SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ જાતને જ તે ઘડીએ ઠપકો આપવાનો અને મહીં પ્રતિક્રમણ કરવાનાં ચાલુ કરી દેવાના. જીવન શાંતિમાં તો જવું જોઈએને ? પોતાની ખરાબ ટેવોને કેમ સુધારવી ? પહેલાં જાતે સુધરવું પડે. એની આદતો કઈ રીતે છૂટે, તેની જ્ઞાની પાસેથી રીત જાણી લેવી જોઈએ. પોતની ટેવોનું એક ફેરો પણ ઉપરાણું લે તો એ ટેવનું વીસ વર્ષનું એક્સટેન્સન મળી જાય. એટલે “ટેવ ખોટી છે, એ ના જ હોવી જોઈએ.’ એમ રાખવું. આપણી સમજણની ડિઝાઈન ફેરવી નાખવી જોઈએ. સવળો ફેરફાર કરી નાખવો તો જ જીવન સુંદર જશે. (૨૦) પરિણામો છૂટાછેડાના ! વિચારભેદમાંથી મતભેદ અને મતભેદમાંથી મનભેદ અને મનભેદમાં ડાયવોર્સ અને તનભેદમાંથી ઠાઠડી. જે ધણી મળ્યો એને જ નભાવી લેવો. ડાયવોર્સ કરવા પડે એ ખોટું. ડાયવોર્સ પછી જો પૈણવાના ના હોય તો ઠીક. પણ આ તો બીજો ખોળવાનો રહેને ? ફરી શોધવા જતાં સામેવાળો જુએને કે આ ડાયવોર્સવાળી છે ? મારી જોડે એડજસ્ટ થશે કે નહિ ? આપણે ઈન્ડિયન, કેટલાક ધણી બદલ્યા કરીએ ? એક સ્ત્રી ડાયવોર્સ લેવાની તૈયારી કરતી હતી, ધણીનું બીજે લફરું ચાલુ હતું તેથી. પરમ પૂજ્ય દાદાશ્રીએ એને સમજાવી, બીજો ધણી લાવીશ તે એક પત્નીવ્રતનો કાયદો પાળતો હશે ? બીજો કો સારો મળશે ? બધે આનું આ જ આ કળિયુગમાં, માટે નભાવી લે, લેટ ગો કરી નાખ.’ શાદી બે રૂપે પરિણમે. એક આબાદી ને બીજું બરબાદી. ભારતીય સન્નારીઓને એક પતિવ્રતના સંસ્કાર ક્યાં લુપ્ત થયા ? એંસી વર્ષના માજી ધણી પાછળ સરવણી કરે, તારા કાકાને આ 37 ભાવતું'તું, તે ભાવતું'તું કરીને મુંબઈથી મંગાવીને ખાટલામાં મૂકે. આપણે કહીએ કે, ‘માજી કાકા તો તમારી જોડે આખી જીંદગી ઝઘડતા હતા ને થોડા દા'ડા પર તો તમને ધક્કો મારીને પાડી નાખ્યાં હતાં તોય હજુ આમ કરો છો ?' ત્યારે માજી કહે, પણ તોય એમના જેવા બીજા ધણી નહિ મળે !!!' (ધન્ય છે આર્ય સન્નારીને !) જીવન તો એવું હોવું જોઈએ કે લોકો એમાથી નોંધ કરી ઉપદેશ લે. કળિયુગમાં બધાંના જીવન ફ્રેક્ચર થઈ ગયેલાં હોય. અક્રમજ્ઞાનીથી સુધારી નંખાય. ઘર સ્વર્ગ જેવું લાગે ને પતિ-પત્ની દેવી-દેવતા જેવાં થઈ જાય ! એકબીજાના પ્રતિક્રમણ કર્યા કરે તો તેનાથી ઘણું હલકું થઈ જાય. (૨૧) પરણ્યાનો સાર ! જીવનનો ધ્યેય શું ? હેતુ શો ? જીવન ગુજારે ને પછી પોતે ગુજરી ! ગુજારો (વાટખર્ચી) ના જોઈએ ? ગુજારા માટે શું કમાણી કરી ? જીવનનો હેતુ મોજમજા માટે હશે કે પરોપકાર માટે ? મોક્ષની વાત તો પછી પણ જીવન જીવવાની કળા તો આવડવી જોઈએને ? આ તો જીવનમાં બધાં જ ખાતાં ખોટવાળાં છે. છતાંય સંસાર ગમે છે, તે શાથી ? રણના તાપમાં તપેલાને બાવળીયાનો છાંયડો કેવા મીઠો લાગે ? જ્ઞાનીને તપ તપવાનો જ ના રહે, કારણ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ ભાવ ને ભાવથી સંપૂર્ણ મુક્ત થયા હોય એ ! ધણી બદિયો ને વહુ ઘાંચી, તે ઘાણીમાં તેલ નીકળ્યા જ કરે, બળદિયાનું. પરણવાની કિંમત ક્યારે ? લાખોમાં એકાદને જ પરણવાનું મળે ત્યારે. આ તો બધા જ પરણે છે એમાં શું નવાઈ ? ખરેખર સંસાર એ વેર ચૂકવવાનું સ્થળ છે. ધણી, છોકરાં, સાસુ, વહુ વેર વસુલ કરવા આવેલાં છે તે આખી જિંદગી ચૂકવ્યા જ કરો ! જીવન તો તેણે જીવી જાણ્યું જણાય કે જેને વેર ના બંધાય ને છૂટી જવાય ! તે એ આ જીવન સંગ્રામમાં જીત્યો કહેવાય. આ કાળમાં ભયંકર આંધીઓ આવી રહી છે ! શક્કરીયું ભરાડમાં બફાય તેમ ચોગરદમથી લોક બફાય રહ્યું છે અને હવે તો સળગવા હઉ માંડ્યું છે. ચક્રવર્તીઓ રાજપાટ, હજારો રાણીઓ છોડીને જ્ઞાનીની 38
SR No.008866
Book TitlePati Patni No Divya Vyavahar Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherMahavideh Foundation
Publication Year2007
Total Pages293
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size80 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy