SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૭) વાઈફ જોડે વઢવાડ ! ૩૧૯ ૩૨૦ પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર જાગ્યો ત્યાંથી ડખો કરે ઘેર, વિનંતી કરું ટાળ વાણી ઝેર ! મનુષ્ય થઈને પ્રાપ્ત સંસારમાં ડખો ના કરે, તો સંસાર એવો સરળ ને સીધો ચાલ્યા કરે. પણ આ પ્રાપ્ત સંસારમાં ડખલ જ કર્યા કરે છે. જાગ્યો ત્યારથી જ ડખલ. પ્રાપ્ત સંયોગોમાં સહેજ પણ ડખલ ના હોય, તો ભગવાનની સત્તા રહે. તેને બદલે ડખો કરે અને પોતાની સત્તા ઊભી કરે છે. ‘હું પછી આ આમ કેમ કર્યું આ આમ..” અલ્યા મૂઆ, પાંસરો મરને. ચા પીને છાનોમાનો મોઢું ધોઈને. અને બીબીયે જાગ્યા ત્યારથી ડખલ કર્યા કરે, કે “જરા આ બાબાને હીંચકો નાખતા પણ નથી, જો આ ક્યારનો રડ્યા કરે છે !' ત્યારે પાછો ધણી કહેશે, ‘તારા પેટમાં હતો ત્યાં સુધી હું કંઈ હીંચકો નાખવા આવ્યો હતો ! તારા પેટમાંથી બહાર નીકળ્યો તો તારે રાખવાનો.' આ પાંસરી ના હોય ત્યારે શું કરે છે ? પ્રશ્નકર્તા : તમે ડખો નહીં કરો કહ્યુંને, એ બધું જેમ છે તેમ પડી રહેવા દેવું જોઈએ. ઘરમાં બહુ માણસો હોય ? દાદાશ્રી : પડી રાખવું ના જોઈએ અને ડખોય ના કરવો જોઈએ. પ્રશ્નકર્તા : એવું કેવી રીતે થાય ? દાદાશ્રી : વળી ડખો હોતો હશે ? ડખો તો અહંકારનું ગાંડપણ કહેવાય ! પ્રશ્નકર્તા : કંઈક કાર્ય હોય તો કહેવાય ખરું ઘરમાં, કે આટલું કરજો એમ ? દાદાશ્રી : પણ કહેવા કહેવામાં ફેર હોય. પ્રશ્નકર્તા : ઇમોશન વગર કહેવાનું. ઇમોશનલ નહીં થઈ જવાનું ને કહેવાનું એમ ? દાદાશ્રી : આમ વાણી, કેવી મીઠી બોલે છે કે કહેતાં પહેલાં જ એ સમજી જાય ! પ્રશ્નકર્તા : આ કડક વાણી, કર્કશ વાણી હોય એને શું કરીએ ? દાદાશ્રી : કર્કશ વાણી, ત્યારે એ જ ડખો હોયને ! કર્કશ વાણી એમાં શબ્દ ઉમેરવો પડે, કે ‘હું વિનંતી કરું છું આટલું કરજો.’ ‘હું વિનંતી...” એટલો શબ્દ ઉમેરીને કરે.. પ્રશ્નકર્તા ઃ હવે આપણે મોટેથી એમ કહીએ કે, ‘એય થાળી ઉંચક અહીંથી’ અને આપણે ધીમે કહીએ, ‘તું થાળી ઉંચક અહીંથી’ એટલે એ જે બોલવાનું જે પ્રેસર છે.... દાદાશ્રી : એ ડખો ના કહેવાય. હવે પેલા ઉપર રોફ મારો તો ડખો કહેવાય. પ્રશ્નકર્તા : એટલે ધીમેથી બોલવાનું ? દાદાશ્રી : ના, એ તો ધીમેથી બોલો તો ચાલે. અને એ તો ધીમેથી બોલે તોય ડખો કરી નાખે. એટલે તમારે કહેવાનું ‘હું વિનંતી કરું છું. તે આટલું કરજોને’ મહીં શબ્દ ઉમેરવો પડે. આમને ટેમ્પરરી શાંતિ નથી જોઈતી. આ બધાં પરમેનન્ટ શાંતિ માટે ભેગાં થયાં છે. તમારે શાંતિ ટેમ્પરરી જોઈએ છે કે પરમેનન્ટ ? પ્રશ્નકર્તા : પરમેનન્ટ. દાદાશ્રી : તમારે હઉ પરમેનન્ટ શાંતિ જોઈએ છે ? શું કરવી છે ? વહુ છે, છોકરા ત્રણ છે, પછી..... પ્રશ્નકર્તા : વહુ તો બધાયને હશે જ ને ! વઢવાડ ના થતી હોય એવું તો મને પોસીબલ (શક્યો જ નથી લાગતું. અને કોઈ કહેતું હોય તો એ ખોટું છે. દાદાશ્રી : એમ ? પ્રશ્નકર્તા : માણસ પોતાનાં ઘરનાં જોડે જ વઢવાડ કરેને ! પોતાનાં
SR No.008866
Book TitlePati Patni No Divya Vyavahar Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherMahavideh Foundation
Publication Year2007
Total Pages293
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size80 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy