SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ પૈસાનો વ્યવહાર ૬૫ ૬૫ પૈસાનો વ્યવહાર માણસ રાતે કમાતા હશે કે નહીં કમાતા હોય ? રાતે સૂઈ ગયા હોય તો ય કમાય ? એટલે ખોટના ને નફાના કર્તા આપણે નથી, નહીં તો રાતે ખોટ શી રીતે જાય ? અને રાતે નફો શી રીતે મળે ? હવે એવું નથી બનતું કે મહેનત કરે છે તો ય ખોટ જાય છે ? પ્રશ્નકર્તા ઃ હા, એવું બને છે. દાદાશ્રી : તો મહેનત કરવાથી નફો થાય કે મહેનત કરવાથી ખોટ જાય એનું ડિસિઝન શું ? પ્રશ્નકર્તા: નફો ને ખોટ એ એના હાથની વાત નથી. એ તો ‘વ્યવસ્થિત'ના હાથમાં છે. દાદાશ્રી : હા, બધું ‘વ્યવસ્થિત'ના તાબામાં છે. એટલે ‘વ્યવસ્થિત' મહીં પ્રેરણા કરે ને, એ રીતે આપણે કરવું. બીજું મહીં ડહાપણ વધારે વાપરવું નહીં. બુદ્ધિથી માપવા જઈએ કે નફો મળશે કે ખોટ તો એ માપ જડે ખરું ? પ્રશ્નકર્તા : ના જડે. પ્રશ્નકર્તા ઃ કમાણી ને ખોટ તો ચાલુ જ રહે છે ને ? દાદાશ્રી : ચાલુ જ રહે છે ? તમે નવસારીથી અહીં આવ્યા તો ય ત્યાં કમાણી ચાલુ જ રહેવાની ? ભારે અજાયબી છે ને ? દહાડે જમવા બેસીએ તો ય કમાણી ચાલુ હોય ને ? અને ખોટવાળાને ખોટ ચાલુ હોય ને ? કેટલી અજાયબી છે ! આ બધા ચોપડાનું તારણ કાઢતાં આવડે છે, પણ આ જગતનું તારણ કાઢતાં આવડે તો શું નીકળે ? અમને જગતનું તારણ કાઢતા આવડેલું ! આ જ્ઞાન થતાં પહેલાં અમે તારણ કાઢેલું કે આ જગતનું સરવૈયું શું ? એટલે આપણે શા માટે આ માથાફોડ કરવાની ? જેને માટે મહેનત કરે છે એ તો બધો તૈયાર જ માલ છે, નહીં તો લાખ મણ મહેનત કરો તો ય તે કામની નથી, ઉલટી ખોટ જાય દાદાશ્રી : એક માણસને કશુંક દર્દ થયું હોય અને દર્દને બુદ્ધિથી માપવા જઈએ તો શું થાય ? એને એમ જ થઈ જાય કે હવે મરી જ જવાના, અને દર્દ ના થયું હોય તેને બુદ્ધિથી માપે નહીં. તો ય પણ એ બિચારો એમ ને એમ સણકારો મારે ને મરી જાય. એવું બને કે ના બને. એટલે આ બધું ખોટ કે નફો કશું જોવાનું નથી. જોવાનું હવે શું છે ? આ નફો - ખોટ તો બધું કરીને જ આવેલા છો. હવે એમાં તો ફક્ત નિમિત્ત તરીકે, મહીંથી જે પ્રમાણે પ્રેરણા કરે એ રીતે આપણે ચાલ્યા કરવાનું. ‘વ્યવસ્થિત' ને ઓળંગવું નહીં. મહીં પ્રેરણા થઈ તેમ આપણે કરવાનું ખોટ માટે ય વ્યવસ્થિત પ્રેરણા કરે છે અને નફા માટે ય પ્રેરણા વ્યવસ્થિત જ કરે છે. એટલે આપણે પ્રેરણા પ્રમાણે જ ચાલવું. કારણ કે નફો ખોટ એ બધું ‘વ્યવસ્થિત'ના તાબામાં છે, તો પછી હવે કરવાનું શું ? નવરાશનો ટાઈમ પેલામાં બગાડશો નહીં, આ સત્સંગમાં ટાઈમ બગાડો. કારણ કે પેલું બધું તમારા હાથમાં સત્તા જ નથી. આ ધંધાદારી કોના હાથમાં સત્તા છે, એનું સરવૈયું કાઢો ! તમે સરવૈયું કાઢેલું છે ? પ્રશ્નકર્તા : આ જ્ઞાન પછી માલૂમ પડે. દાદાશ્રી : હા, પહેલાં તો ખબર જ ના પડે ને ? ગૂંચાયેલું બધું; આખા ચોપડા જ ગૂંચાયેલા. આમાં કોઈ માણસથી આ સરવૈયું નીકળે એવું નથી. પ્રશ્નકર્તા : આ આપ જે કહો એ બધી વાતો પહેલાં સાંભળેલી જ નહીં. દાદાશ્રી : સાંભળેલી જ નહીં ને ! ક્યાં ય આવી વાતો ના હોય. આ બધી વાતો અપૂર્વ છે, પૂર્વે સાંભળેલું ના હોય, વાંચેલું ના હોય. આ તદન નવી જ ઢબ છે ! અને તો જ ઉકેલ આવે ને, નહીં તો ઉકેલ કેમ આવે ? પડતીતી વેળાએ. આપણે મહેનત કરીએ, ચોગરદમનું જો જ કરીએ છતાં ય કશું મળે નહીં, તો આપણે સમજી જવું કે આપણા સંજોગ પાંસરા નથી. હવે ત્યાં વધારે જોર
SR No.008864
Book TitlePaisa No Vyavahar Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size189 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy