SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૪) “મારી’ના આંટા ઉકેલાય આમ ! ૨૬૧ જેવી દૃષ્ટિ છેને, એવું દેખે. જે પોતાને મરી ગયો એમ જાણતો હોય એ બીજાને મરી ગયા જ જાણે. દુનિયાની દૃષ્ટિએ સમજદાર હોય, એ વિષાદ રહેવા દે અને દુનિયાની દૃષ્ટિએ સમજદાર ના હોય એ વિષાદ કાઢી નાખે. આ બે દૃષ્ટિઓ (૧૫) પરમાત્મ પ્રેમની પિછાણ કોઈ પણ વસ્તુ દુનિયામાં બને કે તરત “આ શું છે ?” એવું જોડે બીજું અમારું બને. દુનિયામાં બને એ તો વ્યવહારનું બન્યું પણ નિશ્ચયનું અમારે બની જાય કે “ખરેખર આમ છે” એ એની મેળે જ બની જાય, સ્વાભાવિક રીતે જ ! સાચો પ્રેમ શોધ્યો તા ક્યાંય જડે, જ્યાં ને ત્યાં આસક્તિ, તેથી લડે દાદાશ્રી : આ સંસારમાં જો કોઈ કહેશે, ‘આ સ્ત્રીનો પ્રેમ એ પ્રેમ નહોય ?” ત્યારે હું સમજાવું કે જે પ્રેમ વધે-ઘટે એ સાચો પ્રેમ નહોય. તમે હીરાના કાપ લાવી આપો તે દહાડે બહુ પ્રેમ વધી જાય, એ પછી કાપ ના લાવો તો પ્રેમ ઘટી જાય, એનું નામ પ્રેમ ના કહેવાય. પ્રશ્નકર્તા સાચો પ્રેમ વધઘટ ના હોય તો તેનું સ્વરૂપ કેવું હોય ? દાદાશ્રી : એ વધઘટ ના થાય. જ્યારે જુઓ ત્યારે પ્રેમ એવો ને એવો જ દેખાય. આ તો તમારું કામ કરી આપે ત્યાં સુધી એનો તમારી જોડે પ્રેમ રહે અને કામ ના કરી આપે તો પ્રેમ તૂટી જાય, એને પ્રેમ કહેવાય જ કેમ? એટલે જ્યાં સ્વાર્થ ના હોય ત્યાં આગળ શુદ્ધ પ્રેમ હોય. સ્વાર્થ ક્યારે ના હોય ? મારી તારી ના હોય ત્યારે સ્વાર્થ ના હોય. “જ્ઞાન” હોય ત્યારે મારી તારી ના હોય. ‘જ્ઞાન’ વગર તો મારી તારી ખરી જ ને ? પ્રેમ, મારે તોય ન ઘટે કદી, સાચો તે, હારતોરે ન વધે કદી ! પ્રશ્નકર્તા: માણસ પ્રેમ વગર જીવી શકે ખરો ? દાદાશ્રી : જેની જોડે પ્રેમ કર્યો એણે લીધો ડાયવોર્સ તો પછી શી રીતે જીવે એ ? કેમ બોલ્યા નહીં ? તમારે બોલવું જોઈએ ને ?
SR No.008866
Book TitlePati Patni No Divya Vyavahar Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherMahavideh Foundation
Publication Year2007
Total Pages293
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size80 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy