SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૧) શંકા બાળે સોનાની લંકા ૨૧૫ ૨૧૬ પતિ-પત્નીના દિવ્ય વ્યવહાર પ્રશ્નકર્તા : બધા ઉપર કંઈ શંકા આવતી નથી. એક કે બે જણ ઉપર જ આવે તો કે એની જોડે કંઈ ઋણાનુબંધ હશે, એટલે આવે છે ? પ્રશ્નકર્તા: એમ ને એમ તો કેવી રીતે શંકા આવે ? કંઈક સંજોગ તો હોવા જ જોઈએ ને ? દાદાશ્રી : ના, એવું કંઈ નહીં. સતી ઉપર શંકા આવે લોકોને તો ! સતી ઉપર શંકા આવે છે ? પ્રશ્નકર્તા : હા, આવેને. દાદાશ્રી : તો પછી એમાં શું કારણ ત્યાં, થોડું કંઈ બે ટકાય સત્ય દાદાશ્રી : ના, બધું મારાપણું છે એટલે શંકા આવે, મારાપણું ના હોય, તો શંકા ના આવે. હીરા તમારા છે, એટલે આ માણસ જોઈ ગયા, એ માણસ પર શંકા તમને આવે. તમારા હીરા ના હોય, તો તમને શંકા ના આવે. પ્રશ્નકર્તા: હીરા મારા હોયને હું સૂઈ ગઈ ને ધારો કે મારી સાથે બીજી પાંચ વ્યક્તિઓ સૂતી છે, તો મને શંકા તો એ પાંચ પર જ આવે ને ? દાદાશ્રી : બધેય આવે. એ હીરા તમારા છે એટલે આવે છે. હીરા પહેરવાનું વાંધો નથી, તમને માલિકીપણું છે, તેથી જ એ શંકા આવે. હીરા પહેરો, વહેંચી દો, આપી દો, ખાવા-પીવો, મજા કરો પણ માલિકીપણું છે તો શંકા આવે. હા, શંકા જેવું લાગતું હોય તો ઉપાય કરવો બધો. આવા હીરા આપણે બીજી જગ્યાએ મૂકી દેવાં. આપણને એમ લાગે કે આ શંકામાં, આ ચાર માણસ આવ્યા તે જોઈ ગયા છે, તો અંધારામાં ઊઠીને બીજી જગ્યાએ મૂકી આવવાનું. શંકા એટલે, લકવો બુદ્ધિનો, કર ફજેતો, સુખી જીવતતો ! પ્રશ્નકર્તા: આપણે શંકા ના કરવી હોય, બરાબર દેઢ નિર્ણય-નિશ્ચય છે. પણ એવાં કેવાં આવરણ આવે, સંજોગ આવે કે શંકા આવ્યા જ કરે. એ કયા કર્મ એવા હોય ? એનું શું કારણ ? દાદાશ્રી : મમતા કરી છે એટલે. પ્રશ્નકર્તા : શંકા કરીએ તો પાંચ ટકા પણ વાત સાચી હોય તો જ શંકા થાય ? પ્રશ્નકર્તા: કોઈએ આવીને કીધું હોય કે ભઈ આ સતી આવી છે. દાદાશ્રી : હા, પણ જેણે કીધું, તેનેય શી રીતે શંકા પડી એને ? પ્રશ્નકર્તા: હવે એવું હોય કે કદાચ કોઈએ જોયું હોય તો, કોઈ કહે આપણને, આપણે જાણીએ છીએ કે આપણી વાત સોએ સો ટકા સાચી.... દાદાશ્રી : ના, પણ બધું આ ખોટે ખોટા... શંકા કરવી એ ખોટી હોય છે. શંકા તો બુદ્ધિનો લકવો છે. બુદ્ધિને લકવો થયો હોય ત્યારે શંકા થાય. તેથી શંકાનું અમે ખાસ લખ્યું છે કે શંકા કરશો જ નહીં, અમથાં નકામા શંકા કરીને શું કરવાનું છે ? સાચું હોય તો કરને, પણ કશું વળવાનું નથી. પ્રશ્નકર્તા : શંકા કરવી એ ડિસ્ચાર્જ કર્મ છે, ગયા ભવના કંઈ ઋણાનુબંધને લીધે જ શંકા થાય છે ? એ વ્યક્તિ સાથે આપણે કંઈ લેણદેણ હોય એટલે થાય ? દાદાશ્રી : આપણે દુ:ખ ભોગવવાનું હોય ત્યારે થાય. પ્રશ્નકર્તા અને એ વ્યક્તિએ આપણને દુઃખ આપવાનું હોય, એવું હોય ? દાદાશ્રી : ના, સામી વ્યક્તિએ દુ:ખ આપતી જ નથી કોઈને. પોતે દાદાશ્રી : ના, કંઈ પણ સાચું ના હોય તો જ શંકા થાય.
SR No.008866
Book TitlePati Patni No Divya Vyavahar Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherMahavideh Foundation
Publication Year2007
Total Pages293
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size80 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy