SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૧) સપ્તપદીનો સાર ? ના થાય, પછી નિરંતર ધર્મધ્યાન રહ્યા કરે. આ સંસાર છોડવાથી છૂટે એવો નથી, એ જ્ઞાનથી છૂટે એવો છે. કેટલા વખતથી જંજાળથી છૂટવાની ઇચ્છા થાય છે ? જવાનીમાં તો છૂટવાની ઇચ્છા થાય નહીં, જવાનીમાં તો જંજાળ વધારવાની ઇચ્છા થાય ને ? ૪૪૫ પ્રશ્નકર્તા : એ તો બુઢાપામાંય છૂટવાની ઇચ્છા નથી થતી. પણ હવે આપના તરફથી કંઈ પ્રયત્ન થાય તો છૂટાય. દાદાશ્રી : હા, બરાબર છે. બુઢાપામાંય જંજાળમાંથી છૂટવાની ઇચ્છા ના થાય એવું છે. પ્રશ્નકર્તા ઃ આમાંથી છૂટવાનો કંઈ રસ્તો ? દાદાશ્રી : આ જંજાળમાંથી છૂટવાનો રસ્તો એ જ કે “આપણે કોણ છીએ’ એ જ્ઞાન પ્રાપ્ત થઈ જાય જ્ઞાની પુરુષ પાસેથી, તો છૂટી જવાય એવું છે. જંજાળ કોઈનેય ગમે નહીં. તમને પસંદ પડે છે કે આ જંજાળ ? પ્રશ્નકર્તા : નહીં. દાદાશ્રી : બિલકુલ નહીં ? કોઈ ફૂલહાર ચઢાવે તો ? પ્રશ્નકર્તા : એ જોખમ લાગે છે. દાદાશ્રી : જોખમ તો એવું છેને, કે આ બધું જોખમ જ છે પણ પસંદ તો પડે છે ને ? મીઠું લાગે છે ને ? ખરી રીતે બધી જંજાળો પસંદ નથી, પણ અહીં આગળ રહેવા પૂરતું એને થોડી ઘણી પસંદગી જોઈએ છે કે અહીં બેસું કે ત્યાં બેસું ? એટલે જ્યાં પસંદ પડે ત્યાં બેસે છે, એના જેવું છે ! આ જંજાળમાંથી કોઈક વખત છૂટવાની ઇચ્છા થાય છે કે ? જંજાળ ગમે જ નહીં ને ? આ તો જંજાળમાં પેઠેલા છે ! જ્યાં સુધી ના છૂટાય ત્યાં સુધી આ બધું ખાવાપીવાનું, બધા લોક કર્યા કરે તેવું કર્યા કરવાનું. પણ જો છૂટવાનું મળ્યું, જ્ઞાની પુરુષ મળ્યા તો છૂટી જાય. આ જંજાળમાંથી છૂટી જાય એટલે પરમાનંદ ! મુક્તિ !! ૪૪૬ પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર સંસારને તું મ્યુઝિયમ માત, સ્પર્ધા વિણ માત્ર ‘જો’ તે ‘જાણ’ ! અને આ સંસાર જે છે એ બધું મ્યુઝિયમ છે, તે મ્યુઝિયમમાં શરત શું છે ? પેસતાં જ લખેલી છે કે ભઈ, તમારે જે ખાવું-પીવું હોય, ભોગ કંઈ ભોગવવા હોય તો અંદર ભોગવજો. કશું બહાર લઈને નીકળવાનું નહીં. અને વઢવાનું નહીં. કોઈની જોડે રાગ-દ્વેષ નહીં કરવાના. ખાજોપીજો બધું પણ રાગ-દ્વેષ નહીં. ત્યારે આ તો અંદર જઈને પૈણે છે. અલ્યા મૂઆ, ક્યાં પૈણ્યા ? આ તો બહાર જતી વખતે વેષ થઈ પડશે ! તે આ પછી કહેશે, હું બંધાયો. તે કાયદા પ્રમાણે મહીં જઈએ ને ખઈએ-પીએ, સ્ત્રી કરીએ તોય વાંધો નથી. સ્ત્રીને કહી દેવાનું જો સંગ્રહસ્થાન છે, એમાં રાગ-દ્વેષ નહીં કરવાના. જ્યાં સુધી અનુકૂળ આવ્યું ત્યાં સુધી ફરવું, પણ છેવટે આપણે રાગ-દ્વેષ વગર નીકળી જવાનું. એની પર દ્વેષ નહીં. કાલે સવારે બીજા જોડે ફરતી હોય તોય એને દ્વેષ નહીં. આ સંગ્રહસ્થાન આવું હું છે. પછી આપણે જેટલા જેટલા કીમિયા કરવા હોય એટલા કરો. હવે સંગ્રહસ્થાન ના કાઢી નંખાય. જે બની ગયું એ ખરું હવે તો. આપણે સંસ્કારી દેશમાં જન્મ્યાં ને ! એટલે મેરેજ-બેરેજ બધું પદ્ધતિસરનું. ok ok ok
SR No.008866
Book TitlePati Patni No Divya Vyavahar Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherMahavideh Foundation
Publication Year2007
Total Pages293
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size80 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy