SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ સેટીંગ બાકી છે. પૈસાનો વ્યવહાર ‘અક્રમ વિજ્ઞાન’ પ્રગટ થયું ! જે આખી દુનિયાને સ્વચ્છ કરી નાખે એવું આ વિજ્ઞાન પ્રગટ થયું છે ! ૧૫૫ એનું રહસ્ય જ્ઞાત ! પ્રશ્નકર્તા : આપ તો સમજીને છેતરાયા, પણ પેલો ધોતિયાના પૈસા વધારે લઈ ગયો એમાં એની શી દશા થાય ? એને લાભ કે ગેરલાભ ? દાદાશ્રી : એનું જે થવાનું હોય તે થાય. એણે મારી શિખામણથી આ નથી કર્યું. અમે તો એની વૃત્તિ પોષી છે. હકનું ખાવા આવ્યું તો ભલે અને અણહકનું ખાવા આવ્યું તો પણ અમે લાપોટ નથી મારી, ખાઈ જા બા ! એનો એને તો ગેરલાભ જ થાયને ! એણે તો અણહકનું લીધું એટલે તેને ગેરલાભ થાય, પણ અમારો મોક્ષ ખુલ્લો થયોને ! સર્વનો અહમ્ પોષી વીતરાગ ચાલી જાય.’ આ અહમ્ ના પોપીએ તો લોકો આપણને આગળ જવા જ ના દે ! ‘અમારું આ બાકી રહ્યું, અમારું આ બાકી રહ્યું’ એમ કહીને અટકાવે. આગળ જવા દે કોઈ ? અરે, ફાધર-મધર પણ ના જવા દેને ! એ તો ‘તેં મારું કશું ધોળ્યું નહીં' કહેશે. અલ્યા, આવો બદલો ખોળો છો ? બદલો તો સહેજાસહેજ મળતો હોય તો સારી વાત છે. નહીં તો માબાપે બદલો ખોળવાનો હોય ? બદલો ખોળે એ માબાપ જ ના કહેવાય, એ તો ભાડૂત કહેવાય ! સમજીને છેતરાવાવાળા ઓછા હોયને ? પ્રશ્નકર્તા : ના હોય. દાદાશ્રી : ત્યારે એમને મોક્ષનો માર્ગ પણ મળી આવેને ! પ્રશ્નકર્તા : સામાને છેતરવાનો ચાન્સ આપે છે એ ખોટું નહીં ? દાદાશ્રી : આ તો પોતાના એડવાન્સ માટે છેને ! છેતરવાનો ચાન્સ એના એડવાન્સ માટે છેને આપણે આપણા એડવાન્સ માટે છેતરાવાનો ચાન્સ છે. પેલો એની પૌદ્ગલિક પ્રગતિ કરે ને આપણે આત્માની પ્રગતિ કરીએ, એમાં ખોટું શું છે ? એને આંતરે ત્યારે ખોટું કહેવાય. આપણને છેતરી ગયો, પણ પાછો કોઈ માથાનો મળે તે એને મારી મારીને પૈસાનો વ્યવહાર એનાં છોડાં કાઢી નાખે કે ‘અલ્યા, તું મને છેતરે છે ?’ એવું કહીને પેલાને મારે ! પહેલેથી હું તો જાણી જોઈને છેતરાતો, એટલે લોક મને શું કહેતા કે ‘આ હું છેતરનારને ટેવ પડી જશે, એની જોખમદારી કોના માથે જાય ? તમે આ લોકોને જતા કરો છો તેથી બહારવિટયા ઊભા થયા છે.’ પછી મારે એને ખુલાસો આપવો જ પડેને ! અને ખુલાસો પદ્ધતિસર હોવો જોઈએ. એમ કંઈ મારી-ઠોકીને ખુલાસો અપાય ? પછી મેં કહ્યું કે ‘તમારી વાત સાચી છે કે મારે લીધે બહારવટિયા જેવા અમુક માણસો થયા છે, તેય બધા માણસો નહીં, બે-પાંચ માણસો. કારણ કે એમને એન્કરેજમેન્ટ મળ્યું ને !’ પછી મેં કહ્યું કે ‘મારી વાત જરા સ્થિરતાથી સાંભળો. મેં પેલાને એક ધોલ મારી હોય, જે મને છેતરી ગયો તેને, તો અમે તો દયાળુ માણસ તે ધોલ કેવી મારીએ, એ તમને સમજમાં આવે છે ? પેલા ખુલાસા માંગનારને મેં પૂછ્યું, ત્યારે પેલો કહે કે, કેવી મારે ?” ત્યારે મેં કહ્યું, પોલી મારે, એનાથી એન્કરેજમેન્ટ વધારે થાય કે ઓહોહો, બહુ ત્યારે આટલીક જ ધોલ મારશે ને ? તો હવે આ જ કરવા દે. માટે દયાળુ માણસ છોડી દે એ જ બરોબર છે. પછી પેલાને આમ છેતરતાં છેતરતાં બીજું, ત્રીજું સ્ટેશન આવશે, એમાં કોઈ એકાદ એવો એને ભેગો થઈ જશે કે એને મારી મારીને ફુરચા કાઢી નાખશે, તે ફરી આખી જિંદગી ખોડ ભૂલી જશે. એને છેતરવાની ટેવ પડી છે એ પેલો એની ટેવ ભાંગી આપશે, બરોબરનું માથું ફોડી નાખે. તમને સમજાયુંને ? ખુલાસો બરોબર છેને ? પણ આ જ્ઞાન પછી તો અમારે એ બધા સંગ જ છૂટી ગયેલાને. આમેય ’૪૬ પછી વૈરાગ આવી ગયેલો ને '૫૮માં આ જ્ઞાન પ્રગટ થયું ! ૧૫૫ જાણીને છેતરાવાનું એ બહુ મોટામાં મોટું પુણ્ય, અજાણથી તો સહુ કોઈ છેતરાયેલા. પણ અમે તો આખી જિંદગી આ જ ધંધો માંડેલો, કે જાણીને છેતરાવું. સરસ બિઝનેસ છેને ? છેતરનાર મળે એટલે જાણવું કે આપણે બહુ પુણ્યશાળી છીએ. નહીં તો છેતરનાર મળે નહીંને ! આ હિન્દુસ્તાન દેશ એમાં બધા કંઈ પાપી લોકો છે ? તમે કહો કે મને તમે છેતરો જોઈએ. તો આ જોખમદારીમાં હું ક્યાં હાથ ઘાલું ? અને જાણીને છેતરાવા જેવી કોઈ કલા નથી ! લોકોને તો ગમે નહીંને આવી વાત ? લોકોનો કાયદો ના પાડે છેને ? તેથી તો છેતરાવાની આદત પાડે છેને ? ‘ટિટ ફોર ટેટ’ એવું શિખવાડે છે ને ? પણ આપણાથી શું ધોલ મરાય ?
SR No.008864
Book TitlePaisa No Vyavahar Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size189 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy