SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ જ ભોળા છો. ‘હું સમજીને છેતરાઉં છું.” ત્યારે એમણે કહ્યું કે ‘હું આવું ફરી નહીં બોલું ?” હું જાણું કે આ બિચારાની મતિ આવી છે. એની દાનત આવી છે. માટે એને જવા દો. લેટ ગો કરોને ! આપણે કષાયથી મુક્ત થવા આવ્યા છીએ. આપણે કષાય ન થવા છેતરાઈએ છીએ એટલે ફરી હઉ છેતરાઈએ. સમજીને છેતરાવામાં મઝા ખરી કે નહીં ? સમજીને છેતરાવાવાળા ઓછા હોય ને ? લાફો હોય તેને અમે કહીએ કે ‘નોબલ’ કરકસર કરો. (૨૦) પૈસા કમાવવાની ભાવના કરવાની જરૂર નથી. પ્રયત્ન ભલે ચાલુ રહ્યા. ભાવનાથી શું થાય ? પૈસા હું ખેંચી લઉં તો પેલાને ભાગે રહે નહીં પછી. એનો અર્થ એટલો કે હું ક્વોટા પડાવી લઉં એટલે પેલાને ભાગે રહે નહીં. એટલે જે કુદરતી ક્વોટા નિર્માણ થયો છે, તેને જ આપણે રહેવા દો ને ! લોભનો અર્થ શું ? બીજાનું પડાવી લેવું. વળી કમાવવાની ભાવના કરવાની જરૂર જ શું ? મરવાનું છે તેને મારવાની ભાવના કરવાની જરૂર શું ? એવું હું કહેવા માગું છું. આ તો લોકોનાં ઘણાં પાપ થતાં અટકી જાય એવું હું કહેવા માગું છું, આ એક વાક્યમાં ! (૨૭0). લોભને લઈને જે આચાર થાય છે ને, તે આચાર જ એને જાનવર ગતિમાં લઈ જાય. (૨૭૧) તમે સારા માણસ છો ને તમે નહીં છેતરાવ તો બીજા કોણ છેતરાવાના છે ? નાલાયક તો છેતરાય નહીં. એનું તો ‘સાપને ઘેર સાપ ગયો ને જીભ ચાટીને પાછો આવે’ એવું ! છેતરાય તે કંઈક આપણી ખાનદાની ત્યારે જ કહેવાયને. આપણને ‘આવો - પધારો' કહે એ તો એનું પ્રિપેમેન્ટ હોય છે. એટલે ‘લોભિયાથી છેતરાય’ એમ લખ્યું છે. કારણ કે છેતરાઈને મારે મોક્ષે જવું છે. હું અહીં આગળ પૈસા ભેગા કરવા નથી આવ્યો. અને હું એમે ય જાણું છું કે નિયમના આધીન છેતરે છે કે અનિયમથી ? એ હું જાણનારો છું એટલે વાંધો નહીં. હું ભોળપણથી નહીં છેતરાયેલો. હું જાણું કે આ બધા મને છેતરી રહ્યા છે. હું જાણીને છેતરાઉં. ભોળપણથી છેતરાય એ ગાંડા કહેવાય. અમે ભોળા હોતા હોઈશું ? જે જાણીને છેતરાય એ ભોળા હોય ? નાનપણથી મારે પ્રિન્સિપલ એ હતો કે સમજીને છેતરાવું. બાકી, મને મૂરખ બનાવી જાય અને છેતરી જાય એ વાતમાં માલ નથી. આ સમજીને છેતરાવાથી શું થયું ? બ્રેઈન ટોપ પર ગયું. મોટા મોટા જજોનું બ્રેઈન કામ ના કરે એવું કામ કરતું થઈ ગયું. (૨૮૩) શ્રીમદ્ રાજચન્દ્ર પુસ્તકમાં લખ્યું છે કે જ્ઞાની પુરુષની તન-મન અને ધનથી સેવા કરજો. ત્યારે કો’કે પૂછયું. ‘ભઈ જ્ઞાની પુરુષને ધન શું કરવું છે ? એ તો કોઈ ચીજના ઈચ્છુક જ ના હોય. ત્યારે કહે ના, તનમનથી તમે સેવા કરો છો પણ તમને એમ કહે કે આ સારી જગ્યાએ ધન નાખી દો, તો તમારી લોભની ગ્રંથિ તૂટી જશે. નહીં તો લક્ષ્મીમાં ને લક્ષ્મીમાં, ચિત્ત ત્યાંનું ત્યાં જ રહ્યા કરે. એક ભાઈ મને કહે છે “મારો લોભ કાઢી આપો. મારી લોભની ગાંઠ આવડી મોટી છે ! તે કાઢી આપો.” મે કહ્યું, ‘એને કાઢીએ તો ના જાય. એ તો કુદરતી પચાસ લાખની ખોટ લાવે ને એટલે એ લોભની ગાંઠ એની મેળે જતી રહે. કહેશે હવે પૈસા જોઈતા જ નથી, બળ્યા !! એટલે આ લોભની ગાંઠ તો ખોટથી જતી રહે, મોટી ખોટ આવી હોય ને તે બધું હડહડાટ ગાંઠ તુટી જાય ! નહીં તો એકલી લોભની ગાંઠ ના ઓગળે, બીજી બધી ગાંઠ ઓગળે !! લોભિયાને બે ગુરુઓ, એક ધૂતારો ને બીજી ખોટ. ખોટ આવે ને તે લોભની ગાંઠ હડહડાટ તોડી નાંખે ! અને બીજા લોભિયાને એમનો ગુરુ મળી આવે ફક્ત ધૂતારા ! (૨૮૨) અમારા ભાગીદારે એક ફેરો મને કહ્યું કે, તમારા ભોળપણનો લોકો લાભ ઉઠાવી જાય છે. ત્યારે મે કહ્યું કે તમે મને ભોળા કહો છો માટે તમે
SR No.008865
Book TitlePaisa No Vyavahar Sankshipt
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherMahavideh Foundation
Publication Year2007
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size365 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy