SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ પૈસાનો વ્યવહાર સેટીંગ બાકી છે. મૌલિક વાતો, દાદાતી ! દાદાશ્રી : આ લોભિયાની વાત નવી નીકળી અત્યારે ! પ્રશ્નકર્તા : આ વાત મૌલિક લાગી અમને પણ. ૧૭૭ દાદાશ્રી : ના, પણ ઊંચી વાત નીકળી ! હું સમજી જઉં બધાંને રંગ લાગે તે, પણ આજે લોભની વાત છે ને તે ઓળખવા માટે સાધન બહુ ઊંચું નીકળ્યું અત્યારે. મને પોતાનેય ખબર ન હતી કે આવું સુંદર સાધન છે ! લોભ કેમ ઓળખાય તે ? આ તો રેકર્ડમાંથી શું ના નીકળે ? એ કહેવાય નહીં. એવો એવો તાજ્જુબ માલ ભરેલો છે બધો. આ તો બહુ ઊંચી વાત નીકળી છે. લોભિયો રંગાય નહીં. પ્રશ્નકર્તા ઃ આ લોભની ગાંઠ છે ને એ પારાશીશી. દાદાશ્રી : લોભી એની વહુની જોડે, છોકરાં જોડે, ભઈબંધ જોડે રંગાય નહીં. બહુ ઊંચી વાત નીકળી ? આવી આવી કો'ક ફેરો સરસ વાત નીકળી જાય છે ! તમારા ગામમાં એવો કોઈ માણસ નથી કે જે કશામાં રંગાય નહીં એવો ? આ કંઈ જોડે લઈ જાવનો છે ? હવે પોતાને દેખાતું નથી ને આ શું કરીશું ? જોડે શી રીતે લઈ જઈશ ? લાવ જતાં જતાં લઈ લઈએ બૈરાંને, છોકરાંને બધું તેય નહીં ! માત તો ભોળું ? પ્રશ્નકર્તા : પણ દાદા, લોભની ગાંઠ ખબર નથી પડતી એટલે બેસી રહી છે. દાદાશ્રી : એ ખબર પડે તો તો માણસનું કલ્યાણ જ થઈ જાયને ! વણિકોને લોભની ગાંઠ હોય ને ક્ષત્રિયોને માનની ગાંઠ હોય. બન્ને ગાંઠો નુકસાનકારક છે. માની હોય તેને લોકો અપમાન આપે, માન એટલે ભોળું. એટલે સહુ કોઈ પૈસાનો ઓળખી જાય ને શું જોઈને છાતીઓ કાઢીને ફરો છો ? એવું કહે. માન ભોળું. માન માટે તો રસ્તે જનાર કહેશે, ઓહોહો ભઈ, શું કરવા આટલા બધા ટાઈટ છો ?’ ૧૭૭ વ્યવહાર પ્રશ્નકર્તા : લોભવાળાને માન આપીને લોભની ગ્રંથિ તોડવાની, પણ આ માનની ગ્રંથિ કેવી રીતે તોડાય ? દાદાશ્રી : માનની ગ્રંથિ તો આ લોકો એની મેળે તોડી આપે. એ અપમાનથી તૂટે ને ! નહીં તો માન તો સહુ કોઈ દેખાડ દેખાડ કરે. ભોળું એટલે નાનાં છોકરાં હઉ સમજી જાય કે માનમાં આવી ગયા છે. અને પાછું શું થાય ? બહુ લોભિયો હોય ને તે અપમાન ખમીને, સો રૂપિયા મળતા હોય તો હસે અને મનમાં એમ સમજે કે મેલો ને છાલ, આપણને તો મળે છેને ? એ લોભની ગાંઠ. અને માની તો બિચારો માને ચઢાવે એટલે વાપરી નાખે, એની પાસે જે હોય તે. પછી તેને અપમાનનો ભય બહુ લાગે. કોઈ મારું અપમાન કરશે તો ? અપમાન કરશે તો ? તેનો ભય બહુ તેને લાગે. માની તો તમે જાવને તો તમને દેખીને કહેશે, ‘આવો પધારો’ કારણ કે પોતાને જેવું જોઈએ એવું જ સામાને આપે. હવે માનની ગ્રંથિઓ તો તૂટી જવાની છે. કારણ કે તન-મન અર્પણ કરી દેવાનું છે, એટલે માનની ગ્રંથિ તૂટી જવાની છે. પણ લોભની તૂટવી જોઈએ. લોભની ગ્રંથિઓ ના છૂટે તે. આ લોભની ગ્રંથિઓ કોણ તોડી આપે ? આર્તધ્યાન ને રોદ્રધ્યાન આખો દહાડો કર્યા કરે ! કષાયો પર પ્રકાશ દ્રષ્ટિ ભૌતિક તરફ છે એટલે એવી દ્રષ્ટિ ભૌતિકથી છૂટતી નથી. એટલે અમે સમજી જઈએ કે આને કઈ ગાંઠ છે આ ! એ ગાંઠ છોડાવવા માટે પ્રયત્ન કરીએ. ચાર પ્રકારની ગાંઠો હોય, તેના આધારે આ જીવો એ દ્રષ્ટિ છોડતા નથી.
SR No.008864
Book TitlePaisa No Vyavahar Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size189 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy