SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૩) દાદાઈ દૃષ્ટિએ ચાલો, પતિઓ... ૨૩૫ ૨૩૬ પતિ-પત્નીના દિવ્ય વ્યવહાર બન્ને રિસાય તેમાં શો ભલીવાર, પૈણ્યો પણ ત વળ્યો શુક્કરવાર ! અમે તો શું કહ્યું આ જ્ઞાન લીધા પછી ચિંતા થાય તો જોખમદારી અમારી. પણ આ આજ્ઞા પાળવી જોઈએ. આજ્ઞા અઘરીય નથી. તમે પ્રેક્ટિસ કરવા માંડો. પ્રશ્નકર્તા : પાડવા માંડી. દાદાશ્રી : તમે પાડવા માંડી ને ? પ્રેક્ટિસ અત્યારે પાડ પાડ કરો. નહીં તો એ સહજ નથી એ વસ્તુ. કારણ કે નવું ઇજીન હોયને, તેય ઘસારો ના પડ્યો હોય તો ચાલે નહીં. તે આપણે હેન્ડલ માર માર કરીને રાગે પાડવું પડે ! નવી વહુ જોડેય રાગે પાડવું પડે. બધું નવું નવું હોય તો રાત્રે પાડવું પડે. પહેલે દહાડે વહુ રિસાઈ હોય અને આપણેય રિસાઈએ તો ભલીવાર ક્યારે આવે ? જો રિસાઈ હોય તો આપણે ધીમે રહીને કહેવાનું, ગભરાશો નહીં, આપણે એક જ છીએ. આમ તેમ કરીને પટાવી પટાવીને કામ લેવું. એય રિસાય ને આપણે રિસાઈએ તો રહ્યું શું પછી ? કામ લેતાં આવડવું જોઈએ, ના આવડવું જોઈએ ? જો બધા ખુશ થઈ જાય છેને ? વાત સમજવી પડશે કે નહીં ? હું તો સ્વતંત્ર કરવા આવ્યો છું તમને. કોઈ બોસ નથી, નો બોસ. બોસ તમારી વાઈફ ! એને એકલીને સાચવી રાખજો. કારણ કે એ જલેબી કરી આપે, ભજિયાં કરી આપે, ખુશ રાખો તો સારું કે નાખુશ રાખો તો ? પ્રશ્નકર્તા : ખુશી રાખો તો. દાદાશ્રી : હં. પ્રશ્નકર્તા : મારે તો એય નથી કરી આપતી. દાદાશ્રી : એ મારી પાસે તેડી લાવજે. હું એને સમી કરી આપીશ, રિપેર કરી આપું છું. પ્રશ્નકર્તા: વાઈફ ડૉક્ટર છે એટલે દવાખાનું ચલાવે છે. એટલે ટાઈમ ના મળને ! દાદાશ્રી : તોય હું રીપેર કરી આપીશ. મને બધું રિપેર કરતાં આવડે. નવાં મશીનો રિપેર કરું. જૂનાંયે કરું અને એન્ટેડ મશીને રિપેર કરું, એન્ગલ્ડ ! પ્રશ્નકર્તા : વહુને કેવી રીતે રાખવી એ વાત બહુ ગમી. દાદાશ્રી : મોંઘી વહુ ને સસ્તી વહુ ! પ્રશ્નકર્તા: હમણાં કહ્યું ને તમે બધા મોંઘી વાઈફ લઈ આવ્યા છે. તો મોંઘી ને સસ્તીમાં ફરક શું? ખબર કેવી રીતે પડે કે આ મોંધી વહુ છે ને આ સસ્તી વધુ છે ? દાદાશ્રી : આ સસ્તી વહુ એટલે લો ક્વૉલિટી હોયને, એટલે સસ્તી. આ હાઈ ક્વોલિટીવાળી મોંઘી. પ્રશ્નકર્તા : લો ક્વૉલિટી એટલે શું ? દાદાશ્રી : લો ક્વૉલિટી એટલે એનો સ્વભાવ. ત્યારે કહે, ગરીબ વિચાર હોય, ગરીબ સ્વભાવ હોય, વારેઘડીએ જૂઠું બોલતી હોય અને એવું તેવું. ભોળી હોય ! આ તો બધા પાકા, હાઇ ક્વૉલિટી માલ અહીં બધા આવેલા. પ્રશ્નકર્તા : અમેરિકામાં બધો હાઇ ક્વૉલિટી માલ આવેલો ? દાદાશ્રી : હા, સ્ત્રી હાઇ ક્વૉલિટી લાવેલાને. આ કંઈ જેવું તેવું છે? થાંભલો અથડાય વારેવારે, સ્વાત' વિતા ત પુગાય આરે ! પ્રશ્નકર્તા : હું વાઈફને અથડાવાનું ઓછું તો કરું છું, પ્રયત્નો કરું છું, પણ થાંભલો જ ઉપર પડતો હોય તો શું કરવું ? ચરણવિધિ તો રોજ સવારે કરીએ જ છીએ, નવકારમંત્ર બોલીએ છીએ. એટલે વળી થોડું ઓછું અથડાય છે. વાઈફ સાથે અથડાવાનાં આ કર્મો જ હશેને, ગયા જન્મનાં?
SR No.008866
Book TitlePati Patni No Divya Vyavahar Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherMahavideh Foundation
Publication Year2007
Total Pages293
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size80 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy