SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ કરવાની છે, ઈકોનોમી કરવાની છે પણ લોભ નથી કરવાનો. (૩૧૪) લોભ ક્યાંથી પેસે ? એની શરૂઆત ક્યાંથી થાય ? પૈસા ના હોય તે ઘડીએ લોભ ના હોય. પણ જો નવ્વાણું થયા હોય તો મનમાં એમ થાય કે આજે ઘેર નહીં વાપરીએ પણ એક રૂપિયો ઉમેરીને સો પૂરા કરવા છે ! આ નવાણુંનો ઘક્કો વાગ્યો !! એ ધક્કો વાગ્યો એટલે એ લોભ પાંચ કરોડ થાય તો ય છૂટે નહીં એ જ્ઞાની પુરુષ ધક્કો મારે તો છૂટે ! (૩૧૫) લોભિયો સવારે ઊઠ્યો ત્યાંથી લોભ કર્યા કરે. આખો દહાડો એમાં ને એમાં જાય. ભીંડા મોંઘા ભાવના છે કહેશે. વાળ કપાવવામાં પણ લોભ ! આજે બાવીસ દા'ડા થાય છે, પૂરો મહિનો જવા દો. કશો વાંધો નહીં આવે, સમજ પડીને ! આ સ્વભાવ એટલે આ ગાંઠ એને દેખાડ દેખાડ કરે ને કષાય થયા કરે અને આ કપટ અને લોભ બેનું બહુ વસમું (૩૯) - પાંચ-પચાસ રૂપિયા હાથમાં હોય તો ય વાપરે નહીં, તો ય રિક્ષાના ખર્ચ નહીં. શરીરે ચલાય નહિ તો ય ! ત્યારે મેં એમને કહ્યું કે આવું ના કરો. થોડા રૂપિયા, દસ-દસ રૂપિયા રિક્ષાઓમાં વાપરવા માંડો. ત્યારે એ કહે કે એ તો ખર્ચાતું જ નથી. આપવાનું થયું એટલે ખાવાનું ના ભાવે. હવે ત્યાં હિસાબથી તો મને ય ખબર પડે છે કે, ખોટું છે. પણ શું થાય પણ ? પ્રકૃતિ ના પાડે છે તે એકવાર એમને મેં કહ્યું કે પૈસાનું પરચૂરણ લો ને, રસ્તામાં વેરતા વેરતા આવો ! તે એક દહાડો થોડા વેર્યા ને પછી ના વેર્યા. આમ બે-ચાર વખત વેરી નાખે ને તો આપણું મન શું કહે કે આ આપણા કાબૂમાં છે નહીં, આપણું માનતા નથી. તો એમ કરીને આપણું મન-બન બધાં ફરી જાય ! આપણે ઊંધું કરવું પડે. એ તો ધૂણવું પડે. ધૂસ્યા વગર ના ચાલે. તે ઘરનાં માણસ કાબૂમાં ન આવતાં હોય તો ધૂણવું પડે. એવી રીતે મનને કાબૂમાં લેવા માટે ધૂણવું પડે. (૩૨) લોભની ગ્રંથિ એટલે શું ? ક્યાં કેટલા છે, ત્યાં કેટલા છે, એ જ લક્ષમાં રહ્યા કરે, બેન્કમાં આટલા છે, પેલાને ત્યાં આટલા છે, અમુક જગ્યાએ આટલા છે, એ જ લક્ષમાં રહ્યા કરે. ‘હું આત્મા છું’ એ એને લક્ષમાં રહે નહીં. પેલું લક્ષ તૂટી જવું જોઈએ, લોભનું. ‘હું આત્મા છું” એ જ લક્ષ રહેવું જોઈએ. (૩૨૧) અને લોભિયો તો સ્વભાવથી જ એવો હોય કે કશામાં રંગાય જ નહીં. કોઈ રંગ ચઢે નહીં એને ! લોભિયો હોય ને તો તમારે એટલું જોઈ લેવું કે કોઈ રંગ ચઢે નહીં ! લાલમાં બોળીએ તો ય પીળો ને પીળો ! લીલામાં બોળીએ તો ય પીળો ને પીળો ! (૩૨૩) લોભ વગરના બધાય રંગાઈ જાય. પાછો હસે એટલે આપણે જાણીએ કે રંગાઈ ગયા. હું જે વાત કરું ને તે સાંભળે બધી ય. બહુ સારી વાત, બહુ આનંદની વાત, આમ તેમ, પણ મહીં તન્મયાકાર ના થાય. એટલે આ ઘર-બાર ભૂલી જાય ને પેલો ભૂલે નહીં. એનો લોબ-બોભ કશું ભૂલે નહીં. હમણે જઈશ ને પેલા આવશે તો એમની ગાડીમાં જઈશ તો પાંચ બચશે. એ ભૂલે નહીં. આ તો પાંચ બચવા કરવાનું ભૂગ્લી જાય. પછી જવાશે કહેશે. પેલો કંઈ ભૂલે નહીં. એ રંગાયો ના કહેવાય. રંગાયો ક્યારે કે તન્મયાકાર થઈ જાય બધું. ઘર-બાર બધું ભૂગ્લી જાય. તમને ના સમજણ પડી ? આ લોક નથી કહેતા કે દાદાનો રંગ લાગ્યો ? પેલાને દાદાનો રંગ ના લાગે, તું ગમે તેટલા રંગમાં બોળ બોળ કરે તો ય પણ. (૩૨૪) મનમાં પૈસા આપવાનો ભાવ થાય કે આપીએ, પણ અપાય નહીં એ લોભની ગાંઠ. પ્રશ્નકર્તા : સંજોગો એવા હોય કે આપવાનો ભાવ હોય છતાંય અપાય નહિ.. દાદાશ્રી : એ જુદું છે. એ તો આપણને ખબર પડે કે આ સંજોગો એવા છે, પણ એવું હોતું નથી. આપવાનો નિશ્ચય કરીએ તો અપાય એવું પ્રશ્નકર્તા: હા, પણ હોવા છતાં ના આપે.
SR No.008865
Book TitlePaisa No Vyavahar Sankshipt
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherMahavideh Foundation
Publication Year2007
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size365 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy