SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૩) દાદાઈ દૃષ્ટિએ ચાલો, પતિઓ..... ૨૩૯ ૨૪૦ પતિ-પત્નીના દિવ્ય વ્યવહાર ઘડીએ ! અન્યાયમાં આપણી વાઈફ હોય તોય આપણે એના હિસાબે જ ચાલવું. ત્યાં ન્યાય કરવા જેવું નહીં કે આ તારામાં જ અક્કલ નથી તેથી આકાલ જમવાનું ત્યાં આગળ છે, તું તારી કંપનીમાં જ તું વકીલાત કરું છું ! એટલે પ્રતિવાદીના વકીલ થઈ જાય. ભાંજગડ જ નહીં. ડાહ્યો માણસ ! કચકચ કરતો હોયને તો એને કહીએ, અલ્યા, તું ચલાવ, બા ! પ્રશ્નકર્તા: ત્યારે એ કહેશે, મારો જીવ ના ચાલે. દાદાશ્રી : કેમ ? ત્યારે કહીએ, તને શું થાય પાછો વાંધો ? ત્યારે ત્યાં તને શું ઊંચી બાંધી છે કે તું ટોક ટોક કરે છે, એ તો એને સોંપી દે. આ તો ડ્રાઇવર હોય ને ત્યારે ખબર પડે ટોકવા જઉં તો, આ તો ઘરના માણસ એટલે ટોક ટોક કરું છું. પ્રશ્નકર્તા : ડ્રાઇવર જતો રહે. દાદાશ્રી : ડ્રાઇવર ચલાવતો હોયને તો ટોકે તે પહેલાં પ્રાઇવર આવડી બોલે, “ડોન્ટ સ્મીક ! બોલશો નહીં” કહેશે. આ તો ઘરના માણસ. ઘરકી મુરગી દાળ બરાબર કરી નાખી લોકોએ. તારી જીવન દોરી તો એના હાથમાં સોંપી છે અને પાછું એની જોડે જ લડે છે. હવે પેલાનું મગજ જતું રહે તો શું થઈ જાય ? એટલે અમુક જણ જોડે વઢવાડ ના થાય એ લોક જાણતું નથી. અરે, વાળંદ જોડે લડવાડ કરે અને તેય હજામત કરતો હોય ત્યારે. અલ્યા, હમણે અસ્ત્રો વાગી જશે ! ઘર ઝઘડે. લે પત્નીનો પક્ષ, જે શરણે આપણી તેને રક્ષ! પ્રશ્નકર્તા : પત્નીનો પક્ષ ના લઈએ તો ઘરમાં ઝઘડો થાય ને? દાદાશ્રી : પત્નીનો જ પક્ષ લેવાનો. પત્નીનો લેજોને, કશો વાંધો નહીં. કારણ કે પત્નીનો પક્ષ લઈએ તો જ રાતે સૂઈ રહેવાયને નિરાંતે. નહીં તો સૂવાય શી રીતે ? ત્યાં કાજુ-બાજી ના થવું. પ્રશ્નકર્તા : પાડોશીનો પક્ષ તો લેવાય જ નહીંને ! દાદાશ્રી : ના, આપણે હંમેશાં વાદીના જ વકીલ રહેવું, પ્રતિવાદીના વકીલ ના થવું, આપણે જે ઘરનું ખઈએ તેના જ.... અને સામાના ઘરની વકીલાત કરીએ, ખઈએ આ ઘેર. એટલે સામાને ન્યાય તોલીએ નહીં તે એવું ઘણા ફેરા બને છે એવા અક્કલવાળા કે પેલાનો ન્યાય તોલવા જાય. મૂઆ, એ ન્યાય તોલવાનું હોય નહીં. એ વહુ કહે એ પ્રમાણે હા કબૂલ એક્સેપ્ટેડ. પછી આપણે વહુને ખાનગીમાં કહેવાનું, આવું તેવું કરવું નહીં. તો ભાંજગડ નહીં આપણે. પણ ત્યાં આગળ તો વહુનું કહેલું જ સાચું છે, કહેવું. પ્રશ્નકર્તા: પુરુષનો જે અહમ્ છે, એ છે તો સ્ત્રી જોડેનું અથડામણનું કારણ હોય છે, એટલે સ્ત્રી અને વારંવાર કહે છે કે તારો અહમ્ છે આ. તારો અહમ્ છે. હવે આ અહમ્ હતો એટલે તો પુરુષ થયો. હવે અથડામણ ના થાય, એનું શું નિરાકરણ ? દાદાશ્રી : મમતાને લઈને અથડામણ થાય છે. પ્રશ્નકર્તા ઃ અહમૂને લઈને નહીં ? દાદાશ્રી : એ મમતા અહમને લઈને જ છેને ! પણ એ મમતા ના હોય તો અથડામણ ઊડી જાય. પ્રશ્નકર્તા : આ જે મમતા છે એટલે અથડામણ થાય છે. તો હવે આ મમત્વ, એમાંથી બહાર નીકળવું કેવી રીતે ? દાદાશ્રી : નીકળી જ ગયા છેને મમતામાંથી ! છે જ ક્યાં હવે મમતા ! તમે શરીર જ પોતાનું નહીં માનતા ત્યાં ! મમતા તો તમે સોંપી દીધી દાદાને. પ્રશ્નકર્તા : બરાબર છે, પણ આમ ખબર કે આ મારું નથી એમ. છતાં અથડામણ રહી ને, અહમ્ કે મમત્વ ગમે તે કારણે, દરરોજના વ્યવહારમાં અથડામણ રહીને ?
SR No.008866
Book TitlePati Patni No Divya Vyavahar Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherMahavideh Foundation
Publication Year2007
Total Pages293
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size80 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy