SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ પૈસાનો વ્યવહાર ૫૧ ૫૧ પૈસાનો વ્યવહાર ધંધો, સમ્યક્ સમજણે. પ્રશ્નકર્તા : પોતાનું જ જોવા માટે આ બધું છે. દાદાશ્રી : ઇન્જનને પટ્ટો આપીને કહ્યું આમાંથી કામ કાઢી લેવાનું હોય. એટલે આ પેલામાં તો કામ કાઢી આપે. પણ આમાં શેના હારુ ઇન્જન ચલાવીએ છીએ ? તમે ચલાવ ચલાવ જ કર્યા કરો છો, બસ ! સંડાસ જવું ને ખાવું, સંડાસ જવું ને ખાવું, સંડાસ જવું ને ખાવું, બસ ! પ્રશ્નકર્તા : શરીરને ખાવાપીવાનું જોઈએ ને? દાદાશ્રી : એમ ? આ કરો તો જ ખાવાપીવાનું મળે, નહીં તો મળે એવું નથી, નહીં ? અને ખાવાપીવાનું શેને માટે ? પ્રશ્નકર્તા ઃ શરીર ટકાવવા માટે. દાદાશ્રી : શરીર શેના માટે સાચવવાનું ? દાદાશ્રી : કુદરતે આપ્યું છે એટલે ચલાવવાનું. ઈજીત ફરે, પણ પટ્ટો ક્યાં ? દાદાશ્રી : તમે ધંધો શું કરો છો ? પ્રશ્નકર્તા: રેડીમેડ કાપડની દુકાન છે. દાદાશ્રી : શેના હારુ ધંધો કરો છો ? પ્રશ્નકર્તા : નફા સારું જ કરીએ છીએ ને ? દાદાશ્રી : નફો શેના માટે કરો છો ? પ્રશ્નકર્તા : પેટ માટે. દાદાશ્રી : પેટનું શાના હારુ કરો છો ? પ્રશ્નકર્તા : એ ખબર નથી. દાદાશ્રી : એટલે પેટમાં પેટ્રોલ નાખવા હારુ આ બધી કમાણી કરે છે. એ શેના જેવું છે ? આ ઈજીનો બધાં ચાલતાં હોય તે પેટ્રોલ નાખે અને ચાલુ રાખ્યા જ કરે. પેટ્રોલ નાખે ને ચાલુ રાખ્યા કરે. એવું બધા ય કરે છે. એવું તમે ય કરો છો ? પણ શા હારુ ઇજીન ચાલુ રાખવું જોઈએ, એ કહો તો ખરા ! મહીં કામનું કશું કરવાનું નથી ? આ ઇજીન તો બધાં લોકોએ ચાલુ રાખેલાં, પણ તમે શા હારુ રાખ્યું ? તમારે વિચાર તો કરવો પડે ને કે ભઈ, હવે ઇન્જનમાં પેટ્રોલ નાખી, મોંઘા ભાવનું પેટ્રોલ નાખી, ઇન્જન ચાલુ રાખવું. તો લોકોને જોવા માટે છે આ બધું ? દાદાશ્રી : હા, પણ શેના માટે ટકાવવાનું ? હેતુ હોવો જોઈએ ને ? ધંધો કરીએ તે આ ખોરાક ખાવા માટે મેઈન્ટેનન્સ કરવા માટે. મેઈન્ટેનન્સ શેને માટે કે શરીર ટકાવવા માટે, તો શરીર ટકાવવાનો હેતુ શેને માટે ? પ્રશ્નકર્તા : અગાઉનાં કર્મ પૂરાં કરવા માટે હોય. દાદાશ્રી : એટલા હારુ ? એ તો કૂતરાં, ગાયો, ભેંસો, બધાં પૂરાં કરે છે. અને હિન્દુસ્તાનમાં મનુષ્ય થયા, એટલે મોક્ષ હેતુ માટે છે આ. હિન્દુસ્તાનમાં મનુષ્યજન્મ મોક્ષ હેતુ માટે છે. એને માટે જ આપણું જીવન છે. હેતુ એ રાખ્યો હોય તો જેટલો મળે એટલો ખરો. પણ હેતુ તો જોઈએ ને ? આ ખાવાપીવાનું તેને લીધે છે. આપને સમજાયું ને ? જીવન શેના માટે જીવવાનું છે ? ખાલી કમાવા માટે જ ? જીવમાત્ર સુખને ખોળે છે. સર્વ દુઃખોથી મુક્તિ શી રીતે થાય એ જાણવા માટે જ જીવન જીવવાનું છે. આમાં મોક્ષનો માર્ગ કાઢી લેવાનો છે. મોક્ષના માર્ગ માટે આ બધું છે.
SR No.008864
Book TitlePaisa No Vyavahar Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size189 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy