SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૦) પરિણામો, છૂટાછેડાનાં ૪૨૯ ૪૩ પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર હોત તો ડિવોર્સ કરતે કદાચ. દાદાશ્રી : એમ ? દરેકના ઘરમાં શાંતિ થઈ ગઈ ! શાંતિ નહોતી તે થઈ ગઈ ! ધણી વઢે તો શું કરું તું હવે ? પ્રશ્નકર્તા : સમભાવે નિકાલ કરી દેવાનો. દાદાશ્રી : એમ ! જતી ના રહું હવે ? પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : તો એટલી સારી કહેવાય ને ? પ્રશ્નકર્તા : એટલા એના મા-બાપના સંસ્કાર. દાદાશ્રી : નહીં, તમારું પુણ્ય સારું જોર કરે છે. પહેલી સદી નહીં, પણ બીજી સદી ને ! પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : એ જતા રહે ત્યારે શું કરું તું હવે ? મને તારી જોડે નહીં ફાવે તો ? પ્રશ્નકર્તા : બોલાવી લાવવાના. માફી માંગીને, પગે લાગીને બોલાવી લાવવાનું. દાદાશ્રી : હા, બોલાવી લાવવાના. અટાવી-પટાવીને માથે હાથ મૂકી, માથે હાથ ફેરવી. આમ આમેય કરવું કે ચૂપ પાછું. અક્કલથી જ કામ થતું હોય તો અક્કલ વાપરવી. પછી બીજે દહાડે આપણને કહે, “જો મારા પગને અડી હતીને ?” તો એ વાત જુદી હતી, કહીએ. તમે કેમ ભાગી જતા’તા, ગાંડાં કાઢતા હતા, તેથી અડી. એ જાણે કે આ કાયમને માટે અડી. એ તો તત્પરતી, ઓન ધી મોમેન્ટ (તન્ત્રણ) હતી !! પ્રશ્નકર્તા : દાદા, મારે તો પહેલી વાઈફ હતી એની જોડે દસ વર્ષ સુધી કોર્ટ ચાલી. દાદાશ્રી : પછી ? પ્રશ્નકર્તા : પછી સહુ સહુને ઘેર. દાદાશ્રી : પછી આ વાઈફની કોર્ટ નથી થઈને ?
SR No.008866
Book TitlePati Patni No Divya Vyavahar Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherMahavideh Foundation
Publication Year2007
Total Pages293
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size80 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy