SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ સ્ત્રી ઉપર રોજ રોજ કંટ્રોલ ના કરાય. પણ જ્યારે વિફરે ત્યારે પુરુષે બધો કંટ્રોલ લઈ લેવા જોઈએ. પ્રેમથી પછી વાળી લઈ કામ લેવું. અત્યારે રમા રમાડતા આવડતી નથી તેથી વિફરે છે એ. આજ સુધી રંજાડેલું બધું નોંધ કરી કાળજે લખેલું, વિફરે ત્યારે એક-એક કરી પાછું આપે. જાણે આજે જ ઘા ના વાગ્યો હોય એટલું ફ્રેશ હોય બધું એને. એટલો જ ભોગવટો પંદર વરસેય તાજો જ ભોગવે. આ સ્ત્રીની પ્રકૃતિ ! તેને ઓળખીને ચાલે તો જીવનમાં વાંધો જ ના આવે. સ્ત્રીને એક આંખે દેવી ને એક આંખે કડકાઈ રાખી જોવું, તો જ સુખી સંસાર થાય. ક્યારેક વિફરે ત્યારે જ કડક થવું, બાકી દેવી તરીકે જોવું. આ તો વાત વાતમાં કડક થઈ જાય એટલે એની કડકાઈનું કોઈ મહત્ત્વ જ રહે નહીં. કેવો ? અંડરહેન્ડને રક્ષણ આપે ને ઉપરીને ટૈડકાવે. વિશ્વાસ રાખવાનું સાધન એટલે પોતાની પત્ની. ત્યાં સામસામી વિશ્વાસ તૂટી જાય એટલે જીવન નકામું થઈ જાય. બૈરીને મરાય નહિ. ખીલે બાંધેલી તેથી મારેને ? સમાજનું બંધન, પિયરનું બંધન એટલે બૈરી ક્યાં જાય ? માર ખાયનેય પડી જ રહેને ? હમણાં છુટ્ટી હોયને મારવા જાવ જોઈએ ! જે બૈરીને માર મારે તે પતિ નહિ પણ કસાઈ કહેવાય. એના જેવું બીજું પાપ નહિ. પરદેશમાં બૈરીને મારે તો તરત જતી રહે. પરદેશમાં તો વર્કવુમન ને વેધરનો ભરોસો નહીં, ક્યારે બદલાઈ જાય કહેવાય નહિ. મૌનના તાપથી પત્નીને વશ તો કરી જુઓ ! કચકચ કરીને વક્કરનો કચ્ચરઘાણ કરી નાખે. ‘નબળો ધણી બાયડી પર શુરો” આ વાક્ય સાંભળીને પોતાની નબળાઈની સમજણ ના પડી જવી જોઈએ ? એક જણે પરમ પૂજ્ય દાદાશ્રીને પૂછયું, ‘હીરાબાથી રસોઈ બગડી જાય તો તમે તેમને વઢો ?” ત્યારે તેઓશ્રીએ કહ્યું “રસોઈ તો શું પણ એમનાથી મારા પર દેવતા પડી જાય તોય હું ના કશું કહું.’ તો પછી એ આપનાથી ગભરાય છે કેમ ?” દાદાશ્રી બોલ્યા, “એ હું ના વટું એટલે જ ગભરામણ બેસે. લઢવાથી વજન તૂટી જાય.’ ‘ભાભો ભારમાં તો વહુ લાજમાં.” ઘણાં એમ માને કે ઝઘડો થાય તો જ પ્રેમ વધે. એ પ્રેમ નથી પણ આસક્તિ છે. સાચો પ્રેમ તો તેને કહેવાય કે જે ક્યારેય વધે નહીં. ઘટે નહીં’. આ તો વાત વાતમાં ‘તું અક્કલ વગરની છે” કહી નાખે. સાચો પ્રેમ હોય ત્યાં એકબીજાની ભૂલો ના દેખાય, ગમે તેવું હોય તોય. એકબીજાનું નભાવી લે પ્રેમથી. પ્રેમ છે ત્યાં દ્વેષ ન હોય, ધૃણા ના હોય. સાચા પ્રેમથી વહુ તો શું આખું જગત વશ વર્ત. (૧૮) વાઈફ વાળે, તોલ સાથે ! ‘રમા રમાડવી સહેલ છે, વિફરી મહામુશ્કેલ છે.’ પરમ પૂજ્ય દાદાશ્રી આ રીતે જ જીવન જીવ્યા ! એક બાજુ હીરાબાને અપાર પૂજ્યતા ને બીજી બાજુ તાપ પણ દાદાશ્રીનો એટલો જ લાગતો. એકવાર હીરાબાને પૂછયું ‘બા, દાદા પહેલાં કેવા હતાં ?” ત્યારે બાએ કહ્યું “તીખા ભમરા જેવાં.' જિંદગીમાં એકવાર દાદાશ્રીએ મોટું ત્રાગું હીરાબા સામે નાટકીય ભાવે કર્યું અને બાની અણસમજણથી ને લોકોની ચઢવાણીથી આવી પડનારનું ધર્મ પરનું સંકટ ટાળ્યું. સ્ત્રી એ પ્રાકૃતિક શક્તિ છે. એ શક્તિનો ઉપયોગ કરતાં આવડવો જોઈએ. એને તરછોડ મારી તો એ શકિતથી મહાન દુ:ખો સર્જાશે. કેટલાક એવા પુરુષો છે કે જે બૈરીનો માર ખાય. પત્નીને સાચવી ના શકે, એનું રક્ષણ ના કરી શકે એવા કાયર જ માર ખાય સ્ત્રીનો. ત્યાં ‘સમભાવે નિકાલ કરે’ તો છૂટાય. શરૂમાં પતિ પત્નીને ભાઈસા'બ ભાઈસા'બ કહેવડાવે. પછી ? પાછળથી પુરુષને સુખ જોઈતું હોય ત્યારે સ્ત્રી વસુલ કરે, ભાઈસા'બ ભાઈસા'બ બોલાવડાવીને ! કેટલીક સ્ત્રીઓ તો ઊઠ-બેસ હઉ કરાવડાવે. એના કરતાં મરી જવું શું ખોટું ? વહુ મારે તો પાકો પુરુષ બારી-બારણા બંધ કરી દઈ માર ખાતો 34
SR No.008866
Book TitlePati Patni No Divya Vyavahar Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherMahavideh Foundation
Publication Year2007
Total Pages293
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size80 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy