SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૪ પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર (૧૭) વાઈફ જોડે વઢવાડ ! ૩૧૩ કેમ ભેગા થયા ? આ તો બૈરી જોડે લડવાડ કર્યા કરે. અલ્યા, તારા કર્મનો દોષ. એટલે આપણા લોકો નિમિત્તને બચકાં ભરે, બૈરી તો નિમિત્ત છે, નિમિત્તને શું કરવા બચકાં ભરે છે, નિમિત્તને બચકાં ભરે તેમાં ભલીવાર આવે કોઈ દહાડો ? અવળી ગતિઓ થાય. બધી આ તો લોકોને શું ગતિ થવાની છે, એ કહેતાં નથી. એટલે ભડકતાં નથી. જો કહી દે ને કે ચાર પગ ને પૂંછડું વધારાનું, તો હમણે ડાહ્યા થઈ જાય. પ્રશ્નકર્તા : એમાં કોનું કર્મ ખરાબ સમજવું ? બન્ને ધણી-ધણીયાણી લડતાં હોય તેમાં ? દાદાશ્રી : બેમાંથી જે કંટાળે એનું. પ્રશ્નકર્તા : એ લડવામાં તો કોઈ કંટાળે જ નહીં, એ તો લડ્યા જ કરે ? દાદાશ્રી : તો બન્નેનું ભેગું. અણસમજણથી બધું થાય છે. ઝઘડ્યા પછી થવું પડે એક, રે' શરૂથી એક, ક્યાં ગયો ટેક? અમે તો એટલું જાણીએ કે આ ઝઘડ્યા પછી ‘વાઈફ'ની જોડે વહેવાર જ ના માંડવાનો હોય તો જુદી વાત છે. પણ ફરી બોલવાનું છે તો પછી વચ્ચેની બધી જ ભાષા ખોટી છે. અમારે આ લક્ષમાં જ હોય કે બે કલાક પછી ફરી બોલવાનું છે, એટલે એની કચકચ ના કરીએ. આ તો તમારે અભિપ્રાય ફરી બદલવાનો ના હોય તો જુદી વાત છે. અભિપ્રાય આપણો બદલાય નહીં તો આપણું કરેલું ખરું છે. ફરી જો ‘વાઈફ' જોડે બેસવાના જ ના હો તો ઝઘડ્યા એ ખરું છે. પણ આ તો આવતી કાલે ફરી જોડે બેસીને જમવાના છે. તો પછી કાલે નાટક કર્યું તેનું શું ? એ વિચાર કરવો પડે ને ? આ લોકો તલ શેકી શેકીને વાવે છે તેથી બધી મહેનત નકામી જાય છે. ઝઘડા થતા હોય ત્યારે લક્ષમાં હોવું જોઈએ કે આ કર્મો નાચ નચાવે છે. પછી એ નાચનો જ્ઞાનપૂર્વક ઉકેલ લાવવો જોઈએ. પ્રશ્નકર્તા : ઝઘડા કરનાર બન્ને જણાએ આ સમજવું જોઈએ ને ? દાદાશ્રી : ના, આ તો ‘સબ સબકી સમાલો'. આપણે સુધરીએ તો સામેવાળો સુધરે. આ તો વિચારણા છે, કે ઘડી પછી જોડે બેસવાનું છે તો પછી કકળાટ શાને ? શાદી કરી છે તો કકળાટ શાને ? તમારે ગઈ કાલનું ભૂલાઈ ગયું હોય ને અમને તો બધી જ વસ્તુ ‘જ્ઞાન'માં હાજર હોય. જો કે આ તો સવિચારણા છે તે “જ્ઞાન” ના હોય તેને પણ કામ આવે. આ તો અજ્ઞાનથી માને છે કે એ ચઢી વાગશે. કોઈ અમને પૂછે તો અમે કહીએ કે, ‘તુંય ભમરડો ને એય ભમરડો. તે શી રીતે ચઢી વાગશે ? એ કંઈ એના તાબામાં છે ?” તે એ ‘વ્યવસ્થિત' (સંજોગો)ના તાબામાં છે. અને વાઈફ ચઢીને ક્યાં ઉપર બેસવાની છે ? તમે જરા નમતું આપો એટલે એ બિચારીના મનમાંય ઓરિયો (ઓરતો) પૂરો થાય કે હવે ધણી મારા કાબૂમાં છે ! એટલે સંતોષ થાય એને. મુસલમાનમાં, એ લોકોમાં ‘લાકડાની ભારી તારે લાવવી પડશે અને પાણીની મટકી તારે લાવવી પડશે. હું તો બુરખામાં રહીશ.’ શાદી થાય ત્યારે બીબી આ બે કબુલ કરાવી લે ! ‘લકડે કી ભારી કબૂલ ?” ત્યારે કહે, કબૂલ. ‘પાણી કી મટકી કબૂલ ?” ત્યારે ધણી કહે, કબૂલ. જો અત્યારે કંઈ લકડે કી ભારી નથી લાવવાની. પાણીની મટકી નથી લાવવાની, કશો ત્રાસ નથી, ત્યારે લોક પ્રમાદમાં પડ્યા છે. પહેલાનાં કાળના લોકો તો ખાવાનું-પીવાનું ન હોય, લૂગડાં-લત્તાં ન હોય તોય ચલાવી લેતા. અને અત્યારે કશાની તાણ નહીં તોય આટલો બધો કકળાટ, કકળાટ, કકળાટ ! તેમાંય ધણીને ‘ઇન્કમટેક્સસેલ્સટેક્સ’ના લફરાં હોય, એટલે ત્યાંના સાહેબથી એ ભડકતા હોય. અને ઘેર બઈસાહેબને પૂછીએ કે તમે શેના ભડકો છો ? ત્યારે એ કહે કે, “મારા ધણી વસમા છે.’ આવા સંસારમાં ગમે છે તમને આ બધું? પ્રશ્નકર્તા : અત્યારે તો આ સંસાર સારો લાગે છે. દાદાશ્રી : કડવો નથી લાગતો ? પ્રશ્નકર્તા : ઊંડાણમાં જઈએ તો કડવો લાગે.
SR No.008866
Book TitlePati Patni No Divya Vyavahar Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherMahavideh Foundation
Publication Year2007
Total Pages293
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size80 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy