SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૧) સપ્તપદીનો સાર ? ૪૩૫ ૪૩૬ પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર વિશ્વાસ હોય. ‘મારું શું થશે’ થયું કે ખલાસ ! આ કાળમાં લોક બગવાઈ ગયેલા હોય છે. દોડતો દોડતો આવતો હોય તેને પૂછીએ કે ‘તારું નામ શું છે ?” તો એ બગવાઈ જાય ! આ રીતે કેમ પોષાય તે ? અનંત શક્તિનો ધણી મહીં બેઠો છે અને આ દશા આવી હોતી હશે ? પણ આવડ્યું નહીં તેનું આ થયું, વહુ થતાં ના આવડ્યું, બાપ થતાં ના આવડ્યું, છોકરો થતાં ના આવડ્યું, કશી બાબતમાં આવવું નહીં. તેની જ આ ડખલ છે. ધર્મ વસ્તુ તો પછી કરવાની છે પણ પહેલી જીવન જીવવાની કળા જાણો ને શાદી કરતાં પહેલાં બાપ થવાનું લાયકાતપત્ર મેળવો. એક ‘ઇન્જિન’ લાવીએ, એમાં પેટ્રોલ નાખીએ અને ચલાવ-ચલાવ કરીએ, પણ એ ‘મિનિંગ-લેસ’ જીવન શું કામનું ? જીવન તો હેતુસર હોવું જોઈએ. આ તો ‘ઇન્જિન’ ચાલ્યા કરે, ચાલ્યા જ કરે, એ નિરર્થક ના હોવું જોઈએ. એને પટ્ટો જોડી આપે તોય કંઈક દળાય. પણ આ તો આખી જિંદગી પૂરી થાય છતાં કશું દળાતું નથી અને ઉપરથી આવતા ભવના વાંક ઊભા કરે છે. આ તો બધું બનાવટી જગત છે ! ને ઘરમાં કકળાટ કરી, રડી અને પછી મોઢું ધોઈને બહાર નીકળે !! આપણે પૂછીએ, ‘કેમ નગીનદાસ ?” ત્યારે એ કહે, ‘બહુ સારું છે.” અલ્યા, તારી આંખમાં તો પાણી છે. મોટું ધોઈને આવ્યો હોય, પણ આંખ તો લાલ દેખાય ને ? એના કરતાં કહી નાખને કે મારે ત્યાં આ દુ:ખ છે. આ તો બધા એમ જાણે કે બીજાને ત્યાં દુઃખ નથી, મારે ત્યાં જ છે. ના, અલ્યા બધા જ રડ્યા છે. એકેએક ઘેરથી રડીને મોઢા ધોઈને બહાર નીકળ્યા છે. આય એક અજાયબી છે ! મોઢા ધોઈને શું કામ નીકળો છો ? ધોયા વગર નીકળે તો લોકોને ખબર પડે કે આ સંસારમાં કેટલું સુખ છે ? હું રડતો બહાર નીકળું, તું રડતો બહાર નીકળે, બધા રડતા બહાર નીકળે એટલે ખબર પડી જાય કે આ જગત પોલું જ છે. નાની ઉંમરમાં બાપ મરી ગયા તે સ્મશાનમાં રડતા રડતા ગયા ! પાછા આવીને નહાયા એટલે કશું જ નહીં ! નહાવાનું આ લોકોએ શીખવાડેલું, નવડાવી-ધોવડાવીને ચોખ્ખો કરી આપે ! એવું આ જગત છે !! બધા મોઢાં ધોઈને બહાર નીકળેલા, બધા પાકા ઠગ. એના કરતાં ખુલ્લું કર્યું હોય તો સારું. સંસાર જ્યમ શક્કરિયું ભરાડે, ક્યાંથી સુખ એમાં ? ભ્રાંતિમાં પાડે ! આ સંસારમાં તો મહીં જ ધબડકો પડે. ઘડીવાર શાંતિ નહીં ને પાછો રહેતો બબ્બે લાખના ફલેટમાં. મૂઆ શી રીતે જીવે છે તેય અજાયબી છેને ? પણ કરે શું ? દરિયામાં પડે ? તે ય સરકારી ગુનો છે. ભોગવ્યે જ છૂટકો થાય ને ! શક્કરિયું ભરવાડમાં બફાય તેમ લોક ચોગરદમથી રાતદા'ડો બફાયા કરે છે. તે આ ભરહાડમાંથી ક્યાં નાસે ? ‘જ્ઞાની પુરુષ' પાસે બેઠો એટલે અગ્નિ શાંત થાય ને કામ નીકળે. સંસાર તો પ્રત્યક્ષ અગ્નિ છે. કોઈને લહાય બળે તો કોઈને ઝાળ લાગે ! આમાં તે સુખ હોતું હશે ? આમાં જો સુખ હોત તો ચક્રવર્તી રાજાઓ ૧૩00 રાણીઓ છોડીને નાસી ના ગયા હોત ! એનો જ તો ભારે ત્રાસ એમને ! તેથી તો છોડીને નાસી ગયા. રાજપાટ ને વૈભવ છોડીને ‘જ્ઞાની”ની પાછળ દોડેલા ! ને આજે એક જ રાણી છોડતો નથી ! ને આવા કળિયુગના કાળમાં રાણી તો કેવી હોય કે સવારના પહોરમાં આવડી મોટી ચોપડે ! કહે કે “સવારમાં શાને ચા ઢીંચો છો ?” સંસારની વિકરાળતા જો સમજાઈ જાય તો મોક્ષની ઇચ્છા તીવ્ર થાય. સંસારની વિકરાળતા એ તો મોક્ષ માટેનું કાઉન્ટર-વેઇટ (સમકક્ષીય તોલ) છે. આજે વિકરાળતા લાગે છે, છતાંય પાછો મૂર્છાથી મૂઢ માર ખાય છે. પાછું લાગે કે હશે ભાઈ, આવતી કાલે સુધરશે. પિત્તળ સુધરીને સોનું થશે ખરું ? ના, એ તો ક્યારેય પણ સોનું ના થાય. તેથી આવા સંસારની વિકરાળતા સમજી લેવાની છે. આ તો એમ જ સમજે છે કે આમાંથી હું કંઈ સુખ લઈ આવું છું. આમ કરીશ એટલે કંઈક સુખ મળશે. પણ ત્યાંય માર ખાય છે. આ વિકલ્પી સુખો માટે ભટક ભટક કરે છે, પણ બૈરી સામી થાય ત્યારે એ સુખની ખબર પડે કે આ સંસાર ભોગવવા જેવો નથી. પણ આ તો તરત જ મૂછિત થઈ જાય ! મોહનો આટલો માર ખાય છે, તેનું ભાન પણ રહેતું નથી.
SR No.008866
Book TitlePati Patni No Divya Vyavahar Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherMahavideh Foundation
Publication Year2007
Total Pages293
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size80 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy