SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ (૯) કોમનસેન્સથી, એડજસ્ટ એવરીવ્હેર ! ૧૭૫ ૧૭૬ પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર તમારો દોષ કે “કાઉન્ટરપુલી’ નાખતાં ના આવડી. છૂટવું હોય તેણે પાડવો મેળ, બન્ને નિશ્ચય કરે તો પડશે મેળ ! પ્રશ્નકર્તા: વ્યવહારમાં રહેવાનું તો ‘એડજસ્ટમેન્ટ' એકપક્ષી તો ના હોવું જોઈએને ? દાદાશ્રી : વ્યવહાર તો એનું નામ કહેવાય કે ‘એડજસ્ટ’ થઈએ એટલે પડોશીય કહે કે, “બધા ઘેર ઝઘડા છે, પણ આ ઘેર ઝઘડો નથી.” એનો વ્યવહાર સારામાં સારો ગણાય. જેની જોડે ના ફાવે ત્યાં જ શક્તિ કેળવવાની છે. ફાવ્યું ત્યાં તો શક્તિ છે જ. ના ફાવે એ તો નબળાઈ છે. મારે બધા જોડે કેમ ફાવે છે ? જેટલા ‘એડજસ્ટમેન્ટ’ લેશો તેટલી શક્તિઓ વધશે અને અશક્તિઓ તુટી જાય. સાચી સમજણ તો બીજી બધી સમજણને તાળાં વાગશે ત્યારે જ થશે. સુંવાળા જોડે તો સહુ કોઈ ‘એડજસ્ટ થાય પણ વાંકા-કઠણ-કડક જોડે, બધા જ જોડે ‘એડજસ્ટ’ થતાં આવડ્યું તો કામ થઈ ગયું. ગમે તેટલો નાનામાં નાગો માણસ હોય તો પણ તેની જોડે એડજસ્ટ’ થતાં આવડે, મગજ ખસે નહીં તે કામનું ! ભડકે તો ચાલે નહીં. જગતની કોઈ વસ્તુ આપણને ‘ફીટ’ થાય નહીં. આપણે એને ‘ફીટ’ થઈએ, તો આ દુનિયા સરસ છે. અને એને ‘ફીટ’ કરવા જઈએ તો દુનિયા વાંકી છે. એટલે “એડજસ્ટ એવરીવ્હેર' ! આપણે એને ફિટ થઈએને તો વાંધો નથી. પ્રશ્નકર્તા: ઘણી વખત એમ બને કે એક સમયે બે જણ સાથે ‘એડજસ્ટમેન્ટ’ એક જ વાત પર લેવાનું હોય તો તે જ વખતે બધે શી રીતે પહોંચી વળાય ? દાદાશ્રી : બેઉ જોડે લેવાય. અરે, સાત જણ જોડે લેવાનું હોય તેમ લઈ શકાય. એક પૂછે, “મારું શું કર્યું?” ત્યારે કહીએ, ‘હા બા, તારા કહ્યા પ્રમાણે કરીશું.” બીજાનેય એમ કહીએ, ‘તમે કહેશો તેમ કરીશું.' ‘વ્યવસ્થિત'ની બહાર થવાનું નથી, માટે ગમે તે રીતે ઝઘડો ના ઊભો કરશો. મુખ્ય વસ્તુ ‘એડજસ્ટમેન્ટ’ છે. ‘હા’થી મુક્તિ છે. આપણે ‘હા’ કહ્યું તો પણ ‘વ્યવસ્થિત'ની બહાર કંઈ થવાનું છે ? પણ ‘ના’ કહ્યું તો મહા ઉપાધિ ! ઘરનાં ધણી-ધણિયાણી બેઉ જણ નિશ્ચય કરે કે મારે “એડજસ્ટ’ થવું છે તો બન્નેનો ઉકેલ આવે. એ વધારે ખેંચે તો આપણે “એડજસ્ટ’ થઈ જવું તો ઉકેલ આવે. એક માણસનો હાથ દુખતો હતો, પણ તે બીજાને નહોતો કહેતો. પણ બીજા હાથે હાથ દબાવીને બીજા હાથેથી ‘એડજસ્ટ' કર્યું ! એવું ‘એડજસ્ટ’ થઈએ તો ઉકેલ આવે. આ ‘એડજસ્ટ એવરીવ્હેર’ નહીં થાય તો ગાંડા થશો બધા. સામાને છંછેડ્યા કરો તેથી જ ગાંડા થયા. આ કુતરાને એક ફેરો છંછેડીએ, બીજા ફેર, ત્રીજા ફેર છંછેડીએ ત્યાં સુધી એ આપણી આબરૂ રાખે પણ પછી તો બહુ છંછેડ છંછેડ કરીએ તો એય બચકું ભરી લે. એય સમજી જાય કે આ રોજ છંછેડે છે તે નાલાયક છે, નાગો છે. આ સમજવા જેવું છે. ભાંજગડ કશી જ કરવાની નહીં, ‘એડજસ્ટ એવરીવ્હેર'. જેને “એડજસ્ટ થવાની કળા આવડી એ દુનિયામાંથી મોક્ષ તરફ વળ્યો. ‘એડજસ્ટમેન્ટ' થયું એનું નામ જ્ઞાન. જે ‘એડજસ્ટમેન્ટ’ શીખી ગયો તે તરી ગયો. ભોગવવાનું છે તે તો ભોગવવાનું જ છે, પણ ‘એડજસ્ટમેન્ટ’ આવડે એને વાંધો ના આવે, હિસાબ ચોખ્ખો થઈ જાય. આ બહારવટિયા મળી જાય તેની જોડે ‘ડિસુએડજસ્ટ’ થઈએ તો એ મારે. એના કરતાં આપણે નક્કી કરીએ કે એને “એડજસ્ટ’ થઈને કામ લેવું છે, પછી એને પૂછીએ કે, ‘ભાઈ, તારી શી ઇચ્છા છે ? જો ભઈ, અમે તો જાત્રા કરવા નીકળ્યા છીએ.’ તેને એડજસ્ટ થઈ જઈએ. ખાડી ગંધાય તેને શું વઢાય ? માણસોય ‘ગંધાય' ત્યાં શું ઉપાય ? આ વાંદરાની ખાડી ગંધાય તો એને શું વઢવા જવાય ? તેમ આ માણસો ગંધાય છે તેને કંઈ કહેવા જવાય ? ગંધાય એ બધી ખાડીઓ કહેવાય ને સુગંધી આવે એ બાગ કહેવાય. જે જે ગંધાય છે એ બધા કહે છે કે, ‘તમે અમારી જોડે વીતરાગ રહો'.
SR No.008866
Book TitlePati Patni No Divya Vyavahar Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherMahavideh Foundation
Publication Year2007
Total Pages293
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size80 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy