SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ (૮) સુધારવું કે સુધરવું ? ૧૪૩ ૧૪૪ પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર માટે જક પકડવી, જકથી બગડી જાય કે ના બગડી જાય ? પ્રશ્નકર્તા : બગડી જાયને. દાદાશ્રી : સુધારવા માટે નહીં આ જે બને તે કરેક્ટ કરીને આગળ ચાલવાનું. સુધારવાની ભાંજગડમાં નહીં પડવાનું. સુધારવાની ભાવના રાખવી, પણ સુધારવાથી શું થાય, વધારે બગડતું હોય. આપણે તો એ તોડ તોડ. ફાડ ફાડ કરે અને આપણે સાંધ સાંધ કરીએ. રિલેટિવ સગાઈ છે. જરૂર હોય તો કરવું આવું અને જરૂર ના હોય તો એય ફાડે ને આપણેય ફાડીએ તો છૂટું, સમજાય એવી વાત છે ? પ્રશ્નકર્તા: હં, સમજાય એવી વાત છે. દાદાશ્રી : સગાઈઓ બધી રિલેટિવ સગાઈઓ છે, આ રિયલ સગાઈ નહીં. રિયલ સગાઈ હોય તો આ મરી ફીટવું જોઈએ, એને સુધારે જ છૂટકો છે, પછી જેટલા અવતાર બગડે એટલા. પણ આ તો રિયલ સગાઈ નથી તે પેલા માણસે મને શું કહ્યું, સી.એ.એ, એ સમજદાર માણસને, આ રિલેટિવ હું જાણું નહીં ! હવે એને શી રીતે સુધારવાનું ? ત્યાં જઈને એને કહેવાનું, કે મારું મગજ પહેલાં બહુ ખરાબ રહેતું હતું, હવે મગજ જરા ટાટું પડ્યું છે, હેંડ તું હંડ ! તારો દોષ નહીં, મારો દોષ, મને દેખાયા હવે, કહીએ, પેલી કંઈ ટેપ કરવાની છે ? ટેપ ના કરે નહીં અને ટેપ કરે તોય આપણને કોણ, એને વેચાતા પૈસા આપવાના કોઈ એ ટેપના ! મારી ટેપના પૈસા આપે, એ ટેપના કોઈ પૈસા આપે ? પણ સુધારી દીધી હતી ! આ સમજદાર માણસો મને મળે છે ને એમનું જલદી કામ થઈ જાય છે, તરત જ પહોંચી શકે કે આ કરેક્ટ વાત છે. તરત અમલમાં લઈ લે. તમને ગમ્યું કે ? બહુ ? પ્રશ્નકર્તા : હા, દાદા. દાદાશ્રી : તે સમજાવીને બેઉનું પછી સાંધી આપ્યું હઉ બિચારાનું ! રાગે પાડી દીધું ! આવું છે આ જગત ! અણસમજણ આ બધી ખોટી ! આ તો રિલેટિવ સગાઈઓ છે. આને સુધારવાનું ના હોય પેલી બાઈનેય કહ્યું, મેં કહ્યું, સુધારવા ફરું છું આ ? સુધારવાનો હોય ? જેવો માલ તેવો માલ, આપણે ચલાવી લેવાનો. એડજસ્ટ એવરીવ્હેર. પાંચમાં આરામાં એડજસ્ટ એવરીવ્હેર હોય અને ડીસએડજસ્ટ થશો તો માર ખાઈ ખાઈને મરી જશો. તે પણ રાગે પાડી દીધું. પત્નીતી છે રિલેટિવ ગાઈ, સાચું માની લ્યો, તેથી ઠગાઈ ! આ ગુણાકાર-ભાગાકાર શેને માટે શીખવાડવામાં આવે છે કે ગુણાકારની રકમ જો બહુ વધી જાય તો એટલી રકમથી ભાગી નાખજે. એટલે શેષ કશું વધે નહીં. ગુણાકારની રકમ વધી જાય અને એનો જો બોજો લાગતો હોય તો તેને ભાગો, એટલી જ રકમથી ભાગો તો બોજો ઓછો થઈ જશે. અને સરવાળા-બાદબાકી તો નેચરલ છે? એમાં કોઈનું કશું ચાલે એવું નથી. આ જગતમાં જે કંઈ પણ થાય છે, એ ખોટ જતી હોય કે નફો આવતો હોય તો એ નેચરના હાથમાં છે ને ગુણાકાર-ભાગાકાર એ ઓઢીને ફર્યા કરે છે. સુખનો ગુણાકાર કર્યા કરે છે અને દુઃખનો ભાગાકાર કર્યા કરે છે. આ જગતમાં જે કંઈ પણ સરવાળા-બાદબાકી થયા છે એ કોઈ માણસના હાથમાં છે નહીં. આ જગત જ સરવાળા-બાદબાકી છે અને ગુણાકાર-ભાગાકાર એ ભ્રાંતિની નિશાની છે. આ નેચર બાદબાકી કરે તેને આપણે કહીએ કે સરવાળો કર તો ના ચાલે. એ બાદબાકી કરે તો તું એને જોયા કર કે શું બને છે ? બાકી મુળ રકમ તો ઊડી જવાની નથી. તો બાદબાકી કરવા દેને જેટલી કરેને એટલી, નિયમ જ છે. આ રિલેશનમાં તો રિલેશનના આધારે વર્તવું જોઈએ. બહુ સત્ય અસત્યની જક ન પકડવી. બહુ ખેંચવાથી તૂટી જાય. સામો સંબંધ ફાડે તો. આપણે જો સંબંધની જરૂર હોય તો સાંધી લઈએ તો જ સંબંધ જળવાય. કારણ કે આ બધાય સંબંધો રિલેટિવ છે. બૈરી કહે કે આજે પૂનમ છે. તમે કહો કે ચૌદશ છે તો બેઉની રકઝક ચાલે. ને આખી રાત બગડે ને સવારે પેલી ચાનો કપ પછાડીને આપે. તાંતો રહે. એના કરતાં આપણે સમજી જઈએ કે આણે ખેંચવા માંડ્યું છે તે તૂટી જશે એટલે ધીરે રહીને પંચાંગ
SR No.008866
Book TitlePati Patni No Divya Vyavahar Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherMahavideh Foundation
Publication Year2007
Total Pages293
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size80 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy