SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ પૈસાનો વ્યવહાર ૧૪૮ ૧૪૮ પૈસાનો વ્યવહાર લોભાચાર, અધોગતિનું કારણ ! પ્રશ્નકર્તા : પૈસાનો બહુ લોભ હોય તો તિર્યંચમાં જવાય ? દાદાશ્રી : બીજું શું થાય છે ? લોભને લઈને જે આચાર થાય છેને, તે આચાર જ એને જાનવરગતિમાં લઈ જાય. લોભ બે પ્રકારના હોય છે. જે લોભથી આચાર ના બગડે અને લોભ હોય તો એ લોભ દેવગતિમાં લઈ જાય. એ ઊંચા પ્રકારનો લોભ કહેવાય. બાકી આ લોભથી તો બધા આચાર બગડી ગયેલા, તે પછી અધોગતિએ લઈ જાય ! આઠ આના માટે આઠ કલાક ! આ હિન્દુસ્તાન દેશમાં તો આઠ આના ખોવાઈ ગયા હોય તેને માટે આઠ કલાકથી જો જ કરે, તપાસ કરતા હોય, એવાયે માણસો છે. અલ્યા ભઈ, શું કરે છે ? ત્યારે કહે, ‘મારા આઠ આના ખોવાઈ ગયા છે', એ ખોવાઈ ગયા છે એને ખોળી તો કાઢવા જ પડશે જ ને ? ખોળે કે ના ખોળે ? એટલે સહુ સહુની સમજણ પ્રમાણે વાપરે. આ મનુષ્યદેહ મહા પરાણે મળ્યો છે, બહુ કીમતી દેહ છે પણ જેવી સમજણ હોય એવું વાપરી ખાય. સમજણ પ્રમાણે વાપરેને ? ભરાઈ રહે. કોઈ હાથ ઘાલવા જાય તો ભમરા કેડી ખાય એને ! આ તો હિન્દુસ્તાન છે ! શું સારું ? પ્રશ્નકર્તા : આ જગતમાં પૈસાદાર તું સારું કે સુદામા થવું સારું ? દાદાશ્રી : આ જગતમાં બહુપૈસાદાર થવું એય જોખમ છે ને સુદામા થવું એય જોખમ છે. લક્ષ્મી તો આવે ને જાય એ સારું. લોભમાં ય બીજા કોઈને ય નુકસાન ના કરે એવો લોભ હોય. અને જગતમાં લોભી એ તો, કેમ કરીને લોકોનું ધન મારી પાસે આવે, તે દેવોની બાધા રાખે કે ગમે તેમ કરીને આનું ધન મારી પાસે લાવી આપો. એવો લોભ ના હોવો જોઈએ. શું કામ લોભિયો થઈને ફર્યા કરે છે ? હોય તો ખાઈ-પીને મોજ કરને છાનોમનો ?! ભગવાનનું નામ દીધા કર ! આ તો કહે કે “આ ચાલીસ હજાર બેન્કમાં છે તે ક્યારેય કાઢવાના નથી. તે પાછો જાણે કે આ ક્રેડિટ જ રહેશે. ના, એ તો ડેબિટનું ખાતું હોય છે જ, તે જવા માટે જ આવે છે. આ નદીમાંય જો પાણી છલકાય તો તે બધાને છૂટ આપે કે જાવ, વાપરો. જ્યારે આમની પાસે આવે તો એ આંતરી રાખે, નદીને જો ચેતના આવતને તો એય સાચવી રાખે ! આ તો જેટલું આવે એટલું વાપરવાનું, એમાં આંતરવાનું શું ? ખાઈ, પીને, ખિલાવી દેવાનું. અલ્યા, બેન્કમાં જમાં શું કરે છે ? ખા-પી, બધા મહાત્માઓને બોલાવીને ભેલાડી દે. તેથી કબીરસાહેબે કહ્યું, ‘ચલતી વખતે હે નરો સંગ ન રહે બદામ.” અને જેનું ગયા અવતારે મોટું નહોતો જોતો, તેને મિલકત આપીને તું જવાનો છે. ‘હૈ ! હું મોડું નહોતો જોતો ?!' ત્યારે કહે, ‘ગયા અવતારે તું મોઢું જોવાનું ના કહેતો હતો એ જ આ તારી પાસે છે, એને જ છાતીએ તું ઘાલ ઘાલ કરે છે ! તને શું ઓળખાણ પડે ?! અલ્યા, માર ખાય છે વગર કામનો ! જેમ માયા માર ખવડાવે છે ! મર્યા પછી તાણ થયા ! લક્ષ્મી હોયને તે મેઇન્ટેનન્સ કરતાં વધારે પડતી હોય, તે વાપરતાં ના આવડે. તે ભેગી કર કર કરે. પહેલાં તો આટલી બધી લક્ષ્મી ભેગી કરતા હતા કે ચરુ દબાવતા હતા ને પછી પોતે નાગ થઈને ફર્યા કરે. કારણ કે રક્ષણ કરવાની ટેવ પડી ગયેલી, પોતે જ જાતે નાગ થયો છે. અમે લોભિયા બહુ જોયેલા. આખી જિંદગી આટલી પોતડી પહેરી અને ફર્યા કરે અને પાંચ હજાર રૂપિયા દાટી રાખ્યા હોય. ધનનું રક્ષણ તો જ્યારે જીવતા હતા ત્યારે કર્યું. એટલે મરી ગયા પછીયે ધનનું રક્ષણ કરવું પડે. તે પછી વીંછી થાય, નહીં તો આવડા મોટા ભમરા થાય. બધાનું સહિયારું ધન હોય તો બધા ભમરા થાય. બધા ભમરા થઈને મહીં ઘડામાં
SR No.008864
Book TitlePaisa No Vyavahar Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size189 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy