીએ તો કોઈ બીજો ચોરી કર્યા વગર રહે જ નહીં ને ! જ્યાં અણહક્કના વિષય હોય ત્યાં તે કોઈ રસ્તે સુખી ના થાય. પારકું આપણાથી લેવાય જ કેમ કરીને ? ૪૭૩ લોકોએ વિષયની લૂંટબાજી કરી છે. આપણે બધાને નથી કહેતા, કારણ કે ‘એક્સેપ્શન કેસ’ બધામાં હોય જ. પણ ઘણો ખરો એવો માલ થઈ ગયો છે કે વિષયોમાં લૂંટબાજી અને અણહક્કના વિષયો ભોગવે છે. હક્કના વિષયની તો ભગવાનેય ના નથી પાડી. ભગવાન ના પાડે તો ભગવાન ગુનેગાર ગણાય. અણહક્કનું તો ના પાડે. જો પસ્તાવો કરે તો પણ છૂટે. પણ આ તો અણહક્કનું આનંદથી ભોગવે છે, તેથી ઘોડાગાંઠ મારે, તે કેટલાય અવતાર બગાડે. પણ પસ્તાવો કરે તો ઘોડાગાંઠ ઢીલી થાય ને છૂટવા માટે અવસર મળે. પ્રશ્નકર્તા : આપે એવું કહ્યું છે ને, અણહક્કના વિષયો નર્કે લઈ ૪૭૮ પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર જાય, એ શાથી ? દાદાશ્રી : અણહક્કના વિષયમાં હંમેશાં કષાયો હોય ને કષાયો હોય એટલે નર્કમાં જવું પડે. પણ આ ખબર પડે નહી લોકોને ! એટલે પછી બીતા નથી, ભડકેય નથી લાગતી કોઈ જાતની. અત્યારે આ મનુષ્ય ભવ તો, ગયા અવતારે સારું કરેલું તેનું ફળ છે. પ્રશ્નકર્તા : સ્વર્ગ ને નર્ક બે અહીં જ છે ? એ અહીં જ ભોગવવાનું ? દાદાશ્રી : ના, અહીં નથી. અહીં તો નર્ક જેવી વસ્તુ જ નથી. નર્કનું તો હું વર્ણન કરુંને એ માણસ સાંભળે, તો સાંભળતાં જ મરી જાય એટલાં દુઃખો છે ! ત્યાં તો જેણે ભયંકર ગુના કર્યા હોય તેને પેસવા દે ! અહીં તો ઓછાં પુણ્યવાળાને ઓછું સુખ અને વધુ પુણ્યવાળાને વધારે સુખ, કોઈને પાપ હોય ત્યારે એને દુઃખ હોય. અણહક્કમાં તો પાંચે પાંચ મહાવ્રતોનો દોષ આવી જાય છે. એમાં હિંસા થઈ જાય છે, જૂઠું થઈ જાય છે, ચોરી તો આ અણહક્કનું એટલે ઉઘાડી ચોરી કહેવાય. પછી અબ્રહ્મચર્ય તો છે જ અને પાંચમું પરિગ્રહ, તે આ મોટામાં મોટો પરિગ્રહ છે. હક્કના વિષયવાળાને મોક્ષ છે પણ અણહક્કના વિષયવાળાને મોક્ષ નથી, એમ ભગવાને કહ્યું છે. આસક્તિથી વિષય પછી વેર, વિષયતું વેર તો ભારે ઝેર ! જ્યાં સુધી સ્વરૂપનું જ્ઞાન ના હોય ત્યાં તો પોલીસવાળો પકડીને લઈ જાય, તેવો વિષય હોય તોય ગુનો ચોંટે છે. એને જે કર્મ ના ગમે, ત્યાં એને ‘ના ગમે’ એના કર્મ બંધાય અને અને જે કર્મ ગમે ત્યાં તો ‘ગમ્યા’નાં કર્મ બંધાય. ના ગમ્યામાં દ્વેષના કર્મ બંધાય, દ્વેષના પરિણામ થાય. આ ‘જ્ઞાન’ ના હોય તો તેને શું થાય ? પ્રશ્નકર્તા : દ્વેષનાં પરિણામ થતાં કર્મ ઊલટાં વધારે બંધાય ને ? દાદાશ્રી : નર્યું વેર જ બાંધે, એટલે જ્ઞાન ના હોય તેને ના ગમતું
SR No.008866
Book TitlePati Patni No Divya Vyavahar Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherMahavideh Foundation
Publication Year2007
Total Pages293
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size80 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy