SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૦) પરિણામો, છૂટાછેડાનાં ૪૧૫ ૪૧૬ પતિ-પત્નીના દિવ્ય વ્યવહાર દાદાશ્રી : તે જ કહું છુંને ? એ બધું સારું નહીં. બહાર શોભે નહીં. આનો કંઈ અર્થ નહીં. હજુ સુધારી શકાય છે. આપણે મનુષ્યમાં છીએને તે સુધારી શકાય. આ શા માટે આવું હોવું જોઈએ ? મુઆ, ફજેતો કર્યા કરે છે તે ? થોડું સમજવું તો પડે ને ? તમે સમજ્યા ? આ બધામાં સુપરફલુઅસ (ઉપલક) રહેવાનું છે, ત્યારે આ વહુના ધણી થઈ બેઠા, કેટલાક માણસો તો. અલ્યા મૂઆ, ધણીપણું શું કરવા બજાવે છે ? આ તો અહીં જીવ્યો ત્યાં સુધી ધણી અને એ કાલે ડાઈવર્સ ના લે ત્યાં સુધી ધણી. કાલે ડાઈવોર્સ લે તું શાનો ધણી ? મનુષ્ય સિવાય બીજા કોઈ ધણીપણું નથી બજાવતા. અરે, આજકાલ તો “ડાયવોર્સ’ લે છે ને ? વકીલને કહે કે, ‘તને હજાર-બે હજાર રૂપિયા આપીશ. મને ‘ડાયવોર્સ’ અપાવી દે, તે વકીલેય કહેશે કે ‘હા, અપાવી દઈશ.” અલ્યા, તું લઈ લેને ‘ડાયવોર્સ’, બીજાને શું અપાવવા નીકળ્યા છો ? પ્રશ્નકર્તા : દાદા, એક હસબન્ડ અને વાઈફ બન્ને જણાને ચકમક થઈ જાય છે તો એમાં જે છુટા પડી જવાય (ડાયવોર્સ) તો દોષ કોને લાગે? એમાં કર્મનો ઉદય ગણાય, શું ગણાય ? ખરેખર કોનો દોષ કહેવાય ? દાદાશ્રી : તે બધું કર્મના ઉદય. કંઈ પણ હકીક્ત, વાસ્તવિક્તા બને એ કર્મનો ઉદય. પછી ઉદય ગમે તે હોય, ખોટા ઉદય કે ખરાબ ઉદય. પણ કર્મનો ઉદય જ કરાવે છે એટલે એમાં બીજા કોઈનું ચાલે નહીં. બીજા નિમિત્ત બને વખતે કે આણે ફાચર મારી પણ છેવટ એ કર્મનો ઉદય. ફાચર મારી એવો નિમિત્ત મળી આવે કે આમને ફાચર મારી તેથી આ બે છૂટા પડી ગયા. પ્રશ્નકર્તા દાદા, દોષ કોને લાગે ? એ છૂટા પડી જાય એમાં દોષ કોને લાગે ? દાદાશ્રી : જેણે ફાચર મારી હોય તેને. “જેવું મળે તેવું' લેવું તભાવી, “બીજું કરે' તેની ખાત્રી કેવી ? પ્રશ્નકર્તા : આજકાલ બધા ડાયવોર્સ લે છે, છૂટાછેડા લે છે. તે નાનાં નાનાં છોકરાઓ મૂકીને છૂટાછેડા લે છે, તો એનો નિસાસો ના લાગે ? દાદાશ્રી : લાગે ને બધુંય, પણ શું કરે છે ? ખરી રીતે ના લેવા જોઈએ. ખરી રીતે તો આખું નભાવી લેવું જોઈએ. છોકરાં થતાં પહેલાં લીધા હોત તો વાંધો નહોતો, પણ આ છોકરાઓ થયા પછી લે, તો છોકરાંનો નિસાસો લાગેને ! પ્રશ્નકર્તા : એવું બને કે મા-બાપ સુખી ના હોય, દુઃખી હોય, તો છોકરાઓ પણ દુઃખી થાય ? દાદાશ્રી : પણ આ છૂટાછેડા. છોકરું હોય તો ના લેવાય તો સારું. કારણ કે છોકરાને બિચારાને રખડી મરવાનુંને કે બાપ પાસે રહેવું કે મા પાસે રહેવું ? પ્રશ્નકર્તા : છોકરાના બાપનું જરાય મગજ ચાલતું ના હોય, કશું કામકાજ કરતા ના હોય, મોટલ ચલાવતા ના આવડતી હોય અને ચાર દિવાલની વચ્ચે ઘરમાં બેસી રહેતો હોય, તો શું કરવાનું ? દાદાશ્રી : શું કરવું પણ તે ? બીજો પાંસરો મળશે કે નહીં એની ખાતરી શું ? પ્રશ્નકર્તા: એ તો નહીં જ વળી... દાદાશ્રી : બીજો વળી એથી એના મોઢામાં થૂકે એવો મળે ત્યારે શું કરવું ? ઘણાં લોકોને મળેલું એવું, પહેલો હતો, તે સારો હતો. મેચક્કર પાછું ત્યાં પડી રહેવું હતું ને ! મહીંથી એ સમજવું પડે કે ના સમજવું પડે ? પ્રશ્નકર્તા : દાદાને સોંપી દઈએ તો પછી બીજો પાંસરો મળે ને ? દાદાશ્રી : સારો મળ્યો અને ત્રણ વર્ષ પછી એને એટેક આવ્યો, તો શું કરશો ? આ નર્યું ભયવાળા જગતમાં શા હારુ આ... ? ‘જે બન્યું એ કરેક્ટ' કહીને ચલાવી લો તો સારું. ત્રણ વર્ષ પછી એટેક આવે. એટલે આપણને પેલો જૂનો હતો તે સાંભરે. મૂઆ, પેલો હતો તે છોડીને આ પાછા એટેકવાળાને ત્યાં આવ્યા ! એટલે આ બધું ફજેતો છે બધો, બેન !
SR No.008866
Book TitlePati Patni No Divya Vyavahar Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherMahavideh Foundation
Publication Year2007
Total Pages293
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size80 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy