SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૯) પત્નીની ફરિયાદો ૩૭૯ ૩૮૦ પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર માર્ગે પૈસો જવો જોઈએ કે ના જવો જોઈએ ? કોઈની ફેમિલીમાં અડચણ હોય અને એ બિચારાને ના હોય તો, પચાસ-સો ડૉલર આપીએ તો કેવું સરસ લાગશે ! અને શોપિંગમાં ખોટા નાખી આવો છો અને ઘેર ધમાલધમાલ પડેલું રહે છે બધું ભેગું. એક બેન તો શોપિંગમાં બાર મહિને દસ હજાર ડૉલર નાખતી. આપણી ઈન્ડિયાની છે. પછી મને કહે છે, “દાદાજી, શોપીંગમાં મારા પૈસા જાય છે અને તે હું લોકોને કંઈક વસ્તુઓ લાવીને આપવા માટે જ લાવું છું.' મેં કહ્યું, “બેન, બંધ કરી દે બા. લોકોને નથી જોઈતી આવી વાત. તું એક વાર દસ હજાર ડૉલર ખર્ચ કરવાના બંધ કરી દે !” તે બંધ થઈ ગયું એનું. વગર કામનું શોપિંગ. ખોટો મોહ એક જાતનો. જરૂરિયાત, નેસેસિટી છે કે અન્નેસેસરી છે, એટલું જોઈ લેવું. નેસેસરી હોય ને લો. પણ અન્નેસેસરી લો છો ? તમારે ત્યાંય શોપિંગ કરે છે લોકો ? એમ ! અને તમે હઉ જાઓ જોડે ! શોપિંગમાંય જોડે તૈયાર અને વઢવામાંય તૈયાર. આમ ન શોભે. ત્યારે લોકો શું કરવા સ્ટોર ખોલે છે? મહીં પેઠો હોય તો મૂંઝાવા? કેવું સરસ ટેબલ હતું ! અલ્યા, કેવું સરસ, તે મૂઆ શું તને સરસ નહીં લાગતું આમાંથી ? તે ડૉલર છે એટલે ? હમણે ડૉલર હોય તો બધું સારું લાગે. ખરીદી કરી અને પછી હવે વિચાર કરે. હવે આ શામાં લઈ જઈશું ? આ ગાડીમાં શી રીતે મૂકીશું? અલ્યા, ત્યારે લીધું શું કરવા, તે આ ? બધી બેગો હાથમાં ઝાલે ! પછી બૈરી કહેશે, હું તમને ના જ કહેતી હતી. તમે વગર કામના લે લે કર્યું. એટલે પેલો બિચારો ભોળો હોયને, તે માથે લઈ લે. પછી કહેશે, તેં કહ્યું ત્યારે તો મેં લઈ લીધું. એ પાછી વઢવઢા. પ્રશ્નકર્તા : ચાલ્યું તોફાન ! દાદાશ્રી : પૈણ એવું કે ફરી વઢવાના ના હોય તો પણ. આ વઢવા સારું પૈણવાનું છે ? જો તારે પૈણવું હોય તો વઢીશ નહીં. અને વઢવું હોય તો પૈણીશ નહીં. એવું કંઈ કાયદો જોઈએ કે ના જોઈએ, બળ્યો ? પ્રશ્નકર્તા : દાદા, અમે બધા પૈણ્યા તે પહેલાં તમારે મળવાની જરૂર હતી અમને. દાદાશ્રી : હા, પણ તમે બાધા રાખી નહોતી ને ! બાધા રાખી હોત તો હું આવત વહેલો. હવે કંઈક ફેરફાર કરવા માંગો છો? તમે કહો તેમ આપણે ફેરફાર કરીએ એનો કંઈક, તમે કહો એમ. પણ વધારે નહીં, વધારે હાઈ-લેવલમાં ન જવાય તો વાંધો નથી, પણ એક ફેમિલીમાં એ ના હોય તો બસ થઈ ગયું. રાત-દહાડો કકળાટ, કકળાટ, ઘરમાં જ કકળાટ કરે છે, મૂઆ. સામાની સહેજ ભૂલ થઈ હોય તો બૂમાબૂમ કરી મેલે. જાણે એની પોતાની ભૂલ કોઈ દહાડો ના થતી હોય, એવી રીતે ! પુરુષ પોતાને સુપ્રીમ માટે, સ્ત્રી પછી ત્રાગાં, ટૈડકાવી જાણે ! પ્રશ્નકર્તા : પુરુષ પોતાને સુપ્રીમ સમજે છે ત્યાં સુધી વઢવાડ કેવી રીતે બંધ થાય ? દાદાશ્રી : તો આર્ય શી રીતે કહેવાય ? પ્રશ્નકર્તા ઃ હા, પેલી બૈરીય ઘણી વખત ટૈડકાવેને ? બન્ને ટૈડકાવે. આ તો પુરુષ એ તો ટેડકાવે, બરોબર છે પણ આજકાલ તો બૈરી વધારે ટૈડકાવે છે. દાદાશ્રી : ના. એટલે આ પુરુષો ટૈડકાવે છે તેથી. એવું છેને, કે એને ગોદા મારીને, મોઢામાં ઘાલીને બોલાવડાવે છે લોકો. મોઢામાં આંગળા નાખીને બોલાવે. હુંય સ્ત્રીચારિત્ર સમજુ. એટલે સ્ત્રીઓ જોડે મારે મેળ પડી જાય, સારું ! મને છેતરે નહીં. બધાને છેતરે, મને ના છેતરે. પ્રશ્નકર્તા : પણ એ લોકોને ખબર હોય કે અહીંયાં ચાલશે નહીં ? દાદાશ્રી : નહીં ચાલે, મારા વખતના પુરુષો, જે સ્ત્રીઓ ઉપર જે કર૫ રાખતાં'તા, એ હિસાબે હું આ વાત કરું છું. અત્યારના છોકરાઓ બિચારાને કરપ જ નથી, સ્ત્રીઓ કરપ રાખે છે.
SR No.008866
Book TitlePati Patni No Divya Vyavahar Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherMahavideh Foundation
Publication Year2007
Total Pages293
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size80 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy