SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ પૈસા ખોટે રસ્તે ગયા તો કંટ્રોલ કરી નાખવો ને પૈસા સારા રસ્તે વપરાય તો ડીકંટ્રોલ કરી નાખવાનો. આ ભાઈ કોઈ એક જણને દાન આપતા હોય, ત્યાં આગળ કોઈ બુદ્ધિશાળી કહેશે કે, “અરે આને ક્યાં આપો છો ?” ત્યારે આ ભાઈ કહેશે, ‘હવે આપવા દો ને, પણ ગરીબ છે.’ એમ કરીને એ દાન આપે છે, ને પેલો ગરીબ લઈ લે છે. પણ પેલો બુદ્ધિશાળી બોલ્યો તેનો તેણે અંતરાય પાડ્યો. તે પછી એને દુઃખમાં કોઈ દાતા ના મળી આવે. (૩૪૮) [૭] દાલતાં વહેણ હવે તો આપણે પશ્ચાત્તાપથી બધું ભૂંસી શકાય અને મનમાં નક્કી કરીએ કે આવું ના બોલવું જોઈએ. અને બોલ્યો તેની ક્ષમા માગું છું, તો ભૂંસાઈ જાય. કારણ કે તે કાગળ પોસ્ટમાં પડ્યો નથી તે પહેલાં આપણે ફેરફાર કરી નાખીએ કે પહેલાં અમે મનમાં વિચાર કર્યો હતો કે, “દાન આપવું ના જોઈએ' તે ખોટું છે. પણ હવે અમે વિચાર કરીએ છીએ કે આ દાન આપવામાં સારું છે એટલે એનું આગળનું ભૂંસાઈ જાય. ખરે ટાઈમે તો એક ધર્મ જ તમને મદદ કરીને ઊભો રહે. માટે ધર્મના વહેણમાં લક્ષ્મીજી જવા દેજો. (૩૪૯) પૈસાનો સ્વભાવ કેવો છે ? ચંચળ છે, એટલે આવે અને એક દહાડો પાછા જતાં રહે. માટે પૈસા લોકોના હિતને માટે વાપરવા. જ્યારે તમારો ખરાબ ઉદય આવ્યો હોય ત્યારે લોકોને આપેલું તે જ તમને હેલ્પ કરે, એટલે પહેલેથી જ સમજવું જોઈએ. પૈસાનો સદ્વ્યય તો કરવો જ જોઈએ ને ? (૩૫O) ચાર પ્રકારનાં દાન છે. એક આહારદાન, બીજું ઔષધદાન, ત્રીજું જ્ઞાનદાન અને ચોથું અભયદાન. (૩૫) જ્ઞાનદાનમાં પુસ્તકો છપાવવાં, સાચા રસ્તે વાળે અને લોકોનું કલ્યાણ થાય એવાં પુસ્તકો છપાવવાં એવું તેવું એ જ્ઞાનદાન. જ્ઞાનદાન આપે તો સારી ગતિઓમાં, ઊંચી ગતિઓમાં જાય, અગર તો મોક્ષે પણ જાય. એટલે મુખ્ય વસ્તુ જ્ઞાનદાન ભગવાને કહેલું છે, અને જ્યાં પૈસાની જરૂર નથી ત્યાં અભયદાનની વાત કહી છે. જયાં પૈસાની લે-દે છે, ત્યાં આગળ આ જ્ઞાનદાન કહ્યું છે અને સાધારણ સ્થિતિ, નરમ સ્થિતિનાં માણસોને ઔષધદાન ને આહારદાન બે કહ્યું છે. (૩૫૨) અને ચોથું અભયદાન. અભયદાન તો કોઈ જીવમાત્રને ત્રાસ ના થાય એવું વર્તન રાખવું, એ અભયદાન. (૩૫૨) પ્રશ્નકર્તા : ધર્મમાં બે નંબરનો પૈસો છે તે વપરાય છે, હમણાંના જમાનામાં, તો એનાથી લોકોને પુણ્ય ઉપાર્જન થાય ખરું ? દાદાશ્રી : ચોક્કસ થાય ને ! એણે ત્યાગ કર્યો ને એટલો ! પોતાની પાસે આવેલાનો ત્યાગ કર્યો ને ! પણ એમાં હેતુ પ્રમાણે પછી એ પુણ્ય એવું થઈ જાય, હેતુવાળું ! આ પૈસા આપ્યા તે એક જ વસ્તુ જોવાતી નથી. પૈસાનો ત્યાગ કર્યો એ નિર્વિવાદ, બાકી પૈસા ક્યાંથી આવ્યા, હેતુ શો, આ બધું પ્લસ-માઈનસ થતાં જે બાકી રહેશે એ એનું. એનો હેતુ શો કે સરકાર લઈ જશે એના કરતાં આમાં નાખી દો ને ! (૩૬૩) પ્રશ્નકર્તા : લોકો લક્ષ્મીને સંઘરી રાખે છે તે હિંસા કહેવાય કે નહીં ? દાદાશ્રી : હિંસા જ કહેવાય. સંઘરવું એ હિંસા છે. બીજા લોકોને કામ લાગે નહીં ને ! (૩૬૪)
SR No.008865
Book TitlePaisa No Vyavahar Sankshipt
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherMahavideh Foundation
Publication Year2007
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size365 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy